________________
પા. ૪ સૂ. ૩૦] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [૪૬૫
આમ સૂત્રકાર પ્રસંખ્યાનને વ્યુત્થાનના નિરોધના ઉપાય તરીકે દર્શાવી, પ્રસંખ્યાનના પણ નિરોધનો ઉપાય “પ્રસંખ્યાનેડપ્યકુસીદસ્ય..' વગેરે સૂત્રથી કહે છે. એનાથી એટલે પ્રસંખ્યાનથી બધા પદાર્થોના અધિષ્ઠાતાપણા વગેરેને પણ ઇચ્છતો નથી. એમાં પણ ક્લેશ અનુભવે છે. કારણ કે એમાં પણ પરિણામીપણાનો દોષ જુએ છે. તેથી એમાં પણ વિરક્ત થતાં સર્વ રીતે કેવળ વિવેકજ્ઞાન જ થાય છે. “તત્રાપિ..” વગેરેથી કહે છે કે જ્યારે વ્યુત્થાન પ્રત્યયો થતા હોય ત્યારે આ બ્રાહ્મણ સર્વથા વિવેકખ્યાતિવાળો હોતો નથી. પરંતુ જ્યારે એમાં અન્ય પ્રત્યયો ઉત્પન્ન થાય જ નહીં. ત્યારે એ સર્વથા વિવેકખ્યાતિવાળો બને છે, અને ત્યારે એને ધર્મમેઘસમાધિ થાય છે. આશય એ છે કે પ્રસંખ્યાનમાં પણ વિરક્ત બનીને, એનો નિરોધ કરવા ઇચ્છતા યોગીએ ધર્મમેઘસમાધિ માટે અભ્યાસ ચાલુ રાખવો જાઈએ. એવી ઉપાસનાથી યોગી સર્વથા વિવેકખ્યાતિવાળો બને છે અને બધા સંસ્કારોનો નિરોધ કરવા સમર્થ બને છે. ૨૯
તત: વક્તેશÉનિવૃત્તિ: રૂા
એનાથી યોગીના બધા ક્લેશો અને કર્મો નિવૃત્ત થાય છે. ૩૦
भाष्य
तल्लाभादविद्यादयः क्लेशाः समूलकाषं कषिता भवन्ति । कुशलाकुशलाश्च कर्माशयाः समूलघातं हता भवन्ति । क्लेशकर्मनिवृत्तौ जीवन्नेव विद्वान्विमुक्तो भवति । कस्मात् ? यस्माद्विपर्ययो भवस्य कारणम् । न हि क्षीणविपर्ययः कश्चित्केनचित्क्वचिज्जातो दृश्यत इति ॥ ३० ॥
એના (ધર્મમેઘસમાધિના) લાભથી યોગીના અવિદ્યા વગેરે કલેશો જડમૂળથી નષ્ટ થાય છે, તેમજ કુશળ અકુશળ (પુણ્યપાપ) કર્માશયો પણ મૂળ સાથે ઊખડી જાય છે. ક્લેશો અને કર્મો નિવૃત્તિ થતાં વિદ્વાન્ યોગી જીવતાં જ મુક્ત થાય છે. કેમ ? કારણ કે વિપર્યય (મિથ્યા) જ્ઞાન જન્મનું (સંસારનું) કારણ છે. વિપર્યયો ક્ષીણ થયા હોય એવો કોઈ પણ, ક્યાંય પણ, કોઈ વડે જન્મ્યો હોય એવું, જોવામાં આવ્યું નથી. ૩૦
तत्त्ववैशारदी
तस्य च प्रयोजनमाह - ततः क्लेशकर्मनिवृत्तिः । कस्मात्पुनर्जीवन्नेव