________________
દાદા ભગવાન ?
૬૧
મતભેદ પહેલાં જ, સાવધાતી !
આપણામાં કલુષિત ભાવ રહ્યો જ ના હોય તેને લીધે સામાને પણ કલુષિત ભાવ ના થાય. આપણે ના ચિડાઇએ એટલે એય ઠંડા થાય, ભીંત જેવા થઇ જવું એટલે સંભળાય નહીં, અમારે પચાસ વરસ થયાં પણ કોઇ દહાડો મતભેદ જ નહીં. હીરાબાને હાથે ઘી ઢોળાતું હોય તોય હું જોયા જ કરું. અમારે તે વખતે જ્ઞાન હાજર રહે કે એ ઘી ઢોળે જ નહીં. હું કહું કે ઢોળો તોય એ ના ઢોળે. જાણી-જોઇને કોઇ ઘી ઢોળતું હશે ? ના. છતાં ઘી ઢોળાય છે એ જોવા જેવું છે માટે આપણે જુઓ ! અમારે મતભેદ થતા પહેલાં જ્ઞાન ઓન ધ મોમેન્ટ હાજર રહે.
પ્રકૃતિ ઓળખીને સમાધાતમાં વર્ત્યા !
અમારે ઘેરેય કોઈ દહાડો મતભેદ નથી પડ્યો. અમે તો પાટીદારો, એટલે ખાતું જરા જાડું અમારું. એટલે આમ ઘી મૂકેને તે પાટિયું ધીમે ધીમે ડિગ્રીવાળું નમાવવાનું નહીં, તો શી રીતે નમાવતા હઈશું અમે ? આમ નાઈન્ટી ડિગ્રી જ ! અને આ બીજા લોકોને ત્યાં જઈએ તો ડિગ્રીડિગ્રીવાળું. તે આ હીરાબા ડિગ્રી-ડિગ્રીવાળા હતા. એટલે મને આ ગમે નહીં કે આ તો આપણી આબરૂ જાય છે. પણ અમે પ્રકૃતિ ઓળખી લીધેલી કે આ પ્રકૃતિ આવી છે. એટલે આપણે ઢોળીશું તોય વાંધો નહીં આવે, એ ઊહેડી લેશે ! એ પણ અમને કહેતા કે ‘તમે તો ભોળા છો,
બધાને આપી દો છો.’ એમની વાતેય ખરીને ! મેં એટલા માટે કબાટની ચાવી એમને આપી દીધેલી. કારણ કે કોઈક આવેને, તે સાચો દુઃખી છે કે ખોટો દુઃખી છે એ જોયા સિવાય એ બોલે કરે એટલે તરત હું આપી દેતો હતો. મારાથી આવી ભૂલો થયા કરે અને સામાને ખોટું એન્કરેજમેન્ટ મળે, એવો હીરાબાનો અનુભવ અને એટલે પછી મેં ચાવી એમને આપી દીધી. આ તો અજ્ઞાનની દશાઓ, જ્ઞાન થયા પછી કોઈ ફેરો મતભેદ નથી થયો.
દાદા ભગવાન ? ફરી જઈનેય ટાળ્યો મતભેદ !
હું તો આ તમને બધાને કહું છું ને તે મારી જાત ઉપર ટ્રાયલ લીધા વગર કહેતો નથી. બધી ટ્રાયલ લઈને પછી કહું છું. કારણ કે મારે વાઈફ જોડે, જ્ઞાન નહોતું તોય મતભેદ નહોતો. મતભેદ એટલે ભીંતમાં માથું અથડાવું. ભલે લોકોને સમજણ નથી, પણ મને પોતાને તો સમજણ પડી કે આ ઉઘાડી આંખે ભીંતમાં અથડાયો, મતભેદ પડ્યો એટલે.
દર
તે મારે એક ફેરો હીરાબા જોડે મતભેદ પડી ગયો. હું હઉ ફસામણમાં આવી ગયો. મારી વાઈફને હું હીરાબા કહું છું. અમે તો જ્ઞાની પુરુષ અમારે તો બધાને ‘બા' કહેવાય અને બીજી ‘છોડીઓ’ કહેવાય. એટલે વાત સાંભળવી હોય તો કહું, આ તો બહુ લાંબી વાત નથી, ટૂંકી વાત છે.
તે મારે હઉ મતભેદ પડી ગયો. હું ફસાયો. હીરાબા મને કહે છે, મારા ભાઈને ચાર દીકરીઓ છે તેમાં પહેલી દીકરી પૈણે છે, એને ચાંદીનું શું આપીશું ? ત્યારે મેં કહ્યું, આ ઘરમાં હોય તે આપી દેજો. ત્યારે એમણે મને શું કહ્યું ? અમારે ઘરમાં મારી-તારી શબ્દ ના નીકળે. આપણું-આપણું જ બોલાય. તે એ એવું બોલ્યાં, કે આ તમારા મામાના દીકરાને ત્યાં તો આવડા આવડા ચાંદીના તાટ આપો છો ! એટલે ‘મારી-તારી' થઈ તે દહાડે ! તમારા મામાના દીકરા કહ્યું, આટલે સુધી આ દશા થઈ, મારી અણસમજણ આટલી ઊંધી ! એટલે તરત જ હું ફરી ગયો. ફરી જવાનો વાંધો નથી. મતભેદ પાડવો તેના કરતાં ફરી જવું સારું. તરત જ ફરી ગયો. મેં કહ્યું કે એવું નથી કહેવા માગતો. આમ રોકડા પાંચસો ને એક, આપજોને ! “હેંઅ ! તમે તો ભોળા ને ભોળા રહ્યા ! બહુ ભોળા ! આટલા બધા રૂપિયા અપાતા હશે ?” જો જીતી ગયો ને ! મેં કહ્યું ‘પાંચસો એક રોકડા આપજો ને વાસણ નાનાં આપો.’ ત્યારે એ શું કહે છે ‘તમે ભોળા છો ! આટલા બધા અપાતા હશે ?” જો મતભેદ છૂટી ગયો ને ? પણ મતભેદ પડવા ના દીધો ને ઊલટું એમણે મને કહ્યું કે