________________
[3]
છે, પણ એ પ્રતિબિંબો ગુણોને કારણે હોવાથી, છેવટે એ કોનાં પ્રતિબિમ્બો છે, એમ શુદ્ધ સત્ત્વમય ચિત્તથી વિચારી બિમ્બભૂત કેવળ, મૂળ પુરુષનો નિશ્ચય કરવાથી એની અનંતતા અને અદ્વિતીયતા સમાધિનિષ્ઠ યોગીના સમજવામાં આવે છે. આવી અભુત સર્વગ્રાહી, સમન્વયદષ્ટિનો નમૂનો જુઓ : “ટોપરું વિત્ત સર્વાર્થ, યોગસૂ. ૪.૨૩ આ સૂત્રપર વ્યાસમુનિનું ભાષ્ય: “મનો દિ મન્તવ્યનાર્થે પરમ્ તસ્વયં च विषयत्वाद्विषयिणा पुरुषेणात्मीयया वृत्त्याभिसम्बद्धम् । तदेतच्चित्तं द्रष्टदृश्योपरक्तं विषयविषयिनिर्भासं चेतनाचेतनस्वरूपापत्रं विषयात्मकमप्यविषयात्मकमिवाचेतनंचेतनमिव स्फटिकमणिकल्पं सर्वार्थमित्युच्यते ।
तदनेन चित्तसारूप्येण भ्रान्ताः केचित्तदेव चेतनमित्याहुः । अपरे चित्तमात्रमेवेदं सर्व, नास्ति खल्वयं गवादिर्घटादिश्च सकारणो लोक इति । कस्मात् ? अस्ति हि तेषां भ्रान्तिबीजं सर्वरूपाकारनिर्भासं चित्तम् इति । समाधिप्रज्ञायां प्रज्ञेयोऽर्थः प्रतिबिम्बीभूतस्तस्यालम्बनीभूतत्वादन्यः । स चेदर्थश्चित्तमात्रं स्यात्कथं प्रज्ञयैव प्रज्ञारूपमवधार्येत । तस्मात्प्रतिबिम्बीभूतोऽर्थः प्रज्ञायां येनावधार्यते स पुरुष इति । एवं ग्रहीतृग्रहणग्राह्यस्वरूपचित्तभेदात्रयमप्येतज्जातितः प्रविभजन्ते ते सम्यग्दर्शिनस्तैरधिगतः પુરુષ: તિ |
“દ્રષ્ટા અને દશ્યથી રંગાયેલું ચિત્ત બધા પદાર્થરૂપ છે.”
મન મંતવ્ય (ય) પદાર્થના રંગે રંગાય છે, અને પોતે આત્માનો વિષય હોવાથી વિષથી પુરુષ સાથે પોતાની વૃત્તિથી સંબંધિત છે. આવું દ્રષ્ટા.અને દશ્યથી રંગાયેલું, વિષય અને વિષયી બંનેને પ્રગટ કરતું, ચેતન અને અચેતન સ્વરૂપવાળું, વિષયરૂપ છતાં અવિષયરૂપ, અચેતન છતાં ચેતન જેવું જણાતું, સ્ફટિકમણિ જેવું ચિત્ત સર્વાર્થ કહેવાય છે.
ચિત્તના આવા સારૂપ્યથી ભ્રાન્ત બનેલા કેટલાક લોકો ચિત્તને જ ચેતન માને છે. કેટલાક બીજા લોકો આ બધું (જગત) ચિત્તમાત્ર છે, ગાય, ઘડો વગેરે સકારણ લોક છે જ નહીં, એમ કહે છે. તેઓ દયનીય છે, કારણ કે એમની ભ્રાન્તિનું બીજ બધા આકારોને પ્રકાશિત કરતું ચિત્ત છે. સમાધિપ્રજ્ઞામાં શેયપદાર્થ (આત્મા) પ્રતિબિંબિત થઈને એના આલંબન રૂપ બનેલો હોવાથી અન્ય છે. એ પદાર્થ જો ચિત્તમાત્ર હોય તો પ્રજ્ઞા વડે પ્રજ્ઞાના સ્વરૂપનો નિશ્ચય કેવી રીતે થાય? તેથી પ્રજ્ઞામાં પ્રતિબિંબિત થયેલા પદાર્થનો જેના વડે નિશ્ચય થાય છે, એ પુરુષ છે. આમ ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્યરૂપવાળા ચિત્તના ભેદોને એમની જાતિ મુજબ જુદા પાડીને જેઓ જાણે છે, એ પુરુષો સમ્યગ્દર્શનવાળા છે, એમણે પુરુષને જામ્યો છે.”