________________
પા. ૩ સૂ. ૧૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૨૮૭
આત્મભૂત સર્વાર્થતા અને એકાગ્રતારૂપ ધર્મોનો ક્ષય અને ઉદય- એટલે કે સર્વાર્થતાનો ક્ષય અને એકાગ્રતાનો ઉદય- એ બંનેમાં અનુગત ચિત્ત સમાહિત બને છે. આ રીતે પૂર્વાપરના ક્રમથી સિદ્ધ કરવામાં આવતા સમાધિરૂપ વિશેષવાળું ચિત્ત બને છે. ૧૧
ततः पुनः शान्तोदितौ तुल्यप्रत्ययौ चित्तस्यै
काग्रतापरिणामः ॥१२॥ તેનાથી વારંવાર શાન્ત અને ઉદિત પ્રત્યયો એકસરખા બને એ ચિત્તનું એકાગ્રતાપરિણામ છે. ૧૨.
भाष्य
समाहितचित्तस्य पूर्वप्रत्ययः शान्त उत्तरस्तत्सदृश उदितः । समाधिचित्तमुभयोरनुगतं पुनस्तथैवासमाधिभेषादिति । स खल्वयं धर्मिणश्चित्तस्यैकाग्रतापरिणामः ॥१२॥
સમાહિત ચિત્તની પહેલી વૃત્તિ શાન્ત હોય છે. પછીની પણ એના જેવી ઉદય પામે છે. સમાહિત ચિત્ત એ બંનેમાં અનુગત રહે છે. સમાધિ છૂટે નહીં, ત્યાં સુધી ચિત્ત આ રીતે એકાગ્ર રહે છે. એ ધર્મી ચિત્તનું એકાગ્રતાપરિણામ છે. ૧૨
तत्त्व वैशारदी ततः पुनः शान्तोदितौ तुल्यप्रत्ययौ चित्तस्यैकाग्रतापरिणामः । ततः पुनः समाधेः पूर्वापरीभूताया अवस्थायाः निष्पत्तौ सत्यां शान्तोदितावतीतवर्तमानौ, तुल्यौ च तौ प्रत्ययौ चेति तुल्यप्रत्ययौ । एकाग्रतायां तु द्वयोः सादृश्यम् । समाहितचित्तस्येति समाधिनिष्पत्तिर्दर्शिता, तथैवैकाग्रमेव । अवधिमाह-आ समाधिभ्रेषाद् _शादिति ॥१२॥
“તતઃ પુનઃ” એટલે ત્યારે પછી-સમાધિની પ્રથમ અને પછીની અવસ્થાઓની ઉત્પત્તિ થતાં-શાન્ત એટલે અતીત અને ઉદિત એટલે વર્તમાન બંને પ્રત્યયો એકસરખા હોય છે, એમ કહીને એકાગ્રતામાં એ બંને સમાન હોય છે, એમ જણાવ્યું. સમાહિત ચિત્તવાળા યોગીને સમાધિપ્રાપ્તિ દર્શાવી. એનું ચિત્ત એકાગ્ર જ રહે છે. એનો અવધિ દર્શાવતાં કહ્યું કે સમાધિ છૂટે નહીં ત્યાં સુધી. ૧૨