________________
પ. ૪ સૂ. ૧૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૪૫
भावः ॥१८॥
આમ પદાર્થ ચિત્તથી ભિન્ન છે, એમ પ્રસ્થાપિત કરીને પરિણામધર્મવાળાં ચિત્તોથી આત્મા ભિન્ન છે એમ દર્શાવવા, અને ચિત્તથી વિપરીત એનું અપરિણામીપણું સિદ્ધ કરવા “યસ્ય તુ” વગેરે ખૂટતા શબ્દો જોડીને “સદા જ્ઞાતાશ્ચિત્તવૃત્તયા” વગેરે સૂત્ર પ્રસ્તુત કરે છે. ચિત્ત નિરુદ્ધ બને ત્યાં સુધી હંમેશાં વૃત્તિયુક્ત - ક્ષિપ્ત, વિક્ષિપ્ત અને એકાગ્ર-ચિત્તને પુરુષ અનુભવે છે. શાથી? કારણ કે પુરુષ અપરિણામી છે. જો પરિણામી હોય તો ચિત્તની જેમ પુરુષ પણ ક્યારેક પોતાના વિષયભૂત ચિત્તને જાણે અને ક્યારેક ન જાણે. પરંતુ એ હંમેશાં જ્ઞાતવિષય જ છે, તેથી અપરિણામી છે, અને પરિણામી ચિત્તથી ભિન્ન છે. આ વાત “દિ ચિત્તવત્...” વગેરેથી કહે છે. ચિત્તનો સ્વામી ભોક્તા છે. એ વૃત્તિયુક્ત મનને હંમેશાં જાણે છે. આનાથી પુરુષના અપરિણામીપણાનું અનુમાન થાય છે. આમ અપરિણામી પુરુષ પરિણામી ચિત્તથી ભિન્ન છે, એવો ભાવ છે. ૧૮
વિશઠ્ઠા વિમેવ સ્વામી વિષયના મવિષ્યનિવ7- એવી આશંકા થાય કે ચિત્ત જ અગ્નિની જેમ સ્વયંપ્રકાશ અને વિષયોને પ્રકાશિત કરનારું બનશે -
न तत्स्वाभासं दृश्यत्वात् ॥१९॥ એ (ચિત્ત) સ્વપ્રકાશ નથી. કારણ કે એ દશ્ય છે. ૧૯
भाष्य
यथेतराणीन्द्रियाणि शब्दादयश्च दृश्यत्वान्न स्वाभासानि तथा मनोऽपि प्रत्येतव्यम् ।
न चाग्निरत्र दृष्टान्तः । न ह्यग्निरात्मस्वरूपमप्रकाशं प्रकाशयति । प्रकाशश्चायं प्रकाश्यप्रकाशकसंयोगे दृष्टः । न च स्वरूपमात्रेऽस्ति संयोगः । किञ्च स्वाभासं चित्तमित्यग्राह्यमेव कस्यचिदिति शब्दार्थः । तद्यथास्वात्मप्रतिष्ठमाकाशं न परप्रतिष्ठमित्यर्थः । स्वबुद्धिप्रचारप्रतिसंवेदनात्सत्त्वानां प्रवृत्तिर्दृश्यते-क्रुद्धोऽहं भीतोऽहममुत्र मे रागोऽमुत्र मे क्रोध इति । एतत्स्वबुद्धेरग्रहणे न युक्तमिति ॥१९॥
જેમ બીજી ઇન્દ્રિયો અને શબ્દ વગેરે વિષયો દશ્ય હોવાના કારણે