________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરા-મૃત્યુથી મુક્ત કોણ છે? છે કાઈ? નથી ને? તો પછી ચાલો મારી સાથે. મને તમારો બનાવી લો. તમારી પ્રત્યેક ચાહના મુજબ હું ચાલીશ.. વિશપ તો શું કહ્યું?'
મારે તો કંઈ નથી કહેવું. તમે ચાહો તે કરો મારી સાથે, પ્રાણનાથ!'
મારા દેવ
અને દશ્ય અદૃશ્ય થઈ ગયું. પરંતુ સ્ફટિકની ફરસ પર અંકિત ચરણચિહુનાં પર માથું ઢાળીને હું પ્રણિપાત કરતી રહી... શયનખંડમાં દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ... ને એક દિવ્ય ધ્વનિ દૂર દૂર જતા સંભળાયા કર્યો...
મેં મારો શણગાર ઉતાર્યો નહીં. સ્વપ્નલોકમાંથી પાછી વળી... ને પલંગમાં પડી.. સુખદ નિદ્રામાં સરી પડી.
સવારે હું ઊઠી. ઊઠતાં જ મેં મારું શરીર જોયું. ફટાફટ બધા શણગાર દૂર કર્યા. વસ્ત્રપરિવર્તન કર્યું. સ્નાન કર્યું. પ્રભુપૂજનનાં વસ્ત્રો ધારણ કર્યા અને સખી લલિતા સાથે ઋષભપ્રાસાદ તરફ ચાલી.
મયણા
For Private And Personal Use Only