________________
ફ્રી ઑફ કોસ્ટ ફૂલ ગર્વમેન્ટ
બિલો નોર્મલ
મોરલ બાઈન્ડિંગ
યુ આર નોટ રિસ્પોન્સિબલ
રાઈટ બિલિફ
રૂટ કોઝ
રોંગ બિલિફ
રોંગ પ્રોસિજર
વોટ ઈઝ ઈંટ
સ્ટેપ બાય સ્ટેપ
સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ સુપીરિયારિટી કોમ્પ્લેક્સ શૂટ ઑન સાઈટ
હાઉ ટુ ડીલ (વીથ હીમ)
હિલિંગ પ્રોસેસ
હંડ્રેડ પરસેન્ટ, સેન્ટ પરસેન્ટ
મફત, કિંમત ચૂકવ્યા વગર
પૂર્ણ સરકાર
પ્રમાણસરથી ઓછું
નૈતિક જવાબદારી
તમે જવાબદાર નથી
કમિંગ ઈવેન્ટસ કાસ્ટ ધેર શેડોઝ બિફોર.
સમ્યક્ માન્યતા(દ્રષ્ટિ), સાચી માન્યતા મૂળ કારણ
મિથ્યા માન્યતા(દ્રષ્ટિ), ખોટી માન્યતા અવળી, ખોટી, ઊંધી રીત
તે શું છે ?
ક્રમે ક્રમે
વૈજ્ઞાનિક સંયોગિક પુરાવાઓ
ગુરૂતા ગ્રંથિ
દેખો ત્યાં ઠાર
કેવી રીતે વર્તવું ?
સાજા થવાની પ્રક્રિયા
સો ટકા
ઑલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજેસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમેનન્ટ. - આ બધી વિનાશી સંબંધો છે અને તમે કાયમના છો.
- ભવિષ્યમાં બનવાની ક્રિયાનો આભાસ થવો.
ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટ સેલ્ફ ગોડ હેઝ નોટ પઝલ્ડ ધીસ વર્લ્ડ એટ ઑલ. - આ જગત સ્વયં કોયડો છે, ભગવાને કોયડો કર્યો જ નથી.
યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફૉર યોર લાઈફ ! - તમે તમારા જીવન માટે સંપૂર્ણપણે જવાબદાર છો.
‘દાદા ભગવાન’ કોણ ?
જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ?' ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા !
એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફટ માર્ગ ! શોર્ટકટ !!
તેઓશ્રી સ્વયં પ્રત્યેકને દાદા ભગવાન કોણ ?”નો ફોડ પાડતાં કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.'
આત્મજ્ઞાત પ્રાપ્તિની પ્રત્યક્ષ લીંક
પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાન સિદ્ધિ આપેલ.
પરમ પૂજ્ય દાદાશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન તેમના પગલે પગલે તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ લઈને હજારો મુમુક્ષોને સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.