________________
મહારાજ સાહેબ, આપના છેલ્લા બે પત્રો વાંચ્યા. સાચું કહું તો આ દૃષ્ટાંત આપે લખ્યું છે. એટલે એને “સત્ય” માનવા મન તૈયાર થયું છે બાકી, પૈસા ખાતર કોક નવયુવક પોતાની પત્નીને વરુ જેવા યુવકોના હવાલે કરી દે એ માનવા ય મન તૈયાર થતું નથી તો લેણી નીકળતી રકમ વસૂલ કરવા યુવકો કોકની પત્નીને આ રીતે પીંખી નાખીને મોતને ઘાટ ઉતારી દે એ માનવા ય મન તૈયાર થતું નથી. આપ નહીં માનો, આ દૃષ્ટાન્ત વાંચ્યા પછી જીવનભર જુગારના માર્ગે કદમ ન માંડવાનો મેં સંકલ્પ કરી દીધો છે એ તો ઠીક પણ મનને પૈસાના પ્રભાવથી મુક્ત કરી દેવાની દિશામાં ગંભીરતાપૂર્વક આગળ વધવાના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. શું લખું આપને? આપે લખેલ એ કરુણ દેવંત હજી ય આંખ સામેથી હટવાનું નામ નથી લેતું. ચાહે જમવા બેસું છું કે પેપર વાંચવા બેસું છું એ પ્રસંગ જ આંખ સામે તરવર્યા કરે છે. ચાહે વાત મિત્રો સાથે કરું છું કે ઘરમાં પપ્પા સાથે કરું છું વાતોના કેન્દ્રમાં આ જ પ્રસંગ રહે છે. જીવનનાં આટલાં વરસોમાં સૌપ્રથમ વાર મને આ ખ્યાલ આવ્યો છે કે પૈસાથી પ્રભાવિત મન જીવનમાં
આ હાહાકાર સર્જી શકે છે. આમ છતાં એક પ્રશ્ન આપને પૂછું ? સ્ત્રીલંપટતા સમાજમાં જેટલી તિરસ્કરણીય બને છે એટલી તિરસ્કરણીય ધનલપેટતા નથી બનતી એની પાછળ કારણ શું છે? સ્ત્રીઓ સાથે આડા સંબંધો બાંધનાર સમાજની નજરમાં જેટલો નીચો ઊતરી જાય છે, ગમે તેવા હલકટ રસ્તે પૈસા કમાનારો એટલો નીચો નથી ઊતરી જતો એની પાછળ કારણ શું છે? અરે, સ્ત્રીલંપટને પોતાના પરિવારમાંથી ય જાકારો મળે છે જ્યારે ધનલંપટને તો પરિવારના સભ્યો આદર આપતા રહે છે એની પાછળ કારણ શું છે ?
ટૂંકમાં,
વધુ ભયંકર સ્ત્રીલંપટતા કરતા અર્થલાલસા છે એમ આપ કહો છો જ્યારે અનુભવ એમ કહે છે કે જગત અર્થલાલસા કરતા સ્ત્રીલંપટતાને વધુ તિરસ્કારની નજરે નિહાળે છે. કોઈ કારણ તો હશે ને એની પાછળ? ઇચ્છું છું કે આપના તરફથી મને એનું સંતોષજનક સમાધાન મળે ! આખરે મારા જીવનને – મનને તો હું સલામત કરી દઉં ને?
૨?