________________
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૧૩
यत्त्वदृष्टजन्मवेदनीयं कर्मानियतविपाकं तन्नश्येदावापं वा गच्छेदभिभूतं वा चिरमप्युपासीत, यावत्समानं कर्माभिव्यञ्जकं निमित्तमस्य न विपाकाभिमुखं करोतीति । तद्विपाकस्यैव देशकालनिमित्तानवधारणादियं कर्मगतिर्विचित्रा दुर्विज्ञाना चेति । न चोत्सर्गस्यापवादान्निवृत्तिरित्येकभविकः માંશયો-સ્નુજ્ઞાયત કૃતિ પ્રા
૧૬૨]
ક્લેશો હોય તો કર્માશય ફળ આપવાનો આરંભ કરે છે, ક્લેશરૂપ મૂળ ઉખાડી નાખ્યું હોય તો નહીં. જેમ છોતરાંવાળી ડાંગર જો બળેલા બીજ ભાવવાળી ન હોય તો ઊગવા સમર્થ બને છે, છોતરાં દૂર કર્યા પછી અથવા બીજભાવ બાળ્યા પછી નહીં. એમ ફ્લેશોથી વીંટળાયેલો કર્માશય પક્વ બનીને ફળ આપે છે, ક્લેશો દૂર કર્યા પછી અથવા પ્રસંખ્યાનથી બીજભાવ બાળ્યા પછી નહીં. એ વિપાક જન્મ, આયુ અને ભોગ એમ ત્રણ પ્રકારનો હોય છે.
આ વિષયમાં એવું વિચારવામાં આવે છે કે એક કર્મ એક જન્મનું કારણ હોય છે કે અનેક જન્મોનું ? બીજી વિચારણા એવી છે કે અનેક કર્મો અનેક જન્મોનાં હેતુ હોય છે કે એક જન્મનાં ? એક કર્મ એક જન્મનું કારણ ન હોઈ શકે, કારણ કે અનાદિકાળથી સંચિત અસંખ્ય બાકી રહેલાં કર્મોનું અને વર્તમાન જન્મમાં કરવામાં આવતાં (ક્રિયમાણ) કર્મોનું ફળ મળવામાં ક્રમનો નિયમ ન હોવાથી લોકો વિશ્વાસ નહીં કરે, અને એ અનિષ્ટ છે. અને એક કર્મ જ અનેક જન્મોનું કારણ નથી. કેમ ? ઘણાં કર્મોમાંથી એક એક કર્મ જ અનેક જન્મોનું કારણ બને, તેથી બાકી રહેલાં કર્મોના વિપાક માટે સમય રહે નહીં, એ પણ અનિષ્ટ છે. અને અનેક કર્મો અનેક જન્મોનું કારણ નથી. કેમ ? અનેક જન્મો એકીસાથે સંભવે નહીં, માટે ક્રમથી થાય એમ કહેવું પડે, અને આ રીતે પણ અગાઉ જણાવેલા દોષનો પ્રસંગ આવે.
માટે જન્મ અને મરણ વચ્ચેના ગાળામાં કરેલો પુણ્ય અને અપુણ્ય કર્મોના આશયનો સંચય વિચિત્ર છે. એ મુખ્ય અને ગૌણભાવથી રહેલો છે. એ મૃત્યુવખતે પ્રગટ થઈ, એક સાંકળરૂપે મળીને, મરણ લાવીને એક જ જન્મ કરે છે. એ જન્મ એ જ કર્મથી આયુષ્ય નક્કી કરે છે, અને એ આયુષ્યમાં એ જ કર્મથી ભોગ પણ નક્કી થાય છે. આ કર્માશય જન્મ,