________________
૨૬ ૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૪૯
વિષ્ણુપુરાણ ૬.૭.૩૯માં પણ “ભદ્રાસન વગેરેના ગુણોવાળા આસનનો આશ્રય કરીને યોગાભ્યાસ કરવો જોઈએ.” એવો ઉલ્લેખ છે. ૪૮
तस्मिन्सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः ॥४९॥
આસન સિદ્ધ થયા પછી શ્વાસોચ્છવાસની ગતિનો વિચ્છેદ પ્રાણાયામ છે. ૪૯
भाष्य - सत्यासनजये बाह्यस्य वायोराचमनं श्वासः । कौष्ठ्यस्य वायोनिःसारणं प्रश्वासः । तयोर्गतिविच्छेद उभयाभावः प्राणायामः ॥४९॥
આસન જીત્યા પછી બહારના વાયુના આચમનરૂપ શ્વાસ અને કોઠાના વાયુના બહાર નીકળવારૂપ પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ- બંનેનો અભાવ થવો- પ્રાણાયામ છે.
तत्त्व वैशारदी आसनानन्तरं तत्पूर्वकतां प्राणायामस्य दर्शयंस्तल्लक्षणमाह-तस्मिन्सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः । रेचकपूरककुम्भकेष्वस्ति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः इति प्राणायामसामान्यलक्षणमेतदिति । तथा हि- यत्र बाह्यो वायुराचम्यान्तर्धार्यते पूरके तत्रास्ति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः । यत्रापि कोष्ठ्यो वायुविरेच्य बहिर्धार्यते रेचके तत्रास्ति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः । एवं कुम्भकेऽपीति । तदेतद्भाष्येणोच्यते- सत्यासनजय રૂતિ II૪૨
તસ્મિનું સતિ” વગેરે સૂત્રથી આસન પછી, એટલે પ્રાણાયામ પહેલાં આસનજય થવો જરૂરી છે, એમ દર્શાવતાં એનું લક્ષણ કહે છે. રેચક, પૂરક અને કુંભકમાં શ્વાસોચ્છવાસની ગતિ અટકે છે, એ પ્રાણાયામનું સામાન્ય લક્ષણ છે. પૂરક વખતે બહારના વાયુને અંદર લઈ, ધારણ કરવો પડે છે, તેથી એમાં એની ગતિ અટકે છે, તેમજ રેચક વખતે કોઠાના વાયુને બહાર કાઢીને રોકવો પડે છે, એમાં પણ એની ગતિ અટકે છે. કુંભકમાં પણ એમ જ બને છે. “સત્યાસન ” વગેરે ભાષ્યથી ભાષ્યકાર આ વાત સ્પષ્ટ કરે છે. ૪૯