________________
પર
દાદા ભગવાન ? છેતરાવાનું ? રોજનો જ વ્યવહાર જેની જોડે હોય એની જોડે. અને બહાર પણ કોઈકની જોડે છેતરાવાનું, પણ સમજીને. પેલો જાણે કે મેં આમને છેતર્યા અને આપણે જાણીએ કે એ મૂરખ બન્યો.
ધંધામાંય, ઓપત ટુ સ્કાય ! પ્રશ્નકર્તા : તે શાની કરો તમે ? તમે અમને ધંધો બતાડો. તો તમારા ધંધાની વાત તો શાની કરો ?
દાદાશ્રી : તે મને મારા ધંધાની વાત કરવાની નવરાશ જ ના હોયને ! મારે ધંધામાં શું કરવાનું છે તે ?
ધંધામાં તો જેવું હોય એવું હું કહી દેતો. ત્યારે એક જણ મને કહે છે કે, “આવું શું કરવા કહી દો છો ?” ત્યારે મેં કહ્યું કે, “જેને રૂપિયા લોકોની પાસે લોન તરીકે લેવા હોય તે છૂ૫ રાખેઅમારે કંઈ લોન તરીકે લેવા નથી. અને એને આપવા હોય તો એ ઉઘાડામાં આપે. અમારું તો ઓપન ટુ સ્કાય જેવું. એટલે હું કહી દઉં કે, આ સાલ વીસ હજારની ખોટ આવી છે ? એ હું ઓપન જ કરી નાખું. ભાંજગડ જ નહીંને !
હિસાબ જડશે તે ચિંતા ટળી ગઈ ! જ્ઞાન થયાં પહેલાં અમારે ધંધા ઉપર એક ફેરો એવું થયું કે એક સાહેબે દસ હજાર રૂપિયાનું એકદમ અણધાર્યું નુકસાન કર્યું, કામ એક અમારું સાહેબે અણધાર્યું નાપાસ કરી દીધું. એ વખતમાં દસ હજારની કિંમત તો બહુ અને અત્યારે તો દસ હજારની કંઈ કિંમત જ નહીં ને ! મને તે દહાડે મહીં ઠેઠ સુધી અસર પહોંચી હતી, ચિંતા થાય ત્યાં સુધી પહોંચ્યું હતું. એટલે તરત જ એની સામે મને મહીંથી જવાબ મળ્યો કે,
આ ધંધામાં આપણી પોતાની પાર્ટનરશીપ કેટલી ?” તે દહાડે અમે બે જણા પાર્ટનર હતા, પણ પછી મેં હિસાબ કાઢ્યો કે બે જણા પાર્ટનર તો કાગળ ઉપર છીએ, પણ ખરી રીતે તો કેટલા છે ? ખરી રીતે તો છોકરાંઓ, છોકરીઓ, એમનાં વાઇફ અને મારે ઘેરથી, આ બધાંય
દાદા ભગવાન ? પાર્ટનર જ ને ! ત્યારે મને થયું કે આ બધામાંથી કોઈ ચિંતા કરતું નથી, હું એકલો જ ક્યાં આ માથે ઓઢવા બેસું? એ દહાડે આ વિચારે મને બચાવેલો. વાત તો ખરી ?
. ખોટતી અપેક્ષા તો ? તે અમેય આખી જિંદગી કંટ્રાક્ટ કરેલો છે અને બધી જાતના કંટ્રાક્ટ કરેલા છે. અને તેમાં દરિયાની જેટીઓ પણ બાંધેલી છે. હવે ત્યાં આગળ, ધંધામાં શરૂઆતમાં શું કરતો હતો ? જ્યાં પાંચ લાખ નફો મળે એવું હોય ત્યાં પહેલેથી નક્કી કર્યું કે લાખેક રૂપિયા મળે તો બસ છે. નહીં તો છેવટે સરભર થઈ રહે ને ઈન્કમટેક્ષનું નીકળશે ને આપણો ખોરાક-ખર્ચ નીકળશે તો બહુ થઈ ગયું. પછી મળ્યા હોય ત્રણ લાખ. તે પછી જો મનમાં આનંદ રહે, કારણ કે ધાર્યા કરતાં બહુ મળ્યા. આ તો ચાલીસ હજાર માનેલા ને વીસ હજાર મળે તો દુ:ખી થઈ જાય !!
જો રીત જ ગાંડી છે ને ! જીવન જીવવાની રીત ગાંડી છે ને ? અને જો ખોટ જ નક્કી કરે તો એના જેવો એકય સુખિયો નહીં. પછી ખોટ જ નહિ આવવાની જિંદગીમાંય ! કારણ કે ખોટનો જ ઉપાસક છું એવું કહે, તો આખી જિંદગી ખોટ પછી આવવાની જ નહીં. ઉપાસક ખોટનો થયો પછી શું ?
મતભેદ ટાળવા, મુશ્કેલીઓ વેઠી ! ભાગીદાર જોડે અમે પિસ્તાળીસ વર્ષ ભાગીદારી કરી, પણ એક મતભેદ નથી પડ્યો. ત્યારે કેટલી મહીં મુશ્કેલી વેઠતા હઈશું ? અંદરની મુશ્કેલી તો ખરી કે નહીં ? કારણ કે આ દુનિયામાં મતભેદ એટલે શું કે મુશ્કેલીનો સામનો કરવો.
પરિણામે, ભાગીદારે ભાળ્યા ભગવાન ! એટલે જ્ઞાન થતાં પહેલાં અમે મતભેદ નહીં પડવા દીધેલો. માકણ