________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભદ્ર, પ્રેમના સાચા માર્ગમાં બધી સિદ્ધિઓ તુચ્છ છે. પરંતુ મારો પ્રેમ વાસનાની આગમાં સળગતો પ્રેમ નથી. હું તમને ફળની સુવાસિત મદિરા કરતાં અધિક નિત્ય, અમર અને અખંડ સમજું છું.'
“ઓહ! તો ભંતે, આપનો આ પ્રેમ અલૌકિક લાગે છે!” મેં સ્મિતવિકસિત વદને કહ્યું : “પરંતુ ભંતે, આ કોરી પ્રશંસાથી મને શું મળવાનું?'
પ્રેમ! ભદ્ર, તમને વશ કરવાની એક અદ્ભુત વસ્તુ મારી પાસે છે!” તે શું છે! ભંતે?' તે ભવ્ય ને ભદ્ર પુરુષે અભુત વીણાને હાથમાં લીધી. વીણા પર આશ્ચર્યજનક હાથીદાંતની કોતરણી થયેલી હતી. એ વીણા, સાધારણ વીણાઓથી જુદી હતી. મેં કહ્યું :
‘ભંતે! અવશ્ય આ વીણા અદ્ભુત છેપરંતુ આપ મારું મૂલ્ય આ વીણાથી માપવાનો પ્રયત્ન ના કરશો.”
એનો તો હમણાં જ ફેંસલો થઈ જશે. જ્યારે આ વીણાવાદન સાથે રાજકુમારી મદના અવશ્ય નૃત્ય કરશે!
“અવશ્ય નૃત્ય?” નિશ્ચય!' ‘અસંભવ!” નિશ્ચય!”
તો પછી ચાલો ઋષભપ્રાસાદમાં! હું મારા પ્રભુ સિવાય કોઈની સામે નૃત્ય કરતી નથી.
ઋષભપ્રાસાદમાં બંને ગયાં. આગંતુક રહસ્યમય પુરુષ રંગમંડપમાં સંગેમરમરની ભૂમિ પર બેસી ગયો. એણે વીણાને ઝંકૃત કરી. હું મૂઢની જેમ બેસી રહી. એક ગ્રામ બે ગ્રામ... ઉપર જ્યારે એ પુરુષની આંગળીઓ નૃત્ય કરવા લાગી અને વાતાવરણમાં વીણાના સ્વર ઊભરાવા લાગ્યા તો હું મત્ત થવા લાગી! મને ચારેબાજુ મૂર્તિમાન સંગીત, એક પ્રિય સુખસ્પર્શી ઘોષ, એક સુષમાથી ઓતપ્રોત વાતાવરણ પ્રતીત થવા માંડ્યું.
વીણા વાગી રહી હતી. એની ગતિ તીવ્ર.. તીવ્રતર થતી જતી હતી. મને એવું લાગ્યું કે તંતુવાદ્યના કંપનથી જે સ્વરલહરી ઉત્પન્ન થઈ રહી છે, તે મારી ચામડીને વીંધીને મારા રક્તમાં પ્રવેશ કરી રક્તને ઉત્તપ્ત કરી
૧૪
અષણા
For Private And Personal Use Only