________________
પા. ૪ સૂ. ૨૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૪૯
ચિત્ત પોતાને અને વિષયને પ્રકાશિત કરે છે, એમ કહેનાર બૌદ્ધ ચિત્ત જે વ્યાપારથી પોતાનું નિર્ધારણ કરે છે, એ જ વ્યાપારથી વિષયનું પણ નિર્ધારણ કરે છે, એમ કહી શકે નહીં. એક અવિલક્ષણ વ્યાપાર ભિન્ન કાર્યો કરવા માટે પર્યાપ્ત નથી. માટે વ્યાપારભેદ સ્વીકારવો જોઈએ. વૈનાશિકોના મત પ્રમાણે ઉત્પત્તિથી જુદો કોઈ વ્યાપાર નથી. અને એક, અવિલક્ષણ, ઉત્પત્તિ બે કાર્યો કરી શકે નહીં. જો કરે તો આકસ્મિકતાનો પ્રસંગ આવશે. એકમાંથી બે ઉત્પત્તિઓ સંભવે નહીં. તેથી પદાર્થોનું અને એમના જ્ઞાનનું અવધારણ એક સમયમાં થાય નહીં. આ વાત “ન ચેકસ્મિન્સશે.” વગેરે ભાષ્યથી કહેવામાં આવી છે. વૈનાશિકોએ કહ્યું છે :
ભૂતિ (ભવન-હોવું) એ જ ક્રિયા છે અને કારણ પણ છે.” તેથી ચિત્તનું આવું સદાતન (સનાતન) દશ્યપણું એના સ્વપ્રકાશપણાને દૂર કરી એના દ્રષ્ટાને અને એ દ્રષ્ટાના અપરિણામીપણાને દર્શાવે છે, એમ સિદ્ધ થયું. ૨૦
ન્મિતિ:, વનિરુદ્ધ વિત્ત વિત્તાન્તરે સમનન્તરેખ પૃદંત તિ- એવો અભિપ્રાય હોઈ શકે કે પોતાની સત્તામાં નિરુદ્ધ થયેલું ચિત્ત, પછી તરત ઉત્પન્ન થતા બીજા ચિત્તથી પ્રતીત થાય છે - चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसङ्गः स्मृतिसंकरश्च ॥२१॥
એક ચિત્ત બીજા વડે જોવાતું હોય તો બુદ્ધિ બુદ્ધિને જુએ છે, એને જોવા માટે અન્ય બુદ્ધિ જોઈએ એમ અતિપ્રસંગ દોષ અને સ્મૃતિમિશ્રણ દોષ થશે. ૨૧
भाष्य अथ चित्तं चेच्चित्तान्तरेण गृह्येत बुद्धिबुद्धिः केन गृह्यते, साप्यन्यया साप्यन्ययेत्यतिप्रसङ्गः । स्मृतिसंकरश्च, यावन्तो बुद्धिबुद्धीनामनुभावास्तावत्यः स्मृतयः प्राप्नुवन्ति । तत्संकराच्चैकस्मृत्यनवधारणं च स्यादिति । एवं बुद्धिप्रतिसंवेदिनं पुरुषमपलपद्भिवैनाशिकैः सर्वमेवाकुलीकृतम् । ते तु भोक्तृस्वरूपं यत्र वचन कल्पयन्तो न न्यायेन संगच्छन्ते । केचित्तु सत्त्वमात्रमपि परिकल्प्यास्ति स सत्त्वो य एतान्पञ्च स्कन्धान्निक्षिप्यान्यांश्च प्रतिसंदधातीत्युक्त्वा तत एव पुनस्त्रस्यन्ति । तथा स्कन्धानां महानिर्वेदाय विरागायानुत्पादाय प्रशान्तये गुरोरन्तिके ब्रह्मचर्य