________________
૧૭૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૧૩
કર્મથી નક્કી થાય છે, જેનો કાળ ભિન્નભિન્ન અવધિવાળો હોય છે. એ આયુષ્ય (જીવન)માં એ જ કર્મ સુખદુઃખ અનુભવરૂપ ભોગ, અગાઉ જણાવેલા બે (જન્મ અને આયુષ્ય) સાથે સંકલિત રૂપે નિશ્ચિત કરે છે. આમ આ કર્ભાશય જન્મ, આયુષ્ય અને ભોગ એ ત્રણેનો હેતુ હોવાથી “ત્રિવિપાક” કહેવાય છે. “અતઃ એક ભવિકઃ કર્ભાશયઃ ઉક્તઃ'થી કર્મના સ્વીકૃત નિયમ વિષેની ચર્ચા પૂરી કરતાં કહે છે કે કર્ભાશય એક- ભવિક (એક જન્મનું કારણ) છે. એક ભવ જેને છે એ એ કભવિક કહેવાય. “એક ભવ” શબ્દને પાણિનિના સૂરો “પૂવકીલ” (અષ્ટાધ્યાયી, ૨.૧.૪૯)થી મત્વર્ગીય ઠફ થતાં એકભવિક શબ્દ બને છે. ક્યાંક “ઐકભવિક” પાઠ છે. ત્યાં એક ભવ શબ્દને હોવું એવા અર્થમાં ઠફ પ્રત્યય થાય છે. એક જન્મથી મર્યાદિત હોવાપણું એવો એનો અર્થ થાય.
દષ્ટજન્મવેદનીયત્વે કવિપાકારંભી...” વગેરેથી સિદ્ધાન્ત તરીકે સ્વીકારેલા એકભાવિકનું ત્રિવિપાકપણું કહીને, દષ્ટજન્મવેદનીય, ઐહિક કર્મના ત્રિવિપાકપણાને (એની વિશેષતાને કારણે)જુદું પાડીને કહે છે. જેમનું આયુષ્ય આઠ જ વર્ષનું હતું, એવા નન્દીશ્વર મનુષ્ય તરીકે જન્મ્યા હતા. તીવ્ર વૈરાગ્યપૂર્વક શ્રેષ્ઠ ઉપાયોના અનુષ્ઠાનથી ઉત્પન્ન થયેલા વિશેષ પ્રકારના પુણ્યથી (વધારાનું) લાંબું આયુષ્ય અને (દિવ્ય) ભોગ એમને પ્રાપ્ત થયા હતા, તેથી એમનો કર્ભાશય દ્વિવિપાક કહેવાય. નહુષને પોતાના કર્મથી ઈન્દ્રપદની પ્રાપ્તિવાળું આયુષ્ય મળ્યું હતું, પણ અગમ્ય મુનિને લાત મારવાના પાપકર્મથી તિર્યફ તરીકે દુઃખભોગ પ્રાપ્ત થયો હતો, એ એનું વિશેષ પ્રકારનું પાપ ફક્ત ભોગનું કારણ હતું.
જેમ કર્ભાશય એકભવિક હોય છે, એમ કર્મફળથી ઉત્પન્ન થતી, ભોગને અનુકુળ ક્લેશ વાસનાઓ પણ એકભવિક છે ? જો વાસનાઓ પણ એકભવિક હોય તો મનુષ્ય તિર્યયોનિને પ્રાપ્ત કર્યા પછી, પશુજાતિને યોગ્ય ભોગ અનુભવી શકે નહીં. (કારણ કે એવા ભોગને અનુકૂળ વાસના છે જ નહીં). આ શંકાના સમાધાન માટે “ક્લેશકર્મવિપાકનુભવ..” વગેરેથી કહે છે કે અનાદિકાળથી
ક્લેશો અને કર્મફળના અનુભવોથી પેદા થયેલી વાસનાઓથી રંગાયેલું ચિત્ત વિવિધરંગી ચિત્ર જેવું કે ઘણી ગાંઠોવાળી માછલાં પકડવાની જાળ જેવું છે. માટે વાસનાઓ ઘણા જન્મોમાં ઉત્પન્ન થયેલી માનવી જોઈએ. સંમૂછિત એટલે ભેગાં મળીને એક શક્તિરૂપ બનેલું ચિત્ત. ધર્માધર્મરૂપ કર્ભાશયથી ભેદ દર્શાવવા “યે સંસ્કારાઃ સ્મૃતિeતવઃ તાઃ વાસના, તાશ્ચાનાદિકાલીના માંથી કહે છે કે જે સંસ્કારો સ્મૃતિના હેતુ છે, એ જ વાસનાઓ છે. અને એ વાસનાઓ અનાદિકાલીન છે.
ઉત્સર્ગ (સિદ્ધાન્ત) તરીકે સ્વીકારેલા એકભવિકવાદમાં અપવાદ બતાવતા