________________
ત્રિમંત્ર
ત્રિમંત્ર
તેનાં લઈને પી ગયા. તે અમે ય એવાં પ્યાલા પીને મહાદેવજી થયા. તમારે મહાદેવજી થવું હોય તો એવું કરજો. હજુ ય શું નાસી ગયું છે ?! પાંચ-દશ વર્ષ પીવાય તો ય બહુ થઈ ગયું, તો મહાદેવજી થઈ જવાય. તમે તો એ પ્યાલો પાય તે પહેલાં તો એને પાઈ દો છો ! “લે, મારે મહાદેવજી થવું નથી, તે મહાદેવજી થા' કહે છે !
શિવોહં બોલાય ક્યારે ? પ્રશ્નકર્તા કેટલાંક લોકો ‘શિવોહં, શિવોહં' એ પ્રમાણે બોલે છે, તે શું છે ?
દાદાશ્રી : એવું હતુંને કે જે પહેલાં શિવસ્વરૂપ થયા હતા, આ કાળમાં નહીં, આગલા કાળમાં શિવસ્વરૂપ થયેલા હોય તે ‘શિવોહં' બોલે. તેની નકલો આ લોકોએ, એમના પાછળ શિષ્યોએ કરી અને એની નકલ આ શિષ્યોનાં શિષ્યોએ તેનાં શિષ્યોએ કરી. તે બધાં નકલ કરે છે. તેથી કરીને શિવ થઈ જાય ? ઘેર રોજ બૈરી જોડે વઢવાડ થાય છે અને પેણે ‘શિવોહં શિવોહં' કરે છે. અલ્યા, શિવને શું કરવા વગોવે છે ? બૈરી જોડે વઢવાડ કરતો હોય ને ‘શિવોહં' બોલતો હોય, તો શિવ વગોવાય કે ના વગોવાય ?!
થવું જોઈએ. બેભાનપણાથી તો આપણા ઘણાં લોકો બોલ્યા, ‘અહમ્ બ્રહ્માસ્મિ' ! અલ્યા, શાનો પણ ?! બ્રહ્મ શું ને બ્રહ્માસ્મિ શું ?! તું શું સમજ્યો, તે બોલ બોલ કરે છે ?' પેલા લોકોએ એવું જ શીખવાડ્યું હતું
અહમ્ બ્રહ્માસ્મિ”. પણ તેનો અનુભવ થવો જોઈએ. તમે શુદ્ધાત્મા છો પણ શુદ્ધાત્માનો પોતાને અનુભવ થવો જોઈએ. એમ ને એમ બોલાય નહીં. શિવોહં બોલાય ખરું ? તમને કેમ લાગે છે ? અનુભવ થયા સિવાય બોલાય નહીં. એ તો આપણે સમજવાનું કે છેવટે આપણું સ્વરૂપ શિવનું છે. પણ એવું બોલાય નહીં. નહીં તો બોલવાથી પછી બીજા વચલાં સ્ટેશન બધા રહી જાય.
પ્રશ્નકર્તા: ‘શિવોહં' બોલે તો પણ એ અજ્ઞાનતામાં જ બોલેને ? સમજતો નથી માટે એ બોલે છે.
દાદાશ્રી : હા, અજ્ઞાનતાથી બોલે છે. પણ મનમાં તો એમ જ રહેને કે “આપણે શિવોહં' એટલે ‘હું શિવ જ છું'. એટલે હવે કશી પ્રગતિ કરવાની રહી નહીં. એટલું તો સમજે મહીં પાછું અને સોહ્ન બોલે છે તે બોલાય. સોહ્નનું ગુજરાતી શું થાય ?
પ્રશ્નકર્તા : ‘તે હું છું.”
દાદાશ્રી : ‘તે હું છું” એ બોલાય પણ શિવોહં ના બોલાય. ‘તે હું છું એટલે જે આત્મા છે કે ભગવાન છે, ‘તે હું છું” એવું બોલાય. ‘તુંહી, તુંહી’ બોલાય. પણ “હુંહી, હુંહી” ના બોલાય. ‘હું જ છું” એવું ના બોલાય, ‘તુંહી, તુંહી’ બોલાય. કારણ કે ત્યારે અજ્ઞાનતામાં “હું” ને “તું” બે જુદું છે જ પહેલેથી. અને તે બોલે છે એમાં ખોટું ય શું છે ? તે હું છું, એ બે જુદું જ છે !
પ્રશ્નકર્તા : શિવોહં એટલે શું ? દાદાશ્રી : મારે શિવ થવાનું છે, એ લક્ષે પહોંચવાનું એવું એ કહે
પ્રશ્નકર્તા : જેટલો વખત ‘શિવોહં' બોલે એટલો વખત તો બૈરી જોડે નથી લઢતોને ?
દાદાશ્રી : ના, ‘શિવોહં' બોલાય જ નહીં. એ તો પછી એને આગળ જવાના માર્ગદર્શનની જરૂર જ ના રહીને ? કારણ કે છેલ્લા સ્ટેશનની વાત ચાલી એટલે પછી હવે બીજાં સ્ટેશને જવાની જરૂર જ ના રહીને ?! બોલાય નહીં. જ્યાં સુધી પોતાની પાસે છેલ્લા સ્ટેશનનું લાયસન્સ આવે નહીં ત્યાં સુધી ‘શિવોહં' બોલાય નહીં. ‘હું શુદ્ધાત્મા છું” એવું ય ના બોલાય. એ ભાન થવું જોઈએ. જે કંઈ બોલો છો, તેનું ભાન