________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘એટલે એક પિતાએ પોતાની પુત્રીના વિવાહનો નિર્ણય નહીં કરવાનો? અને તું કર્મ... કરમ કર્યા કરે છે, તો શું અમે તારાં માતા-પિતા કંઈ જ નથી? અમે તને જન્મ આપ્યો... તને પાળી, પોષી, ભણાવી... પ્રેમ આપ્યો, રાજમહેલના વૈભવાં આપ્યા... આ બધું તારે મન ખોટું છે?’
મહારાજાની આંખો ક્રોધથી લાલ બની.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા જીવનમાં આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે મારા પિતાને મેં આટલા ગુસ્સે બનેલા જોયા હતા. આ રીતે રાજસભામાં વિસ્ફોટ થશે, એવી મારી કલ્પના ન હતી. પણ સુરસુંદરીના પ્રસંગે જ્યારે મારા પિતાનું મિથ્યાભિમાન ઊભરાયેલું મેં જોયું ત્યારે મારું માથું ધૂણી ઊઠયું હતું. મેં કહ્યું :
‘પિતાજી, આપને સહેજ પણ દુ:ખ થાય તેવું હું કરવા માગતી નથી... તો પણ...’
‘તો પણ શું?'
‘મારી સાચી વાતથી આપને દુ:ખ થાય તો હું બીજું શું કરી શકું?' ‘એટલે માતા-પિતા પોતાનાં બાળકો પર કોઇ ઉપકાર કરતા જ નથી? બાળકોને સુખી કરતા જ નથી? તો પછી અમે આટલાં વર્ષ તમારા માટે શું ?'
‘માતા-પિતાનો સંતાનો પર પરમ ઉપકાર હોય છે. આપને હું મારાં ઉપકારી માનું છું. આપનાં ચરણોમાં પ્રતિદિન પ્રણિપાત કરું છું... આપની સમક્ષ હું એક સામાન્ય પુત્રી છું... આ વાત જેટલી સાચી છે, એટલી જ વાત કર્મોની સાચી છે! હે તાત, મારાં પુણ્ય કર્મોએ આપના મહેલમાં મને જન્મ આપ્યો! તમે અને મારી માતા તો નિમિત્ત માત્ર બન્યાં છો! તમે મને બધાં સુખનાં સાધનો આપ્યાં, પણ મારા પુણ્યના ઉદયથી પ્રેરિત થઈને આપ્યાં....
૭૦
‘મયણા, આ તારો સિદ્ધાંતનો અહંકાર બોલે છે. નિમિત્ત પણ મળવું તો જોઇએ ને? નિમિત્તનું શું કોઈ મહત્ત્વ જ નથી હોતું? તારે કંઈ ઇચ્છવું તો પડશે... તો તું પામીશ. તું નમીશ તો કોઈ તને ઉઠાવશે. તારી ઇચ્છા મુજબનો પુરુષ તારે નક્કી તો કરવો પડશે ને?'
‘તાત, અભીષ્ટની પ્રાપ્તિમાં ઇચ્છા બાધક બને છે. નિરીહભાવથી પોતાની આત્મરમણતામાં રહેવાનું સુખ કેવું છે, તે કેવી રીતે સમજાવું,
For Private And Personal Use Only
સમણા