________________
૩૮૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૪૮
विकारवशित्वं प्रधानजय इति । एतास्तिस्त्रः सिद्धयो मधुप्रतीका उच्यन्ते । एताश्च करणपञ्चकस्वरूपजयादधिगम्यन्ते ॥४८॥
શરીરને અનુત્તમ (જેનાથી વધુ સારી ન હોય એવી) ગતિનો લાભ થાય, એને મનોજવિત્વ કહેવાય છે. ઇન્દ્રિયો દેહવગર ઇચ્છિત દેશ, કાળ અને વિષયોમાં વૃત્તિ લાભ કરે એને વિકરણ ભાવ કહે છે. પ્રકૃતિના બધા વિકારો વશ થાય એ પ્રધાનજય છે. આ ત્રણ સિદ્ધિઓ “મધુપ્રતીકા” કહેવાય છે, અને પાંચ કરણોના સ્વરૂપજયથી પ્રાપ્ત થાય છે. ૪૮
તત્ત્વ વૈશારી पञ्चरूपेन्द्रियजयात्सिद्धीराह-ततो मनोजवित्वं विकरणभाव: प्रधानजयश्च । विदेहानामिन्द्रियाणां करणभावो विकरणभावः । देशः काश्मीरादिः । कालोऽतीतादिः । विषयः सूक्ष्मादिः । सान्वयेन्द्रियजयात्सर्वप्रकृतिविकारवशित्वं प्रधानजयः । ता एता: सिद्धयो मधुप्रतीका इत्युच्यन्ते योगशास्त्रनिष्णातैः । स्यादेतत्-इन्द्रियजयादिन्द्रियाणि सविषयाणि वश्यानि भवन्तु । प्रधानादीनां तत्कारणानां किमायातमित्यत आहएताश्चेति । करणानामिन्द्रियाणां पञ्च रूपाणि ग्रहणादीनि तेषां जयात् । एतदुक्तं भवति नेन्द्रियमात्रजयस्यैताः सिद्धयोऽपि तु पञ्चरूपस्य । तदन्तर्गतं च प्रधानादीति ॥४८॥
તતો મનોજવિત્વમ્...” વગેરે સૂત્રથી પાંચ રૂપોવાળી ઇન્દ્રિયોનો જય કરવાથી થતી સિદ્ધિઓ કહે છે. દેશ કાશ્મીર વગેરે, કાળ, અતીત વગેરે, વિષય સૂક્ષ્મ વગેરે. અન્વય સાથે ઈન્દ્રિયોના જયથી પ્રકૃતિના બધા વિકારો વશ થાય, એ પ્રધાનજય છે. યોગશાસ્ત્રના વિશેષજ્ઞો આ સિદ્ધિઓને મધુપ્રતીક કહે છે.
ભલે. પણ ઇન્દ્રિયજયથી વિષયો સાથે ઇન્દ્રિયો વશ થાય, પરંતુ એમના કારણરૂપ પ્રધાન વગેરે કેવી રીતે વશ થાય? જવાબમાં “એતા....” વગેરેથી કહે છે કે કરણરૂપ ઇન્દ્રિયોનાં પાંચ ગ્રહણ વગેરે રૂપોના જયથી પ્રધાનજયરૂપ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, આશય એ છે કે ફક્ત ઈન્દ્રિયજયથી નહીં, પણ એમનાં પાંચ રૂપોજેમાં પ્રધાન વગેરેનો સમાવેશ થાય છે-ના જયથી આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૪૮