________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતા. અહો! એ તો પરમ કરુણાની મૂર્તિ છે. અપૂર્વ શાસ્ત્ર-જ્ઞાની છે. મંત્રજ્ઞ છે, તંત્રજ્ઞ છે, યંત્રજ્ઞ છે! દિવ્યશક્તિઓના ભંડાર છે.
“હે માતા! તમારા આ પુત્રનો કુષ્ઠરોગ તે કૃપાળુ ગુરુદેવે જ મિટાવ્યો છે. હું... આપણે ગુરુદેવનાં દર્શને જઈશું. માતાજી! એમના ભવ્ય દેહને, એમની કરુણાભીની દૃષ્ટિને અને એમનાં મધુર વચનોને જોઈ-સાંભળીને તમે ભાવવિભોર થઈ જશો. તમે નતમસ્તક થઈ જશો. એમના પરમ ઉપકારને તમે મુક્ત કંઠે ગાવા માંડશ! દેવી! તેઓ મારી શ્રદ્ધા છે. તેઓ મારા શરણ છે! તેઓ જ મારા સર્વસ્વ છે! હું ભવોભવ એમનો ઉપકાર નહીં ભૂલી શકું!'
કમલપ્રભા બોલી ઊઠી : “ધન્ય છે મયણા તને! તું શ્રેષ્ઠ નારી છે!'
૧૦
પ્રય
For Private And Personal Use Only