________________
જોનાર-જાણનાર ને તેનો જાણનાર !
એ કેવી રીતે, એમાં શું શું જોઇ શકે ? એનો એક્ઝેક્ટ દાખલો આપોને ! દાદાશ્રી : આ કોના ગુણધર્મ છે એ બધું જાણે. પુદ્ગલના ગુણધર્મ છે કે ચેતનના ગુણધર્મ છે. પછી બીજા ગુણધર્મ જાણેય બધાં. આકાશના ગુણધર્મ શું છે એ બધું જાણે. પછી કાળના શું ગુણધર્મ છે એ જાણે.
૪૮૫
પ્રશ્નકર્તા : એ ગુણધર્મ કહોને ! કાળના ગુણધર્મ શું ? આકાશના ગુણધર્મ શું ?
દાદાશ્રી : એ તો પીસ્તાળીસ આગમ જાણ્યાનું ફળ, તે આ બધા ગુણો જાણવા. કાળના, આકાશના, બધાના ગુણો, ગુણધર્મ જાણવા તે.
પ્રશ્નકર્તા : આત્માની જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયામાં જો એવું જાણવાજોવાનું હોય તો પછી અત્યારે તો અમને બધાને તો એવું ના હોય ને દ્રવ્યનું જોવું-જાણવું ?
દાદાશ્રી : એ એવું કંઈ ઉતાવળ કરવાનો અર્થેય નહીં ને ! એવું ના જાણવા જોવાથી કંઇ ઓછી માંકણ મારવાની દવા પી જવાય?
પ્રશ્નકર્તા : તો ત્યાં સુધી શું હોય ? તો એ જ્ઞાન-દર્શનનું જોવાપણું ના રહ્યું એવું થયું ?
દાદાશ્રી : રાગ-દ્વેષ ના થાય એટલે આપણે જાણવું કે આપણું જ્ઞાન પામ્યા છે, સારું છે. રાગ-દ્વેષ થાય એટલે સંસાર બંધાય છે એ નક્કી થઇ ગયું. રાગ-દ્વેષ ના થાય એટલે આપણે આપણી ગાડી ચાલુ છે, રાજધાની એકસપ્રેસ. તારે જોવાની ય જરૂર નહીં, ચાલે છે કે નહીં !
ગાડી ચાલે ત્યારે તો બે જાતના પરિણામ દેખાય છે. કેટલાંક ઝાડો આમ જતાં દેખાય. આપણી ગાડી આમ જતી હોય ત્યારે કેટલાંક ઝાડો આમ જતાં દેખાય છે. કેટલાંક છે તો આમ આપણા જોડે ચાલતા હોય એવું દેખાય. એનું કંઈ કારણ છે ને એની પાછળ ?
પ્રશ્નકર્તા : એ પેલા નજીકના હોય છે એ આમ જતાં દેખાય અને દૂરના હોય ને એ જોડે જોડે લાગે.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : શાથી પણ એ ? બોલ, આ બુદ્ધિ જાણે સમજી જાય કે આ નજીક છે, પેલા છેટેના છે.
૪૮૬
પુદ્ગલને જોતારી પ્રજ્ઞા !
પ્રશ્નકર્તા : આ પુદ્ગલની બધી વસ્તુ જે જુએ છે એ જોવાની બધી જે ક્રિયા છે, એ બુદ્ધિક્રિયા છે કે જ્ઞાનક્રિયા છે ?
દાદાશ્રી : એ આમ જાય તો પ્રજ્ઞાના ભાગમાં જ જાયને ! અહંકાર અને બુદ્ધિની ક્રિયાથી થોડું સમજ પડે, બાકી પ્રજ્ઞા સિવાય ના સમજ પડે. આપણે હજુ એપ્રેન્ટિસ તરીકે રહેવું. પ્રોબેશનરી ના કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન લીધા પછી જે મહાત્માઓને પોતે શરીરથી જુદાં છે એવું જે રહ્યા કરે છે, લક્ષ બેસી ગયું છે શુદ્ધાત્માનું ને પછી જોવાની બધી ક્રિયા ચાલ્યા કરે છે, એ બધી પ્રજ્ઞાથી થાય છે ને ?
દાદાશ્રી : બધું પ્રશાશક્તિથી થાય. પ્રજ્ઞા છે તે અમુક હદ સુધી, આ જ્યાં સુધી ફાઈલનો નિકાલ કરે ત્યાં સુધી પ્રજ્ઞા. ફાઈલ પૂરી થઈ ગઈ એટલે પછી પોતે જ, આત્મા જાણે.
પ્રશ્નકર્તા : જ્ઞાનક્રિયાથી જોવાનું એ તો બહુ દૂર રહ્યું એનો અર્થ ?
દાદાશ્રી : એ જ પ્રશાશક્તિની જ જ્ઞાનક્રિયા. અત્યારે પેલી જ્ઞાનક્રિયા તો ઉત્પન્ન થઈ. પછી આ બધી ફાઈલોનો નિકાલ થઈ જશે ત્યારે વિજ્ઞાનક્રિયા.
દેખાડે એ પ્રજ્ઞા !
પ્રજ્ઞા જ જુએ ઠેઠ સુધી. પ્રજ્ઞા જ દેખાડે બધું આપણને.
પ્રશ્નકર્તા : હું દસ વર્ષનો હતો ત્યારે મેં શું શું કરેલું એ દેખાડે. બાર વર્ષનો હતો તે દેખાડે ફોટા બધા આમ, ફિલ્મની પેઠ દેખાડે. તો એ ફિલ્મ જે દેખાડે છે એ પ્રજ્ઞા દેખાડે છે ?