________________
१४
ત્રિમંત્ર
ત્રિમંત્ર
જાય. એટલે આપણને એનું તરત ફળ મળે છે.
પ્રશ્નકર્તા : આ આચાર્યોમાં શક્તિ નહોતી ? આચાર્ય પદ તો ક્યારે મળે ?
દાદાશ્રી : આ આચાર્ય પદ જે છેને, તે મહાવીર ભગવાન પછી હજાર વર્ષ સુધી ઠીક ચાલ્યું. અને ત્યાર પછી આચાર્ય પદ છે એ લૌકિક આચાર્ય પદ છે, અલૌકિક આચાર્ય થયા નથી.
પ્રશ્નકર્તા : અલૌકિક આચાર્યની વાત કરું છું.
દાદાશ્રી : તો અલૌકિક થયા જ નથી. અલૌકિક આચાર્ય તો ભગવાન કહેવાય.
પ્રશ્નકર્તા તો કુંદકુંદાચાર્ય....?
દાદાશ્રી કુંદકુંદાચાર્ય થઈ ગયેલા એ પણ મહાવીર ભગવાન પછી છસ્સો વર્ષે થયેલાં. અને આ હું તો કહું છું કે છેલ્લા પંદરસો વર્ષથી નથી થયાં. કુંદકુંદાચાર્ય તો પૂર્ણ પુરુષ હતા.
પ્રશ્નકર્તા : પણ આ તો આચાર્યોની જે કંઈ કૃતિ છે, તે પાછલાં મહાપુરુષોનાં આગળ હોય કે વેદાંતનાં સૂત્રો હોય, તેની પર જ સિક્કાઓ છે. એને જ આચાર્યો કહ્યાં છે.
તે ય પણ જેને દર્શનની એકલી જ ખોટ રહેલી છે તે એમનાં દર્શન કરીને મોક્ષે જાય. એમના દર્શનથી જ પૂર્ણાહુતિ થઈ જાય. પણ તે ત્યાં સુધી સ્ટેજ પર આવેલો હોય તેને !
આચાર્યની પાસેથી બધા આચારો જાણી લીધેલા છે, એટલે એ સ્ટેજ પર આવી ગયેલો હોયને, તેનું ત્યાં તીર્થંકર ભગવાન પાસે દર્શનથી કામ થઈ જાય. એટલે છેલ્લું પરિપક્વ આચાર્યથી થાય છે. આચાર્યો પરિપક્વ કરે છે. આચાર્ય ભગવાન ! તીર્થકરો ય એમને મોટામાં મોટા ગણતા. તીર્થંકર ભગવાનને પૂછવામાં આવે કે આ પાંચમાં મોટામાં મોટું કોણ ? ત્યારે તીર્થકર ભગવાન કહેશે કે આચાર્ય ભગવાન. આ તો તીર્થકરનો અભિપ્રાય માગે, તે અભિપ્રાય તો એમનો જ કહેવાયને ! ‘આમાં મોટામાં મોટું કોણ ? આપ ખરાં ?” ત્યારે એ કહે, “ના, આચાર્ય ભગવાન મોટા !”
પ્રશ્નકર્તા : પણ કેમ એવું કહે ?
દાદાશ્રી : કારણ કે તીર્થંકર ભગવાનનાં એકસો આઠ ગુણ અને આચાર્ય મહારાજમાં એક હજારને આઠ ગુણ ! એટલે આ તો ગુણનું ધામ કહેવાય ! અને એ તો સિંહ જેવા હોય. એ ત્રાડ પાડે તો બધું હાલી ઊઠે. જેમ આ શીયાળે કંઈ માંસ ખાધું હોય, પણ જો સિંહને દેખી ગયું તો માંસની ઊલટી કરી નાખે, જોતાંની સાથે જ ! એવો આચાર્ય મહારાજનો પ્રતાપ હોય. હા, બધાં પાપ કર્યા હોયને, તે ઊલટી કરી નાખે. તીર્થકરે ય કહેશે કે, “હું એમના થકી જ થયેલો છું.” એટલે આચાર્ય ભગવાન તો બહુ મોટું ગુણધામ કહેવાય !
આ પાંચેય નવકાર (નમસ્કાર) એ સર્વશ્રેષ્ઠ પદ છે. એમાંય આચાર્ય મહારાજનાં તો તીર્થકરોએ ય વખાણ કરવાં પડે.
પ્રશ્નકર્તા : પ્રમાણ, પ્રમાણ, પ્રમાણ !
દાદાશ્રી : એ તો કહે, પણ ખરા આચાર્ય તો આત્મજ્ઞાન થયા પછી આચાર્ય ગણાય.
આચાર્ય પ્રતાપી સિંહતી જયમ ! તીર્થકરો ફક્ત કામ શું લાગે ? દર્શનનાં કામ લાગે અને સાંભળવાના કામનાં ! સાંભળવાનું ક્યારે કે દેશના ચાલુ હોય ત્યારે સાંભળવાના કામમાં લાગે, નહીં તો દર્શનનાં કામના !