________________
ત્રિમંત્ર
૨૩
ત્રિમંત્ર દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : અને આત્મદેશા સાથે એટલે આત્માનો અનુભવ થાય ?
દાદાશ્રી : એ આત્મદશા સાધે એટલે અનુભવ તરફ દોટ મૂકે, સાધના કરે. એટલે સાધનાનો શો અર્થ છે ? “આતમ્ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે !” પણ આત્મભાવના એ એને લાધવી જોઈએ ને ! અમે અહીં જે આ જ્ઞાન આપીએ છીએને એ આત્મદશા જ સાથે છે એ અને સાધ્યા પછી એને આગળ પછી દશા પ્રાપ્ત થાય છે ને તેમાંથી પછી જેમ જેમ આગળ વધે તેમ ઉપાધ્યાય દશા કોઈને પ્રાપ્ત થઈ હોય. પછી આ છેલ્લું પદ કયું અત્યારે જઈ શકે છે, આપણે અહીં આગળ ? કે આચાર્યપદ સુધી જઈ શકે છે. એથી આગળ જઈ શકતાં નથી.
પ્રશ્નકર્તા: આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આ આત્મદશા સાધે છે કે નહીં ?
હિસાબે આમને સાધુ કહેવાય. બાકી અત્યારે તો સાધુ-ત્યાગીઓનો ક્રોધ ઊઘાડો દેખાઈ જાય છેને ! અરે, સંભળાય છે હઉ ! જે ક્રોધ સંભળાય એવો હોય એ ક્રોધ કેવો કહેવાય ?
પ્રશ્નકર્તા : અનંતાનુબંધી ?!
દાદાશ્રી : હા, જે ક્રોધ ખખડાટ કરે, સંભળાય આપણને એ અનંતાનુબંધી કહેવાય.
ૐતું સ્વરૂપ ! પ્રશ્નકર્તા: ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ? દાદાશ્રી : હા, એ સમજીને બોલીએ તો ધર્મધ્યાન થાય. પ્રશ્નકર્તા : નવકાર મંત્રને બદલે એટલું કહીએ તો ચાલે ?
દાદાશ્રી : હા. પણ તે સમજીને કરે તો ! આ લોકો બોલે છે એ તો અર્થ વગરનું છે. ખરો નવકાર મંત્ર તો બોલાય ત્યાર પછી ઘરમાં ક્લેશ થતો અટકી જાય. અત્યારે ક્લેશ બધાં અટકી ગયેલાં છેને, બધાને ઘેર ઘેર ?
પ્રશ્નકર્તા : ના અટકે.
દાદાશ્રી : ચાલુ જ છે ? તો એ ક્લેશ થતો અટકી ના જાય તો જાણવું કે હજુ આ નવકાર મંત્ર સારી રીતે સમજીને બોલતાં નથી.
આ નવકાર મંત્ર છે તે બોલજે એટલે કેં ખુશ થઈ જશે, ભગવાન ખુશ થઈ જશે. આ એકલું ૐ બોલવાથી ૐ ખુશ ના થાય કોઈ દહાડોય ! માટે આ નવકાર મંત્ર બોલજેને ! આ નવકાર મંત્ર એ જ ૐ છે ! એ બધાનું ટૂંકાક્ષરી છે, એ 3ૐ શબ્દ મૂકેલો છે. આ બધું ભેગું આની મહીં આવી ગયું, તે એનું નામ ૐ મૂક્યો. લોકોને લાભ થવા માટે કર્યું આ કરનારાઓએ, પણ લોકોને સમજણ નહીં તે ઊંધું બફાઈ ગયું.
દાદાશ્રી : હા, તે આપણે એના બાધક ગુણ જોઈ લઈએ તો ખબર પડી જાય. આત્મદશા સાધનારો માણસ સાધક એકલો જ હોય, બાધક ના હોય. સાધુઓ હંમેશા સાધક હોય અને આ સાધુઓ જે છે અત્યારના, એ તો દુષમકાળને લઈને સાધક નથી, સાધક-બાધક છે. સાધક-બાધક એટલે બૈરી-છોકરાં છોડ્યા, તપ-ત્યાગ બધું કરે છે, તે સામાયિકપ્રતિક્રમણ કરીને આજ સો રૂપિયા કમાય છે, પણ પછી શિષ્ય જોડે કંઈ ભાંજગડ પડી તે શિષ્ય જોડે આકરો થઈ જાય, તો દોઢસો રૂપિયા ખોઈ નાખે પાછો ! એટલે બાધક છે ! અને સાચો સાધુ બાધક ક્યારેય પણ ના થાય. સાધક જ હોય. જેટલા સાધક હોયને તે જ સિદ્ધદશાને પામે !
અને આ તો બાધક, તે સળી કરતાં પહેલાં ચીઢાતા વાર નહીંને ! એટલે આ સાધુઓ નથી, ત્યાગીઓ કહેવાય. તે અત્યારના જમાનાના