________________
પા. ૪ સૂ.૨૬ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વર્વશારદી [૪૬૧
બીજના અસ્તિત્વનું અનુમાન થાય છે. એવા મનુષ્યમાં તત્ત્વનો અભ્યાસ કર્યા વિના પણ સ્વાભાવિક રીતે આત્મભાવની જિજ્ઞાસા અવશ્ય ઉત્પન્ન થાય છે. આગમના વચન મુજબ અનધિકારી વિષે “યસ્વાભાવાદિદમુક્તમ્ " વગેરેથી કહે છે કે પૂર્વપક્ષ એટલે કર્મફળ જેવું કાંઈ નથી, પરલોક જતો આત્મા પણ નથી. પરલોક પણ નથી, વગેરે દલીલો કરવામાં રસ દાખવનાર અને યોગીઓએ પચીસતત્ત્વો વિષે કહેલા નિર્ણયમાં અરુચિ દર્શાવનાર માણસ અનધિકારી છે. આત્મભાવભાવના અગાઉ ૨.૩૯ ના ભાગ્યમાં સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. “ચિત્તચૈવેષ” વગેરેથી વિશેષ દર્શન યુક્ત કુશળ પુરુષ વિષે કહે છે કે એની આત્મભાવભાવના નિવૃત્ત થાય છે. ૨૫
तदा विवेकनिम्नं कैवल्यप्राग्भारं चित्तम् ॥२६॥ ત્યારે ચિત્ત વિવેક તરફ નમેલું અને કૈવલ્ય તરફ વહેતું હોય છે.
भाष्य
तदानी यदस्य चित्तं विषयप्राग्भारमज्ञाननिम्नमासीत्, तदस्यान्यथा भवति कैवल्यप्राग्भारं विवेक ज्ञाननिम्नमिति ॥२६॥
ત્યારે એનું ચિત્ત જે પહેલાં વિષયો તરફ દોડતું અને અજ્ઞાન તરફ નમેલું હતું, એનાથી વિપરીત વિવેકજ્ઞાન તરફ નમેલું અને કૈવલ્યતરફ વહેતું થાય છે. ૨૬
तत्त्ववैशारदी अथ विशेषदर्शिनः कीदृशं चित्तमित्यत आह-तदा विवेकनिम्नं कैवल्यप्राग्भारं નિત્તમ્ I નિવ્યાધ્યાતમ્ રદ્દા
વિશેષદર્શન યુક્ત ચિત્ત કેવું હોય છે, એ વિષે “ તદા વિવેક નિમ્ન”..” વગેરે સૂત્રથી કહે છે. ભાણ સરળ છે. ૨૬