________________
સંપાદકીય
દાદા ભગવાન' કોણ છે જૂન ઓગણીસસો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરનાં રેલવેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન' સંપૂર્ણપણે પ્રગટ થયા !! અને કુદરતે સર્યું અધ્યાત્મનું અદ્દભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું? મુક્તિ શું ? 'ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડેચા ! આમ કુદરતે, જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મુળજીભાઈ પટેલ, ચરોતરનાં ભાદરણ ગામનાં પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ !
એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો અને ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો ! અક્રમ એટલે લિફટ માર્ગ : શોર્ટકટ !
તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’ નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન' હોય. દાદા ભગવાન તો ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે, ને “અહી” સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.” | ‘વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે” એ સિદ્ધાંતથી તેઓ આખું
જીવન જીવી ગયાં. જીવનમાં ક્યારેય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી.) ઊર્દુ ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા !
- પરમ પૂજ્ય દાદાશ્રીના દેહવિલય બાદ, જે રીતે ગામેગામ સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ દાદા કરાવતા હતા, એકઝેક્ટ તે જ દાદાકૃપાથી| જ્ઞાનવિધિ તેમની હાજરીમાં આપેલી જ્ઞાનસિદ્ધિથી નિમિત્ત ભાવે આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન કરાવી રહ્યા છે. જેનો લાભ આજે હજારો મોક્ષાથી લઈને ધન્ય બને છે !
- જય સચ્ચિદાનંદ.
કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે ત્યારે હૃદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી શી ભૂલ ? મેં શું ખોટું કર્યું આમાં ? છતાં ય ઉત્તર મળતો નથી એટલે પછી મહીં રહેલા વકીલો વકીલાત કરવાની ચાલુ જ કરી દે કે મારી આમાં કંઈ જ ભૂલ નથી. આમાં તો સામાની જ ભૂલ છે ને ? છેવટે એવું જ મનાવી લે, જસ્ટીફાય કરાવી દે કે ‘પણ એણે જો આવું ના કર્યું હોત તો પછી મારે આવું ખરાબ શું કામ કરવું પડત કે બોલવું પડત ?!” આમ પોતાની ભૂલ ઢાંકે ને સામાની જ ભૂલ છે એમ પૂરવાર કરે ! અને કર્મોની પરંપરા સર્જાય !
પરમ પૂજ્ય દાદાશ્રીએ સામાન્યમાં સામાન્ય માણસને સર્વ રીતે સમાધાન કરાવે એવું એક જીવનોપયોગી સૂત્ર આપ્યું કે આ જગતમાં ભૂલ કોની ? ચોરની કે જેનું ચોરાય એની ? આ બેમાં ભોગવે છે કોણ ? જેનું ચોરાયું એ જ ભોગવે ને ! જે ભોગવે તેની ભૂલ ! ચોર તો પકડાશે ને ભોગવશે ત્યારે એની ભૂલનો દંડ આવશે, આજે પોતાની ભૂલનો દંડ આવી ગયો. પોતે ભોગવે પછી કોને દોષ દેવાનો રહે ? પછી સામો નિર્દોષ જ દેખાય. આપણા હાથથી ટી-સેટ તૂટે તો કોને કહીએ ? અને નોકરથી તૂટે તો ?! એના જેવું છે ! ઘરમાં, ધંધામાં, નોકરીમાં બધે જ ‘ભૂલ કોની છે ?” ખોળવું હોય તો તપાસ કરી લેવી કે આમાં ભોગવે છે કોણ ? એની ભૂલ. ભૂલ છે ત્યાં સુધી જ ભોગવટો છે. જ્યારે ભૂલ ખલાસ થઈ જશે ત્યારે આ દુનિયાની કોઈ વ્યક્તિ, કોઈ સંયોગ પોતાને ભોગવટો આપી નહીં શકે.
પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રી એ ‘ભોગવે એની ભૂલ’નું વિજ્ઞાન ખૂલ્લું કર્યું છે, જે ઉપયોગમાં લેવાથી પોતાના ગૂંચવાડા પણ ઊકલી જાય તેવું અમૂલ્ય જ્ઞાનસૂત્ર છે !
ડૉ. નીરૂબહેન અમીનના જય સચ્ચિદાનંદ.