________________
પા ૨ સૂ. ૧૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૦૧
અસ્મિતાલક્ષણવાળા અવિશેષના વિશેષ છે. આ સોળ ગુણોનાં વિશેષ પરિણામો છે.
છ અવિશેષો નીચે મુજબ છે : જેમકે એક, બે, ત્રણ, ચાર અને પાંચ લક્ષણોવાળી શબ્દ તન્માત્રા, સ્પર્શતક્નાત્રા, રૂપતન્માત્રા, રસતન્માત્રા અને ગંધતન્માત્રાથી ઉત્પન્ન થયેલા શબ્દ વગેરે પાંચ અવિશેષો છે, અને અમિતામાત્ર છઠ્ઠો અવિશેષ છે. આ બધા સત્તામાત્રરૂપ મહાન આત્મા (મહત્તત્ત્વ)નાં છ અવિશેષ પરિણામ છે. જે અવશેષોથી પર લિંગમાત્ર મહત્તત્ત્વ છે, એ સત્તામાત્ર મહાન્ આત્મામાં આ છ વિશેષો રહીને, પોતાના વિકાસની પરાકાષ્ઠા અનુભવે છે, અને પાછા ઊલટા ક્રમથી એ જ સત્તામાત્ર મહાન્ આત્મામાં રહી, જે સત્તા અને અસત્તારૂપ ધર્મોવિનાનું, સત્ અને અસત્ (કાર્ય અને કારણ) વિનાનું, છતાં અસત્ (આકાશકુસુમ જેવું) નથી, એવું અવ્યક્ત, અલિંગ પ્રધાન (ગુણસામ્યવસ્થારૂપ પ્રકૃતિ) છે, એમાં લીન થાય છે. આ એમનું લિંગમાત્ર પરિણામ છે, અને સત્તા તેમજ અસત્તારૂપ ધર્મોથી રહિત અલિંગ પરિણામ છે.
અલિંગ અવસ્થામાં પુરુષાર્થ કારણ નથી. પ્રકૃતિની પહેલી અલિંગ અવસ્થામાં પુરુષનો કોઈ હેતુ પાર પાડવાની શક્યતા નથી, તેથી એમાં પુરુષાર્થતા કારણરૂપ બનતી નથી. અને એ પુરુષાર્થને કારણે થયેલી ન હોવાથી નિત્ય કહેવાય છે. અને ત્રણ અવસ્થાઓ (લિંગ, અવિશેષ અને વિશેષ)ની ઉત્પત્તિમાં પુરુષાર્થતા કારણ રૂપ હોય છે. એ અર્થ (પુરુષાર્થ) હતુ કે કારણ હોવાથી તેઓ અનિત્ય કહેવાય છે. ગુણો બધા ધર્મોમાં અનુગત (રહેતા) હોવાથી અસ્ત કે ઉદય પામતા નથી. ગુણોથી ઉત્પન્ન થતી વ્યક્તિઓ (પદાર્થો) અતીત અને અનાગત રૂપવાળી, ઉત્પત્તિ અને નાશ ધર્મવાળી છે. તેથી ગુણો પણ જાણે ઉત્પન્ન અને નાશ થતા હોય એવા જણાય છે. દાખલા તરીકે દેવદત્ત ગરીબ છે. કેમ ? કારણ કે એની ગાયો મરી જાય છે. ગાયોના મરણથી એની ગરીબાઈ છે, સ્વરૂપનાશથી નહીં, એવું આ બેનું સમાધાન એકસરખું છે.
અલિંગ (પ્રકૃતિ)ની નજીક રહેલું, અને એમાં ભળેલું લિંગ (સૃષ્ટિ વખતે) એનાથી વિભક્ત થાય છે, કારણ કે સર્જન પ્રક્રિયામાં ક્રમનું અતિક્રમણ