________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આવવું જોઈએ, એ તમે નથી જાણતા?'
‘મહામંત્રી, અમારે અમારા રાજા માટે રાણી જોઈએ છે! અમને કોઈ કન્યા, મહારાજા આપે તો રાણા સાથે લગ્ન કરવા છે!'
‘ઓહો... એમ વાત છે? તમારે રાજા માટે રાણી જોઈએ છે કે બીજું કંઈ જોઈએ છે?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘નહીં મહામંત્રીજી, બીજું બધું અમારી પાસે છે. અમારે માત્ર રાજા માટે રાણી જોઈએ છે!'
‘ભલે, હું મહારાજાને વાત કરું છું...'
‘તો અમે આગળ વધતા નથી. આ ચોકમાં જ રોકાઈએ છીએ...’
‘ના, ના, નગરજનો દુર્ગંધથી ત્રાસી ગયા છે. તમે બે-ચાર ભાઈઓ જ રોકાઓ, બાકીના બધા જ લોકો તમારા પડાવમાં પહોંચી જાય તેમ કરો.' ‘ભલે, અમે એમ કરીએ છીએ.'
પ્રભાતકાકાએ પાંચ આગેવાનોને ત્યાં રાખીને બાકીના બધા રોગી પુરુષોને અમારા પડાવમાં મોકલી આપ્યા.
અમને પાંચને લઈને મહામંત્રી, મહારાજાની પાસે આવ્યા. મહારાજા પણ પોતાના રસાલા સાથે ફરવા માટે નગરની બહાર ઉઘાનમાં જઈ રહ્યા હતા. ઉદ્યાનમાં જ એક લતામંડપમાં તેઓ બેઠા અને અમને બોલાવ્યા. અમે દૂર ઊભા રહ્યા. મહામંત્રીએ કહ્યું :
‘મહારાજા, આ સાતસો કુષ્ઠરોગી છે. આપણી ઉજ્જયિનીથી ઘણા દૂર ક્ષિપ્રા નદીના તટ પર ગિરિગુફાઓમાં તેઓ વાસ કરીને રહેલા છે. તેમની પાસે ધન-ધાન્ય છે, ખાવા-પીવાનું છે, પહેરવા-ઓઢવાનું છે... પણ તેમના રાજાને રાણી નથી!'
૧૦૬
‘એટલે એમનો ય કોઈ રાજા છે?'
‘હા જી, આ ઉંબરરાણા અમારા રાજા છે!' મને પ્રભાતકાકા ઘોડા પરથી ઉતારીને મહારાજાની પાસે લઈ ગયા. મહારાજાએ મને પગથી માથા સુધી જોઈ લીધો! કુષ્ઠરોગથી વ્યાપ્ત મારા શરીરને જોઈ લીધું. મારા ડાબા હાથની ખરી પડેલી આંગળીઓ પણ જોઈ અને આખા શરીરે પડેલા ડાધોથી વહેતું પરું પણ જોયું.
‘મહારાજા, અમને અમારા રાજાને યોગ્ય કન્યા જોઈએ છે. અમે એને
For Private And Personal Use Only
માણા