________________
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૩૧
કે એ શરીરને ધારણ કરે છે. ખાધેલા, પીધેલા આહારનું વિશેષ પ્રકારનું પરિણામ રસ છે. કરણો એટલે ઇન્દ્રિયો. એમનું વૈષમ્ય એટલે ઓછાવત્તાપણું. અકર્મણ્યતા એટલે કર્મ કરવા માટેની યોગ્યતાનો અભાવ. સંશય એટલે બંને છેડાઓને સ્પર્શતું જ્ઞાન. પદાર્થના પોતાના રૂપમાં પ્રતિષ્ઠિત ન હોવાથી સંશય અને વિપર્યાસ જુદા નથી. પરંતુ બંને કોટિઓને સ્પર્શવું અને ન સ્પર્શવું, એવી અવાન્તર (ગૌણ) ભેદરૂપ વિશેષતા કહેવાની ઇચ્છાથી બંનેનો જુદો ઉલ્લેખ કર્યો છે. (સમાધિ-ઉપાયનું) અભાવન એટલે (અનુષ્ઠાન) ન કરવું કે પ્રયત્ન ન કરવો. શરીરનું ભારેપણું ફ વગેરેથી, ચિત્તનું ભારેપણું તમોગુણથી થાય છે. ગર્દ્ર એટલે ઝંખના. મધુમતી વગેરે સમાધિની ભૂમિઓ છે. સમાધિભૂમિ પ્રાપ્ત થાય, છતાં એમાં સંતોષ માની લેવામાં આવે તો એનાથી ઊંચી ભૂમિ ન મેળવી શકાય, અને મેળવેલી ભૂમિ પણ છૂટી જાય. તેથી (મેળવેલી ભૂમિમાં) સમાધિમાં સ્થિરતા થાય એ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૩૦
૮૨ ]
दुःखदौर्मनस्याङ्गमेजयत्वश्वासप्रश्वासा विक्षेपसहभुवः ॥३१॥ દુઃખ, હતાશા, અંગકંપન અને શ્વાસોચ્છ્વાસ વિક્ષેપ સાથે ઉત્પન્ન થાય છે. ૩૧
भाष्य
दुःखमाध्यात्मिकमाधिभौतिकमाधिदैविकं च । येनाभिहताः प्राणिनस्तदुपघाताय प्रयतन्ते तद्दुःखम् । दौर्मनस्यमिच्छाविघाताच्चेतसः क्षोभः । यदङ्गान्येजयति कम्पयति तदङ्गमेजयत्वम् । प्राणो यद्वाह्यं वायुमाचामति स श्वासः । यक्तौष्ठ्यं निःसारयति स प्रश्वासः । एते विक्षेपसहभुवो विक्षिप्तचित्तस्यैते भवन्ति । समाहितचित्तस्यैते न भवन्ति ॥૨॥
દુઃખ, આધ્યાત્મિક આધિભૌતિક અને આધિદૈવિક એમ ત્રણ પ્રકારનું છે. જેમના આધાતથી ત્રાસેલાં પ્રાણીઓ, એમને નિવારવા પ્રયત્ન કરે છે, એ દુઃખો છે. ઇચ્છા પૂરી ન થતાં ચિત્તમાં થતો ક્ષોભ દૌર્મનસ્ય છે. અંગોમાં કંપન થાય એ અંગમેજયત્વ છે. પ્રાણ બહારના વાયુનું આચમન કરે એ શ્વાસ અને અંદરના કોઠાના વાયુને બહાર કાઢે એ પ્રશ્વાસ છે. આ બધા વિક્ષેપ સાથે ઉત્પન્ન થતા હોવાથી, વિક્ષિપ્ત ચિત્તવાળા લોકોમાં જોવા મળે