________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકાશમાં કાળાં વાદળ ફરી રહ્યાં હતાં. થોડી થોડી ફુવાર વરસી રહી હતી, મારી વિચારધારા પ્રવાહિત થઈ. મેં દેવતાઓ, પ્રેતો, તાંત્રિકો, સિદ્ધ અને યોગીઓના વિષયમાં ઘણું બધું સાંભળ્યું હતું. હું એ બધી વાતો પર વિચારો કરતી રહેતી. ક્યારેક ક્યારેક મારી માતા સાથે, મારા પંડિત સાથે વાર્તાલાપ કરતી. પરંતુ છેવટે એ બધી વાતો તરફ વિરક્ત બનતી. મારું મન માનતું નહીં. હું આવી નીરવ રાતે આત્મચિંતન કરતી. જીવનનાં રહસ્ય પામવા માટે મેં જિનદર્શનનું, એનાં તત્ત્વોનું અધ્યયન કર્યું હતું. આ તત્ત્વોનું અધ્યયન અને પરમાત્માનું પૂજન - આ બે વાતો મારી ખૂબ પ્રિય વાતો હતી. આજે મારા મનમાં આચાર્ય મુનિચન્દ્રનો ગહન ધર્મબોધ ચિંતન કરવા પ્રેરિત કરતો હતો.
તેમણે કહ્યું હતું : “હે રાજકુમારી, આ સંસારમાં પ્રત્યેક જીવાત્મા પોતપોતાનાં શુભ-અશુભ કર્મોના આધારે સુખ-દુઃખ પામે છે. કોઈ જીવ કોઈને સુખી નથી કરી શકતો, કોઈ જીવ કોઈને દુઃખી નથી કરી શકત.' કેવી ગંભીર ને ગહન વાત કરી એ તેજસ્વી આચાર્યો? દરેક જીવ પૂર્વકૃત કર્મોને સુખરૂપે ને દુઃખરૂપે ભોગવે છે. દરેક જીવ સ્વયં શુભ કર્મ બાંધે છે, અશુભ કર્મો બાંધે છે. મારે હવે જાણવું જ પડશે કે કમ કેવી રીતે બંધાય છે! શુભ કર્મ કેવી રીતે બંધાય છે? અશુભ કર્મ કેવી રીતે બંધાય છે? સાથે સાથે, અનાદિકાળથી આત્મા સાથે જે કર્મોનો સંયોગ છે, અનાદિ સંયોગ છે, તે સંયોગ કેવી રીતે તોડી શકાય?
મારે આ તત્ત્વજ્ઞાનને મૂળથી જાણવું પડશે. પંડિત સુબુદ્ધિ અવશ્ય મને સમજાવશે,
શ્રીપાલની માતા બોલ્યાં : “વત્સ, આટલી નાની ઉંમરમાં તને રાજમહેલના ભોગ-સુખો... રંગ-રાગ.. આનંદ-પ્રમોદ આ બધું ન ગમ્યું? આ તો રાજમહેલમાં રહેલી તું એક સાધ્વી જ કહેવાય! શું તારા મનમાં ભોગેચ્છાઓ ન જાગી? શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના દિવ્ય સુખો ભોગવવાની તીવ્ર ઈચ્છા ન જાગી? ધન્યવાદ આપું તને કે મૂર્ખતા કહું?'
માતાજી! મારી ઉજ્જયિનીની દુનિયા મને મૂર્ખ જ માને છે! હું રાજકુમારી હોવા છતાં સુંદર રાજ કુમારને પસંદ કરી તેની સાથે લગ્ન ન કર્યા અને કુષ્ઠરોગી એવા ઉંબરાણા સાથે ભરાયેલી રાજસભામાં લગ્ન કર્યો તેને દુનિયા મૂર્ખતા કહે છે! એક મારી માતા રાણી રૂપસુંદરી, બીજા
અધ્યક્ષ
For Private And Personal Use Only