________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય સુબુદ્ધિએ શ્વેત કૌશેય ધારણ કર્યું હતું. એમના માથાના અને દાઢીના વાળ શુભ્ર રજત સમાન હતા. તેમનો ગૌરવર્ણ અને તેજસ્વી મુખમંડલ અત્યંત શોભાયમાન લાગતું હતું. તેમની સંપૂર્ણ દંતપંક્તિ મૂલ્યવાન મુક્તપંક્તિ જેવી શોભતી હતી. એમનું મૃદુ હાસ્ય શરદ કૌમુદીથી પણ શીતલ અને તૃપ્તિકારક હતું. તેઓ બહુ ઓછું શયન કરતા હતા અને દિવસમાં એક વાર જ આહાર લેતા હતા. એમની ખ્યાતિ માત્ર માલવદેશમાં જ નહીં, દેશદેશાંતરમાં ફેલાયેલી હતી. તેમની જ્ઞાનસંપદા અપાર હતી. તેઓ ક્યારે ય કુદ્ધ નહોતા થતા. એમનું પાંડિત્ય અગાધ હતું. એમના વિચાર હમેશાં અસંદિગ્ધ રહેતા. તેમની દાર્શનિક વિદ્વત્તા લોકોત્તર હતી.
તેમનો દેહ કંઈક લાંબો, દુર્બળ છતાં બલિષ્ઠ હતો. નાસિકા ઉન્નત, લલાટ પ્રશસ્ત, નેત્ર માંસલ સ્નિગ્ધ અને તેજસ્વી હતાં. તેમના હૃદયમાં ભૂતદયા હતી, દિવ્ય જ્ઞાન હતું અને સમદર્શિતા હતી. સર્વજ્ઞ શાસનને તેઓ સમર્પિત હતા. મેં તેમને ક્યારેય રોગી, પીડિત, થાકેલા કે ક્લાન્ત નથી જોયા.
આજે તેઓ સૂર્યોદય પછી તરત જ રાજમહેલમાં આવી ગયા હતા. મારી માતાએ તેમનું ઉચિત સ્વાગત કરી, દુગ્ધપાન માટે નિમંત્રણ કર્યું. હું પણ સ્નાનાદિથી પરવારી દુધપાન કરી અધ્યયનકક્ષમાં ચાલી ગઈ હતી. આજે આચાર્ય અને કર્મસિદ્ધાંત' વિસ્તારથી સમજાવવાના હતા. તેઓ અધ્યયનકક્ષમાં પધાર્યા. મેં ઊભા થઈ તેમનું સ્વાગત કર્યું. તેમણે મને આશીર્વાદ આપ્યા અને આસન પર બિરાજમાન થયા. સૌમ્ય! આજ તને હું સર્વજ્ઞભાષિત કર્મસિદ્ધાંતની થોડી સમજ આપીશ.” ભંતે! આપ સમજાવશો તે હું એકાગ્ર મનથી ગ્રહણ કરીશ.” આચાર્યે પોતાનું કથનીય શરૂ કર્યું. ભદ્ર, કર્મબંધ રાગ-દ્વેષથી થાય છે. રાગ-દ્વેષની સાથે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને મન-વચન-કાયાના યોગો રહેલાં હોય છે. આ
માણા
૨૩
For Private And Personal Use Only