________________
પા. ૧ સૂ. ૧૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી
[૪૯
થાય છે, તો આ “જ્ઞાનપ્રસાદમાત્ર” શું છે ? એના જવાબમાં કહે છે કે જ્ઞાનની જ પરાકાષ્ઠા વૈરાગ્ય છે. પર વૈરાગ્ય અને ધર્મમેઘ સમાધિમાં કોઈ અંતર નથી. આગળ કહેશે : ‘‘પ્રસંખ્યાનમાં પણ વિરક્ત યોગીને વિવેકખ્યાતિથી ધર્મઘસમાધિ થાય છે. ત્યારે બધાં આવરણરૂપ મળો નષ્ટ થાય છે, અને જ્ઞાન અનંત હોવાથી શેય અલ્પ જણાય છે.” તેથી પર વૈરાગ્ય અને કૈવલ્યમાં કાંઈ અંતર નથી. ૧૬
अथोपायद्वयेन निरुद्धचितवृत्तेः कथमुच्यते संप्रज्ञातः समाधिरिति
હવે બે ઉપાયો (અભ્યાસ-વૈરાગ્ય)થી નિરુદ્ધ ચિત્તવૃત્તિવાળા યોગીને કેવી રીતે સંપ્રજ્ઞાત સમાધિ થાય છે, એ કહેવાય છે -
वितर्कविचारानन्दास्मितारूपानुगमात्संप्रज्ञातः ॥१७॥
વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાનાં રૂપોના અવલંબનથી સંપ્રજ્ઞાત સમાધિ થાય છે. ૧૭.
भाष्य वितर्कश्चित्तस्यालम्बने स्थूल आभोगः । सूक्ष्मो विचारः । आनन्दो हादः । एकात्मिका संविदस्मिता । तत्र प्रथमश्चतुष्टयानुगतः समाधिः सवितर्कः । द्वितीयो वितर्कविकल: सविचारः । तृतीयो विचारविकल: सानन्दः । चतुर्थस्तद्विकलोऽस्मितामात्र इति । सर्व एते सालम्बनाः समाधयः ॥१७॥
વિતર્ક એટલે સ્થૂલ પદાર્થનું અવલંબન લઈને એના સ્વરૂપને જાણવાનો ચિત્તનો પ્રયત્ન. વિચાર એટલે સૂક્ષ્મ પદાર્થનું અવલંબન લઈને થતો યત્ન. આનંદ એટલે ચિત્તની સ્થિરતાથી થતો આનંદ. આત્મા સાથે બુદ્ધિની એકરૂપતાનું જ્ઞાન અસ્મિતા છે. પહેલા સવિતર્કમાં ચારેનો સહયોગ છે. બીજા સવિચારમાં વિતર્ક હોતો નથી. ત્રીજા સાનંદમાં વિચાર પણ નથી હોતો. અને ચોથા સામિતામાં ફક્ત અસ્મિતા હોય છે, આનંદ હોતો નથી. આ બધા સમાધિઓ અવલંબન વાળા છે. ૧૭
तत्त्व वैशारदी उपायमभिधाय सप्रकारोपेयकथनाय पृच्छति-अथोपायद्वयेनेति । वितर्क