________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી કે, “મારી સાસુ બધી જ વાત પૂછશે, ને હું બધી જ વાત કરીશ.”
ક્ષિપ્રા નદીના તટથી દૂર, મયણા-શ્રીપાલના બંગલી જેવા ઘર પર સવારનો તડકો છવાયો હતો. ઘરના ઉગમણા ખૂણે ઊગેલી મહાકાય રાયણનાં લીલાંછમ પાંદડાંની ભીતરમાંથી જાણે સોનું વરસતું હોય તેમ રેશમના તાંતણા જેવાં કિરણો સરતાં હતાં અને એનું તેજ બંગલીની અગાસીમાં ગોળ ચકતામાં કે આકારવિહોણા પેજમાં ફેલાતું હતું. ક્ષિપ્રા નદી પરથી આવતો ધીમો ઠંડો પવન મકાનની બારીમાં લટકતા પડદાને છેડતો હતો. તડકાની સાથે બંગલીની આસપાસ બનાવેલી ફૂલની ક્યારીઓમાંથી ભીની ખુબૂ ઊભરાતી હતી. પવનના ઝોકા સાથે એ ફોરમ અંદર આવતી હતી.
કમલપ્રભા નાનગૃહની બહાર આવી. તેણે સુંદર શ્વેત વસ્ત્રો પહેર્યા હતાં. તેના શરીરમાં સ્કૂર્તિ આવી હતી.
એના શરીરમાંથી તેજ, આભા, પ્રકાશ, માધુર્ય, કોમળતા અને સૌરભનું અખંડ ઝરણું વહી રહ્યું હતું. એની દેહયષ્ટિ જાણે કોઈ દિવ્ય કારીગરે હીરાઓના અખંડ ટુકડાઓ કલાત્મક રીતે ખોદીને બનાવી હતી. આવું રૂપ, આટલું સૌષ્ઠવ અને આટલી અપૂર્વતા જોઈને મયણા સ્તબ્ધ થઈ ગઈ. શ્રીપાલ તો ટકટકી લગાવીને જોઈ રહ્યો. અને માતાને વળગી પડ્યો.
મા! મારી મા! હવે તું જેવી હતી... મેં તને જોઈ હતી, તેવી લાગે
હવે મા-પુત્ર પછી ખૂબ વાતો કરજો, પહેલાં આપણે માતાજીને ભોજન કરાવીએ!” મયણાએ શ્રીપાલને કહ્યું.
ના, ના, આપણે ત્રણેય સાથે જ ભોજન કરીશું. આજે ઘણાં વર્ષો પછી હું મારા લાડલાને ભોજન કરાવીશ.'
કમરામાં ખાનું અજવાળું રેલાતું હતું. એક તરફ કાષ્ઠાસન હતું. બીજી તરફ પલંગ હતો. એક ભીંત પાસે કોતરણી કરેલી ફ્રેમમાં મઢેલા અરીસાવાળું સુંદર ટેબલ પડેલું હતું. મયણાએ કમલપ્રભાને કોતરણી કરેલા પાયાવાળા અને મખમલની બેઠકવાળા સુખાસન પર બેસાડી.
‘બેટી! તું માલવપતિની રાજકુમારી અને આ મારો પુત્ર કુષ્ઠરોગથી ઘેરાયેલો વિરૂપ ચહેરાવાળો પુત્ર... આ કુ-યોગ કેવી રીતે થયો? એ તો
મયણા
For Private And Personal Use Only