________________
૩૬૪]
પતંજલિનાં યોગસૂત્ર
[પા. ૩ સૂ. ૪૦
પ્રાણ વગેરેથી લક્ષિત થતી બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જીવન છે. ઇન્દ્રિયોની બાહ્ય અને આંતર એમ બે પ્રકારની વૃત્તિ છે. રૂપ વગેરેની આલોચના બહારની અને જીવન અંદરની વૃત્તિ છે. એ પ્રયત્નભેદ શરીરવર્તી વાયુની ક્રિયાના ભેદનો હેતુ છે. એ બધાં કરણોમાં સમાન છે. કહ્યું છે - “પ્રાણ વગેરે પાંચ વાયુઓ બધાં કરણોમાં સમાનપણે રહે છે.” (સાંખ્ય કારિકા, ૨૯). એમનાથી લક્ષિત થતું હોવાથી એ પ્રયત્નનું કાર્ય પાંચ પ્રકારનું છે. પ્રાણ નાસિકાના અગ્રભાગથી હૃદય સુધી રહેલાં છે. ખાધેલા, પીધેલા આહારના પરિણામ રૂપ રસોને તે તે સ્થાનમાં સમાન કે અનુરૂપ પણ લઈ જતો હોવાથી સમાન કહેવાતો વાયુ હૃદયથી નાભિસુધી રહે છે. મળ, મૂત્ર, ગર્ભ વગેરેને દૂર હડસેલવામાં હેતુભૂત અપાન વાયુ નાભિથી પગનાં તળિયાં સુધી પ્રવર્તે છે. રસાદિને ઊપર લઈ જનાર ઉદાનવાયુ નાસિકાના અગ્રભાગથી મસ્તક સુધી ગતિશીલ રહે છે. વ્યાન બધે વ્યાપક છે. આ બધામાં પ્રાણ મુખ્ય છે. કારણ કે એના ઉત્ક્રમણથી બધાના ઉત્ક્રમણની શ્રુતિ છે. “પ્રાણનું ઉત્ક્રમણ થતાં, બધા પ્રાણો એની પાછળ ઉત્ક્રમણ કરે છે.” (બૃહ. ઉપ. ૪૪.૨)
આમ સ્થાન અને કાર્યના ભેદથી પ્રાણ વગેરેના ભેદને રજૂ કરી, “ઉદાનજયાત” વગેરે સૂત્રના અર્થનો નિશ્ચય કરે છે. ઉદાનમાં સંયમ કરીને એને જીતવાથી જળ વગેરેથી પ્રતિઘાત પામતો નથી, અને મૃત્યુ વખતે અર્ચિરાદિમાર્ગે ઉત્ક્રાન્તિ થાય છે. ઉત્ક્રાન્તિને પોતાના વશમાં કરે છે. પ્રાણ વગેરે પર સંયમ વડે, એમનો જય થતાં, એમના સ્થાન અને કાર્યના વિજયોને પણ જાણી લેવા જોઈએ.૩૯
समानजयाज्ज्व लनम् ॥४०॥ સમાનવાયુના જયથી અગ્નિની જેમ પ્રદીપ્ત બને છે. ૪૦
માર્ગ जितसमानस्तेजस उपध्मानं कृत्वा ज्वलति ॥४०॥ સમાનને જીતનાર યોગી તેજને ઉત્તેજિત કરી પ્રદીપ્ત થાય છે. ૪૦
तत्त्व वैशारदी समानजयाज्ज्वलनम् । तेजसः शरीरस्योपध्मानमुत्तेजनम् ॥४०॥ શરીરસ્થિત તેજને ઉત્તેજિત કરવું ઉપખાન કહેવાય છે. ૪૦