________________
પ. ૪ સૂ. ૧]
વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૦૫
रसायनोपयोगेन यथा माण्डव्यो मुनी रसोपयोगाद्विन्ध्यवासीति । मन्त्रसिद्धिमाहकामरूपीति । यदेव कामयतेऽणिमादि तदेकपदेऽस्य भवतीति । यत्र कामयते श्रोतुं वा मन्तुं वा तत्र तदेव शृणोति मनुते वेति । आदिशब्दाद्दर्शनादयः संगृहीता इति । समाधिजाः सिद्धयो व्याख्याता अधस्तने पादे ॥१॥
પહેલા, બીજા અને ત્રીજા પાદમાં સમાધિ, એનાં સાધન અને સાધનોના અનુષ્ઠાનથી પ્રાપ્ત થતી વિભૂતિઓ મુખ્યત્વે વર્ણવી. પ્રાસંગિક અને ઔપોદ્ધાતિક (મુખ્ય વિષય પહેલાં પ્રસ્તાવના રૂપે કહેવા યોગ્ય) બાબતો પણ કહી. હવે એ બધાં જેને માટે છે, એ કૈવલ્યનું સ્વરૂપ કહેવું જોઈએ, અને એ કૈવલ્યતરફ વલણવાળા ચિત્ત, પરલોક, પરલોકમાં જનાર, ચિત્તરૂપ સાધનથી સુખદુઃખ પેદા કરનાર શબ્દ વગેરે વિષયોનો ભોક્તા, વિજ્ઞાનથી ભિન્ન આત્મા અને ધ્યાનની પરાકાષ્ઠા વગેરે બાબતો વર્ણવ્યા વિના કહી શકાય નહીં; તેથી એ બધા અને બીજા પ્રાસંગિક તેમજ ઔપોદ્ધાતિક વિષયોનું વર્ણન આ પાદમાં કરવામાં આવશે.
પહેલાં અનેક પ્રકારનાં સિદ્ધચિત્તોમાંથી ક્યું ચિત્ત કૈવલ્યભાગી છે, એનો નિશ્ચય કરવા માટે “જન્મૌષધિ” વગેરે સૂત્રથી પાંચ પ્રકારની સિદ્ધિઓ કહે છે. મનુષ્યજાતિમાં દિવને યોગ્ય) સ્વર્ગના ઉપભોગો આપે એવાં અને ફળ આપવા માટે પક્વ બનેલાં, ઉત્તમ કર્મરૂપ નિમિત્તોથી દેવજાતિમાં જન્મ થતાં જ દિવ્ય દેહાન્તરની પ્રાપ્તિથી અણિમા વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, એમ “દેહાન્તરિતા જન્મના સિદ્ધિઃ”થી કહે છે. “અસુર ભવનેષ...” વગેરેથી ઓષધિથી મળતી સિદ્ધિ કહે છે. મનુષ્ય કોઈ કર્મનિમિત્તથી અસુર ભવનમાં જાય, તો ત્યાં સુંદર અસુર કન્યાઓ વડે લાવવામાં આવેલા રસાયણનો ઉપયોગ કરીને અજરત્વ, અમરત્વ અને એવી બીજી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. અથવા આ લોકમાં જ વિધ્યાવાસી માંડવ્ય મુનિની જેમ રસાયણના ઉપયોગથી એવી સિદ્ધિઓ મેળવે છે. “મત્ર” વગેરેથી મંત્રસિદ્ધિ કહે છે. “તપસા..” વગેરેથી તપ સિદ્ધિ કહે છે. “કામરૂપી...” વગેરેથી તપથી થતી સંકલ્પસિદ્ધિ કહે છે. અણિમા વગેરે જે સિદ્ધિ ઇચ્છે, એ તરત પ્રાપ્ત થાય છે. જે કાંઈ સાંભળવા કે વિચારવા ઇચ્છે, એ ત્યાં જ સાંભળે કે વિચારે છે. આદિ શબ્દોથી બીજી પણ દર્શન વગેરે સિદ્ધિઓ જાણવી. ગયા વિભૂતિપાદમાં સમાધિથી ઉત્પન્ન થતી સિદ્ધિઓ કહી છે. ૧
તત્ર ક્રિયાળામચનાતિપરિતાનામ્ – બીજી જાતિમાં પરિણત દેહ અને ઇન્દ્રિયોનું