________________
૧૦
એવાં હોય છે, તે માણસ મૂંઝાઈ જાય છે. એક્સિડન્ટ એટલે શું ? કે ‘ટ મની કૉઝીઝ એટ એ ટાઈમ’ (અસંખ્ય કારણો એક જ વખતે) અને ઈન્સિડન્ટ એટલે શું ? કે ‘સો મેની કૉઝીઝ એટ એ ટાઈમ’ (ઘણાં કારણો એક જ વખતે) તેથી જ અમે શું કહીએ છીએ કે ‘ભોગવે તેની ભૂલ” અને પેલો તો પકડાશે, ત્યારે એની ભૂલ સમજાશે.
આ તો પકડાયો, તેને ચોર કહે છે. આ ઓફિસમાંથી એક જણને પકડે એને ચોર કહે, પણ તેથી કરીને શું ઓફિસમાં બીજા કોઈ ચોર નથી ?
પ્રશ્નકર્તા : બધા જ છે.
કેસ ચાલશે ને તે કેસ જો ફળ્યો, તો ફળ્યો. નહીં તો બિનગુનેગાર છોડી દેશે, માટે ગયું. એ બઈનો ગુનો આજ પકડાઈ ગયો. અલ્યા, હિસાબ વગર તો કોઈ મારતું હશે ? બાઈએ પાછલો હિસાબ ચૂકતે કર્યો. સમજી જવાનું, બાઈએ ભોગવ્યું તે બાઈની ભૂલ. પછી પેલો ડ્રાઈવર પકડાશે ત્યારે ડ્રાઈવરની ભૂલ. આજે પકડાયો તે ગુનેગાર.
પાછાં કેટલાંક લોકો શું કહે છે? કે ભગવાન હોય તો આવું થાય જ નહીં. માટે ભગવાન જેવી કાંઈ વસ્તુ જ આ સંસારમાં નથી લાગતી, આ બાઈનો શો ગુનો હતો ? આ ભગવાન હવે છે જ નહીં આ દુનિયામાં ! લ્યો !! આ લોકોએ આવું તારણ કાઢ્યું ! અલ્યા, આવું શા સારું ? આ ભગવાનને શું કરવા વગોવો છો ? એમને ઘર ખાલી શું કરવા કરાવો છો ? ભગવાન પાસે ઘર ખાલી કરાવવા નીકળ્યા છે ! અલ્યા, આ ભગવાન ન હોત તો રહ્યું શું આ જગતમાં ? આ લોક શું જાણે કે ભગવાનનું ચલણ રહ્યું નથી. તે લોકોની ભગવાન ઉપરથી આસ્થા ઉડી જાય. અલ્યા, એવું નથી. આ બધા ચાલુ હિસાબ છે. આ એક અવતારના નથી. આજે એ બઈની ભૂલ પકડાઈ તેથી ભોગવવું પડ્યું. આ બધું જાય છે એ બઈ ચગદાઈ ગઈ, એ તો ન્યાય છે. એટલે આ કાયદેસરનું છે આ જગત. તે આ ટૂંકી જ વાત કરવાની છે.
જો કદી આ ડ્રાઈવરની ભૂલ હોય તો સરકારનો કડક કાયદો હોય, એટલો બધો કડક કે ત્યાં ને ત્યાં એ માણસને ઊભો રાખી ગોળીબાર કરીને ત્યાં ને ત્યાં ખલાસ કરી નાખે. પણ આ તો ત્યાં સરકારે ય ના કહે. કારણ કે ખલાસ કરાય નહીં. ખરેખર ગુનેગાર નથી એ અને એણે પોતે ગુનો પાછો ઊભો કર્યો, તે ગુનો પાછો એ ભોગવશે ત્યારે. પણ તમને ગુનામાંથી મુક્ત કર્યા. તમે ગુનામાંથી મુક્ત થયા. એ ગુનાથી બંધાયો. એટલે આપણે સદ્ધિ આપવાની કહી કે ગુનાથી બંધાઈશ નહીં.
દાદાશ્રી : પકડાયા નથી ત્યાં સુધી શાહુકાર. કુદરતનો ન્યાય તો બહાર પાડ્યો જ નથી કોઈએ. તેથી ટૂંકો ને ટચને ! ઊકેલ તેથી આવે ને ! શોર્ટ કટ ! આ એક જ વાક્ય સમજવાથી સંસારનો બોજો ઘણો ખરો ઊડી જાય.
ભગવાનનો કાયદો તો શું કહે છે કે જે ક્ષેત્રે, જે કાળે, જે ભોગવે છે, તે પોતે જ ગુનેગાર છે. એમાં કોઈને, વકીલને ય પૂછવાની જરૂર નથી. આ કોઈનું ગજવું કપાય તો એ કાપનારની આનંદની પરિણતી હોય, એ તો જલેબી ખાતો હોય, હોટલમાં ચા-પાણી ને નાસ્તો કરતો હોય ને એ કાળે પેલો કે જેનું ગજવું કપાયું તે ભોગવતો હોય. માટે ભોગવનારની ભૂલ. એણે ક્યારેક પણ ચોરી કરી હશે. તો આજે પકડાયો માટે તે ચોર ને પેલો તો જ્યારે પકડાશે ત્યારે ચોર કહેવાશે.
હું તમારી ભૂલ ખોળવા રહું જ નહીં. જગત આખું સામાની ભૂલ જુએ છે. ભોગવે છે પોતે પણ ભૂલ સામાની જુએ છે. તે ઊલટાં ગુના ડબલ થતાં જાય છે અને વ્યવહાર ગૂંચવાડો પણ વધતો જાય છે. આ વાત સમજી ગયાં એટલે ગૂંચવાડો ઓછો થતો જાય.
એક્સિડન્ટ એટલે તો... આ કળિયુગમાં એક્સિડન્ટ (અકસ્માત) અને ઈન્સિડન્ટ (ઘટના)
મોરબીનું પૂર, શું કારણ ? આ મોરબીમાં જે પૂર આવ્યું ને જે બન્યું, એ કોણે કર્યું, એ ખોળી