________________
પણ કારણ પ્રકૃતિમાં થોડો-ઘણો કરાય. દા. ત. ચોરીની ટેવ હોય તો મહીં દ્રઢ નિશ્ચય કરી કરીને એમાંથી બહાર નીકળે. એટલો ફેરફાર કરવાનો અધિકાર છે. એટલે કારણ પ્રકૃતિ સૂક્ષ્મરૂપે છે. તે સમજીને ત્યાં ફેરફાર કરવાનો તેને બદલે કાર્ય પ્રકૃતિમાં લોક ફેરફાર કરવા જાય છે. જે અંતે તો વ્યર્થ નિવડે છે !
પોતાની પાસે જેટલું જ્ઞાન છે તેટલો પુરુષાર્થ થાય. સત્જ્ઞાન તે પૂર્ણ ભગવાન. ભગવાન જેટલા અંશે પાસે એટલો એનો પુરુષાર્થ પાવરફૂલ ! સર્જન જ્ઞાન પ્રમાણે થાય છે ને વિસર્જન પ્રકૃતિને આધીન થાય છે. એટલે કે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ.
[13] પ્રકૃતિ બંધાયેલી, તે પ્રમાણે ઉન્ને ! આત્માનું જ્ઞાન થયા પછી આસક્તિનું શું ? પ્રકૃતિને આસક્તિ થાય અને પુરુષ એનો જ્ઞાતા-દ્રષ્ટા રહે. બેઉ જુદા પડી ગયા ને પોતપોતાના સ્વભાવમાં આવી ગયા !
પ્રકૃતિ ખપાવવી એટલે શું? આપણી પ્રકૃતિ સામાને અનુકૂળ કરીને સમભાવે નિકાલ કરવો તે.
આદત અને પ્રકૃતિમાં શું ફેર ? ચા વારે વારે માંગો તો તેની ટેવ પડી જાય. પહેલાં આદત પાડે ને પછી પડી જાય. પાડતા હો તે આદત છૂટી જાય પણ પડી ગયેલી આદત ના છૂટે.
પ્રકૃતિનો જેવો સ્વભાવ છે તે કાયમ તેવો જ નીકળે! ચાલવાની જે ધાટી (સ્ટાઈલ) હોય તે એંસી વરસેય ના બદલાય ? ડિસ્ચાર્જ કેવી રીતે બદલાય ?
ગયા ભવમાં કારણ પ્રકૃતિ બંધાઈ, તે આ ભવમાં કાર્ય પ્રકૃતિમાં પરિણમે. અહંકાર હોવાથી નવી કારણ પ્રકૃતિ બંધાયા જ કરે. મનુષ્ય આંતરિક પ્રવૃતિ લઈને આવેલો છે, તેના આધારે અત્યારે એને બાહ્ય પ્રકૃતિમાં બધું ભેગું થાય છે. નહીં તો કશું ભેગું થાય જ નહીં !
આત્મા રાગ-દ્વેષ રહિત છે. સ્થૂળ પ્રકૃતિ રાગ-દ્વેષ રહિત જ છે, પૂરણ-ગલન સ્વભાવી છે. રાગ-દ્વેષ કોણ કરે છે ? અહંકાર ! ઠંડી-ગરમી પ્રકૃતિને લાગે તે સ્વભાવિક છે પણ રાગ-દ્વેષ ત્યારે થાય છે તે વિભાવિક છે, તે અહંકાર કરે છે.
પ્રકૃતિ કોના તાબામાં ? અજ્ઞાનીની પ્રકૃતિ અહંકારના તાબામાં ને આત્મજ્ઞાન પામેલાઓની પ્રકૃતિ, ‘વ્યવસ્થિત'ના તાબામાં !
| ‘વ્યવસ્થિત’ ને પ્રકૃતિમાં શું ફેર ? ‘વ્યવસ્થિત' કાર્ય કરે છે ને પ્રકૃતિ ઓગળ્યા કરે છે. પ્રકૃતિને ઊભી કરવામાં ‘વ્યવસ્થિત’ નથી, ત્યાં અહંકાર છે, કર્તાપણાથી થાય છે. પ્રકૃતિ ડિસ્ચાર્જ થાય છે તે ‘વ્યવસ્થિત’ છે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. અક્રમ જ્ઞાન મળ્યા પછી અહંકાર ફ્રેકચર થઈ જાય છે. એટલે પ્રકૃતિ નવી બંધાતી સદંતર બંધ થાય છે. પછી જે ઈફેક્ટરૂપે પ્રકૃતિ છે, તેને જ ‘વ્યવસ્થિત’ કહેવાય. કૉઝ સાથેની પ્રકૃતિને વ્યવસ્થિત ના કહેવાય.
ટૂંકમાં પ્રકૃતિ એટલે ગત ભવનો ભરેલો માલ !
જેની પ્રકૃતિ નિયમિત હોય તે આત્માને કંઈ હેલ્પ ના કરે પણ તે વ્યવહારને હેલ્પ કરે. ખાવા-પીવામાં, બોલવા-ચાલવામાં, કુદરતી હાજતો વગેરે બધું જ નિયમમાં ગોઠવે તેમ ગોઠવાય.
વ્યવહારમાં પુદ્ગલને બ્રેક ના મારો ને આત્માને હેન્ડલ મારો. ‘કામ કર્યે જાવ’ કહેવાથી ઑસ્ટ્રકશન નહીં આવે. ‘વ્યવસ્થિત છે “થશે’ કહેશો તો કામમાં ઑસ્ટ્રકશન આવશે.
અક્રમ માર્ગમાં ડિસીપ્લીનમાં આવવાનું નથી. જેવો માલ ભરેલો છે તે નીકળ્યા જ કરશે. અક્રમમાર્ગમાં તો માત્ર પાંચ આજ્ઞા પાળવાની જ શર્ત છે, બીજું કંઈ નહીં. પાંચ આજ્ઞા પાળવામાં કઈ બ્રેકો વાગે છે ? અનંત અવતારથી આજ્ઞાની વિરુદ્ધ જ જીવન હતું. એટલે આજ્ઞા માટે બ્રેકો મરાયેલી જ છે તે ઊઠાવી જ નથી. વ્યવહારમાં આમ હોવું જ જોઈએ, આમ ના જ હોવું જોઈએ એ વાંધા-વચકાં, એનાથી જ આજ્ઞાની બ્રેકો વાગે છે ! બ્રેકો મનથી નહીં, વાણીથી વાગી જાય છે.
[૧૪] પ્રકૃતિને નિર્દોષ દેખો ! સંજોગાધીન પ્રકૃતિ બંધાય છે. ત્યારે આત્મા ભ્રાંતિથી માલિક થાય