________________
પા. ૪ સૂ. ૧૯] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૪૭
ग्रहणास्याकारणस्याव्यापकस्य च निवृत्तौ चित्तनिवृत्तिरित्यत आह-स्वबुद्धीति । बुद्धिश्चित्तम्, प्रचारा व्यापाराः, सत्त्वाः प्राणिनः चित्तस्य वृत्तिभेदाः क्रोधलोभादयः स्वाश्रयेण चित्तेन स्वविषयेण च सह प्रत्यात्ममनुभूयमानाश्चित्तस्याग्राह्यतां विघटयन्तीत्यर्थः । स्वबुद्धिप्रचारप्रतिसंवेदनमेव विशदयति-कुद्धोऽहमिति ॥१९।।
“સ્યાદાશંકા” વગેરેથી વૈનાશિક (બૌદ્ધ) મત પ્રસ્તુત કરે છે. એનો અર્થ એ છે કે એવું બને (પુરુષ ચિત્તથી જુદો હોય) જો ચિત્ત આત્માનો વિષય હોય. પણ ચિત્ત સ્વપ્રકાશ છે અને વિષયને પ્રકાશિત કરે છે, અને પૂર્વચિત્તને પ્રતીત્ય (પ્રતીતિનો વિષય બનાવીને, એના આધારે) - જાણીને ઉત્પન્ન થાય છે. તો પુરુષનું સદા જ્ઞાતવિષયપણું કેવી રીતે સિદ્ધ થાય? તેમજ અપરિણામીપણાથી પરિણામી ચિત્તથી એનો ભેદ કેવી રીતે સિદ્ધ થાય ? જવાબમાં “ન તસ્વાભાસમ્..” વગેરેથી કહે છે કે ચિત્ત પ્રકાશ નથી, કારણ કે એ દશ્ય છે. ચિત્ત સ્વસંવેદ્ય હોય તો એવું બને, પણ ચિત્ત એવું નથી. એ પરિણામી હોવાથી નીલ વગેરેની જેમ અનુભવવ્યાપ્ય છે. અને જે અનુભવગમ્ય હોય એ સ્વપ્રકાશ ન હોઈ શકે. કેમકે એનાથી પોતાની અંદર વૃત્તિવિરોધનો દોષ આવે. એ જ ક્રિયા, કર્મ અને કારક ન હોઈ શકે. પાક રંધાતો નથી અને છેદ છેડાતો નથી. પુરુષ અપરિણામી હોવાથી અનુભવનું કર્મ નથી, તેથી એમાં સ્વપ્રકાશતા અયોગ્ય નથી. પોતાનો પ્રકાશ એને સ્વાધીન છે, માટે એ સ્વપ્રકાશ છે, અનુભવના કર્મ તરીકે નહીં. પણ ચિત્ત દશ્ય-દર્શનનું કર્મહોવાથી સ્વપ્રકાશ નથી. આત્માના પ્રકાશનું પ્રતિબિંબ ગ્રહણ કરીને ચિત્તની વૃત્તિઓ અને વિષયો પ્રકાશિત બને છે, એવો ભાવ છે.
પણ અગ્નિ દશ્ય છે અને સ્વપ્રકાશ પણ છે. જેમ ઘડો વગેરે અગ્નિવડે પ્રગટ થાય છે એમ અગ્નિ બીજા અગ્નિવડે વ્યક્ત થતો નથી. આના જવાબમાં “ન અગ્નિરત્ર દાન્ત” વગેરેથી કહે છે કે ભલે અગ્નિ બીજા અગ્નિવડે પ્રકાશિત થતો ન હોય, જ્ઞાનથી તો એ પ્રકાશિત થાય છે, તેથી એ સ્વપ્રકાશ નથી, એ વાતમાં કોઈ ફેરફારને અવકાશ નથી, એવો અર્થ છે.
“પ્રકાશશ્ચાય” વગેરેથી કહે છે કે આ પ્રકાશ પ્રકાશ્ય-પ્રકાશકના સંયોગથી દેખાય છે. “અયમ્” આ-શબ્દ પ્રયોજીને પુરુષના સ્વભાવરૂપ પ્રકાશથી એને જુદો પાડે છે. એટલે કે આ પ્રકાશ ક્રિયારૂપ છે. આશય એ છે કે જે ક્રિયા હોય એ કર્તા, કરણ અને કર્મના સંબંધથી થતી જોવામાં આવે છે. દાખલા તરીકે, ચૈત્ર અગ્નિ અને ચોખાના સંબંધથી પાકરૂપ ક્રિયા થતી જોવામાં આવે છે. પ્રકાશ પણ ક્રિયા છે, તેથી એ પણ એવો સંબંધજન્ય હોવો જોઈએ. સંબંધ ભિન્ન વસ્તુઓનો થાય. અભેદમાં સંબંધ સંભવતો નથી.