________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલવ દેશ એટલે પૃથ્વી પરનો બગીચો. ખૂબ ખૂબ વૃક્ષો. વૃક્ષો અને વનરાજીથી ભર્યાભર્યા જંગલો. જંગલોના સુંદર બગીચા. ડુંગરો અને ખીણો. ખીણોની ગોદમાં રમતિયાળ બની વાંકીચૂકી ફરતી નદીઓ. વિશાળ અને સુંદર તળાવો; મીઠાં જળથી ભરેલાં. અને ડુંગરો ય કેવા મોહભર્યા ને આકર્ષક! ડુંગરાઓમાં ભરીભરી હરિયાળી.
કુદરતે એ ધરતી પર વિપુલ સૌંદર્ય વેર્યું હતું. ધરતી પરનાં વન્ય પશુઓની જેમ નિજાનંદે મસ્ત બની ત્યાંની પ્રજાએ પ્રકૃતિના ખોળે ઊછરી, સંસ્કૃતિને માણી, પ્રવૃત્તિમય જીવન જીવવાની કળા કેળવી હતી. માલવની ધરતી પર તેઓ સુખી, સમૃદ્ધ અને ધાર્મિક બનીને જીવન જીવતા હતા. પરસ્પરના સાથ-સહકારથી દેશની સમૃદ્ધિમાં ઑર વધારો થવા પામ્યો હતો. વળી એ ધરતી એવી તો ફળદ્રુપ હતી કે જ્યાં કોઈ પથ્થર સુધ્ધાં નાંખે તો એ પથ્થર પણ એની ધરતીની હૂંફ અને ઉષ્મામાં ધનધાન્ય અને ફળદ્રુપ પાક બની ઊગી નીકળે; આવું એ દેશ માટે કહેવાતું
“દુનિયામાં આવો કોઈ દેશ હશે કે કેમ?' એવું એ દેશ માટે કહેવાતું. ત્યાં પગ મૂકનારને એ ધરતીનું એવું તો આકર્ષણ જાગતું કે પછી એ ત્યાંથી પોતાનો પગ ખસેડવા વહેલો તૈયાર ન થતો. ભારતની પ્રજામાં આ દેશની પ્રજાની બિરાદરી અને બહાદુરીની વાતોના પડઘા પડતા રહેતા. એ ધરતીની ઉદ્યમી પ્રજાની કોઈનેય ઈર્ષ્યા આવે, એવું ત્યાંનું જીવન હતું. દેશનું પાટનગર હતું ઉજ્જયિની. ક્ષિપ્રા નદીના કિનારે વસેલું રશિયામણું પાટનગર.
એ દેશમાં ગરીબ જેવું કોઈ દેખાતું જ નહીં. કોઈની જરા સરખી બૂરી હાલત થતી તો બીજાઓ એની વહારે દોડી જતા. પડતાને પાછો ઊભો કરતા. એ સમાજ સાચા અર્થમાં ધાર્મિક સમાજ હતો. એ કાળે માલવમાં મુખ્ય બે ધર્મો પ્રજામાં પળાતા હતા - જૈન ધર્મ અને શૈવ ધર્મ, રાજમહેલથી માંડીને સામાન્ય માણસના ઘરમાં આ બે ધર્મોના
મયણ
For Private And Personal Use Only