________________
પા. ૧ સૂ. ૧૧] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[૩૭
અસ્થિર પણે ભમી રહ્યું છે, એવું સ્મરણ થાય છે. સત્ત્વ અને રજને પૂરેપૂરા દબાવી દઈને તમોગુણ પ્રગટે તો “હું ગાઢ નિદ્રામાં મૂઢની જેમ સૂતો હતો. મારાં અંગો ભારે છે. મન થાકેલું છે, અને પ્રમાદથી જાણે નષ્ટ જેવું થઈ ગયું છે,” એવું સ્મરણ થાય છે.
- સાધ્યમાં ભેદની ધ્યાતિ પુરવાર કરીને, હેતુમાં એની હયાતિ દર્શાવે છે. બોધના આશ્રયે રહેતી, એટલે કે બોધજન્ય કે બોધને વિષય કરતી વૃત્તિ બોધના અભાવના કારણને પણ વિષય બનાવે છે, અને જાગેલા માણસમાં “હું એ જ છું” એવું જ્ઞાન ઉત્પન્ન કરે છે.
પ્રમાણ વગેરે વૃત્તિઓ વ્યસ્થિત ચિત્તના આશ્રયે રહે છે, અને સમાધિની વિરોધી છે, તેથી એમનો વિરોધ કરવો જોઈએ. પણ નિદ્રા તો એકાગ્ર વૃત્તિ જેવી છે, એને સમાધિવિરોધી કેવી રીતે કહેવાય? એના જવાબમાં “સા ચ સમાધી...” વગેરેથી કહે છે કે એ એકાગ્ર જેવી હોવા છતાં તામસ હોવાના કારણે સબીજ અને નિર્બીજ સમાધિની વિરોધી છે, માટે એનો પણ નિરોધ કરવો જોઈએ. ૧૦
अनुभूतविषयासंप्रमोषः स्मृतिः ॥११॥ અનુભવેલા વિષયને નષ્ટ ન થવા દેતી વૃત્તિ સ્મૃતિ છે. ૧૧
भाष्य
किं प्रत्ययस्य चित्तं स्मरति आहोस्विद्विषयस्येति । ग्राह्योपरक्तः प्रत्ययो ग्राह्यग्रहणोभयाकारनिर्भासस्तज्जातीयकं संस्कारमारभते । स संस्कारः स्वव्यञ्जकाञ्जनस्तदाकारामेव ग्राह्यग्रहणोभयात्मिकां स्मृतिं जनयति ।
तत्र ग्रहणाकारपूर्वा बुद्धिः । ग्राह्याकारपूर्वा स्मृतिः । सा च द्वयी भावितस्मर्तव्या चाभावितस्मर्तव्या च । स्वप्ने भावितस्मर्तव्या । जाग्रत्समये त्वभावितस्मर्तव्येति । सर्वाश्चैताः स्मृतयः प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतीनामनुभवात्प्रभवन्ति । सर्वाश्चैता वृत्तयः सुखदुःखमोहात्मिकाः । सुखदुःखमोहाश्च क्लेशेषु व्याख्येयाः । सुखानुशयी રા:, કુનુણથી શ્રેષ:, મોદ: પુનરવિતિ | હતા: સર્વા વૃત્તો निरोद्धव्याः । आसां निरोधे संप्रज्ञातो वा समाधिर्भवत्यसंप्रज्ञातो वेति ॥११॥
ચિત્ત જ્ઞાનનું સ્મરણ કરે છે કે વિષયનું? ગ્રહણ કરેલા વિષયના