________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વારા એ વૃક્ષોને પાળવામાં રાજ્યનું ઘણું દ્રવ્ય ખર્ચાયું છે. એની સિંચાઈ માટે, નિર્મળ જળની એક કૃત્રિમ નહેર, વાવડીમાંથી કાઢીને ઉપવનમાં ચારેય બાજુ વહાવી દેવામાં આવી હતી. એ કામપુષ્કરિણીમાં કુશળ શિલ્પીઓએ કેટલીક કૃત્રિમ પહાડીઓ, સ્તંભચિહ્નો અને કલાત્મક મૂર્તિઓનું સર્જન કર્યું હતું. એનાં પ્રતિબિંબ પુષ્કરિણીના સ્વચ્છ પાણીમાં પડતાં હતાં. જે લતાકુંજમાં હું બેસતી હતી તેમાં પ્રકાશ આવતો હતો. એ કુંજમાં હાથીદાંતના પાયાવાળી એક સુંદર શય્યા રહેતી હતી. તેમાં હું શાંતિથી આરામ કરતી હતી. ત્યાં રત્નજડિત સોનાની ધૂપદાનીમાં કિંમતી સુગંધી દ્રવ્ય સદા સળગતાં રહેતાં. મોટા સુંદર કુંડાઓમાં દુર્લભ રંગબેરંગી છોડ સજાવીને મૂકવામાં આવતા હતા. કોઈનાં ફૂલ લાલ રંગનાં, કોઈનાં ફૂલ પીળા રંગનાં તો કોઈનાં નીલ વર્ણનાં પુષ્પો હતાં. આવો અદ્દભુત લતાકુંજ હતો. મોટા ભાગે હું અને ક્યારેક સુરસુંદરી - મારી બહેન, આ લતાકુંજમાં આવીને બેસતાં.
એક દિવસની વાત છે. હું એ જ લતાકુંજમાં શય્યા પર આડી પડી હતી ત્યાં એક પ્રભાવશાળી પુરુષ મારી સામે આવીને ઊભો. મેં એને જોયો. એની ઉંમર યૌવનને વટાવી ગઈ હોય તેવી લાગી. પરંતુ એનો ગૌરવર્ણ, તેજસ્વી મુખ સૂર્યના જેવું દેદીપ્યમાન હતું. એના સઘન કાળા વાળ પાછળ વાળેલા હતા. એનું પ્રશસ્ત વક્ષ અને પ્રલંબ પુષ્ટ બહુ મૂલ્યવાન વસ્ત્રથી આવૃત હતાં. અધોઅંગ પર એક કોમળ પીત વસ્ત્ર સુશોભિત હતું. એની સઘન કાળી મૂછો એના દર્શનીય મુખ પર અદ્દભુત શોભા વિસ્તારી રહી હતી. એના કાનોમાં હીરાનાં કુંડલો હતો. એના ગળામાં અસાધારણ દુર્લભ ગુલાબી આભાવાળી મુક્તામાળા શોભાયમાન હતી. એની મોટી મોટી કાળી ચમકીલી આંખો અને પ્રફુલ્લ સરસ હોઠોમાંથી આનંદ અને પ્રેમની અતૂટ ધારા પ્રવાહિત થઈ રહી હતી.
એના એક હાથમાં અતિ મૂલ્યવાન અપ્રતિમ વીણા હતી. હું એ પુરુષને જોઈને શયામાંથી ઊભી થઈ ગઈ હતી. મેં આશ્ચર્યચકિત થઈ એની સામે જોયું. અચાનક એ પુરુષે મને પ્રભાવિત કરી દીધી. તે દિવસ સુધી હું કોઈ પુરુષથી પ્રભાવિત થયેલી ન હતી. તે દિવસે એ દિવ્ય પુરુષને જોઈ હું ક્ષણભર તંભિત થઈ ગઈ.
પુરુષે બોલવાની પહેલ કરી.
૧૨
મયમાં
For Private And Personal Use Only