________________
૯૮]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૩૭,૩૮
જ્યોતિષ્મતી ભૂમિનું ફળ કહે છે (કે એનાથી યોગીનું ચિત્ત સ્થિરતા પ્રાપ્ત કરે છે.) ૩૬
वीतरागविषयं वा चित्तम् ॥३७॥ અથવા રાગરહિત ચિત્તને (અવલંબવાથી ચિત્ત સ્થિર થાય છે). ૩૭
भाष्य वीतरागचित्तालम्बनोपरक्तं वा योगिनश्चित्तं स्थितिपदं लभत રૂતિ રૂછા
અથવા વીતરાગ (મહાત્મા)ના ચિત્તના અવલંબનથી (એ રંગે) રંગાયેલું ચિત્ત સ્થિર થાય છે. ૩૭
तत्त्व वैशारदी वीतरागविषयं वा चित्तम् । वीतरागाः कृष्णद्वैपायनप्रभृतयस्तेषां चित्तं तदेवालम्बनं तेनोपरक्तमिति ॥३७॥
કૃષ્ણ દ્વૈપાયન વગેરે વીતરાગ મહાત્માઓ છે. એમનું ચિત્ત એ જ અવલંબન છે જે ચિત્તનું, એ એના રંગે રંગાઈને સ્થિર થાય છે. ૩૭
स्वजनिद्राज्ञानालम्बनं वा ॥३८॥ અથવા સ્વપ્ન કે નિદ્રાના જ્ઞાનના અવલંબનથી ચિત્ત સ્થિર થાય છે. ૩૮
भाष्य स्वप्नज्ञानालम्बनं वा निद्राज्ञानालम्बनं वा तदाकारं योगिनश्चित्तं स्थितिपदं लभत इति ॥३८॥
સ્વપ્નજ્ઞાનના અવલંબનવાળું કે નિદ્રાજ્ઞાનના અવલંબનવાળું આંગીનું ચિત્ત તદાકાર બનીને સ્થિરતા પ્રાપ્ત કરે છે. ૩૮