________________
કંઈક છે એ દર્શન, શું છે એ જ્ઞાન !
૩૩૯
૩૪૦
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
એ વાતે ય ખરીને, ‘કંઈક છે’ એ તો કંઈક વાસ્તવિકતા લાગીને કંઈક છે એવું જ્ઞાન. હવે દર્શન શી રીતે લોકોને ખ્યાલ આવે ? એટલે હું આ જ્ઞાન આપું ને, તો તમને તે ને તે દહાડે અગર બીજે દહાડે સવારમાં લાગે કે ‘કંઈક છે'. એટલે હું જાણું કે આ ક્ષાયિક દર્શન થઈ ગયું આને.
એટલે તમને મેં સમ્યક્ દર્શન તો આપ્યું, પણ તે ક્ષાયિક સમકિત આપ્યું છે. પણ હવે ડિસાઈડડ એટલે તમે જે છો એ જ્ઞાનને હવે જાણવાનું રહ્યું તમારે. એટલે એ અનુભવ થવો જોઈએ તમને.
- હવે જેમ જેમ તમને અનુભવ થતાં જશે, તેમ તેમ જ્ઞાન થતું જશે અને તમે કહો કે “યસ', એટલે અનુભવ થયો. એ ડિસાઈડેડ જ્ઞાન થાય. પહેલાં દર્શન થાય, પછી જ્ઞાન થાય. એ દર્શન ને જ્ઞાન બે ભેગા થાય ત્યારે ચારિત્ર થાય.
ડિસાઈડેડ થાય એટલે પોતે જ્ઞાતા થાય. એનો એ જ માણસ. ‘કંઈક છે એ એક પ્રકારનું જ્ઞાન છેને ! એનું શું કાઢી નાખવાનું ?! એ જ ખરું જ્ઞાન. એટલે દર્શન અને જ્ઞાન, વસ્તુ એક જ હતી.
પ્રશ્નકર્તા : પણ અંતે તો આત્મામાં તો ત્રણેય, જ્ઞાન-દર્શન ને ચારિત્રમાં કંઈ ભેદ જ નથી ને ? એમ એ કહેવાય છે ને કે જ્ઞાન-દર્શનચારિત્ર તો એ સમજાવવા ખાતર ભેદ કર્યા છે.
દાદાશ્રી : બીજું કશું નથી. આત્મા તે એક જ છે. આ તો સમજાવવા માટે ભેદ કહ્યાં છે. કારણ કે લોકોને એકદમ જ્ઞાન થાય નહીં ને, પહેલાં એને દર્શન થાય, પ્રતીતિમાં આવે. આ જ્ઞાન આપીએ, એટલે એને “કંઈક છે” એવું ભાન થાય છે.
નિરંતર આત્માની પ્રતીતિ એ જ ક્ષાયિક સમક્તિ !
પ્રશ્નકર્તા : આત્મા દર્શનમાં આવે છે, એનો ખરેખર અર્થ શું કરવો ?
દાદાશ્રી : દર્શન એટલે તો દેખાવું, પ્રતીતિ થવી. કોઈ પણ વસ્તુને કંઈક છે” એવું લાગવું જોઈએ. દર્શન પહેલું થાય, પછી ભાન થાય. પછી ડિસાઈડેડ થાય.
અને “કંઈક છે” એવી નિરંતર પ્રતીતિ રહે ત્યારે ક્ષાયિક સમ્યક્ દર્શન કહ્યું. નહીં તો થોડો વખત કંઈક છે એવી પ્રતીતિ રહે ને પાછું ઊડી ય જાય પણ આ તો નિરંતર પ્રતીતિ રહે છે.
પ્રશ્નકર્તા : એટલે અત્યારે સમ્યક્ દર્શન થયું.
દાદાશ્રી : સમ્યક્ દર્શનમાં તો, જાણે કે આત્માની પ્રતીતિ તો અમુક થઈ અને પછી આવરણ આવી જાય. અને આ ક્ષાયક સમક્તિ છે. આવરણ જ ના આવે, એની પર.
કેવા સુંદર ડહાપણવાળા ! ઓહોહો ! આના ઉપરથી તો હું આફ્રેિન થઈ ગયો હતો. આ કહ્યું તેને “કંઈક છે' એને જ્ઞાનમાં લીધું આ લોકોએ.
પ્રશ્નકર્તા: ‘કંઈક છે' એવું સમજાયું એ દર્શન અને પ્રત્યક્ષ જે નક્કી કર્યું અને જ્ઞાન.
દાદાશ્રી : એ જ્ઞાન કહેવાય. હવે ‘કંઈક છે' એવું તમને જે જ્ઞાન બેઠું, એના પરિણામ તમે જોયાં પણ હજુ સ્પષ્ટ તમે કશું જોયું કર્યું નથી. સ્પષ્ટ વેદન થયું નથી, અસ્પષ્ટ વેદન છે. એટલે ‘કંઈક છે' એવું લાગ્યું ‘તમને,’ પણ ‘આ છે' એવું ડિસીઝન હજુ આવ્યું નથી.
પ્રશ્નકર્તા : એટલે ‘આ છે' એ સંપૂર્ણ નક્કી થયું નથી. દાદાશ્રી : ‘આ છે” એ સંપૂર્ણ નક્કી ક્યારે થશે ? કેવળજ્ઞાન થશે ત્યારે.
જાણેલું સમજમાં તે સમજેલું જાણમાં ! અમે જોઈને કહીએ. એટલે આ આંખે ના જોવાય. જોવાનું એનાં ભાનથી. એના અનુભવ ભાનથી, અનુભવ દ્રષ્ટિથી.
આ મારી વાત તમને સમજણ પડેને એ દર્શન કહેવાય. અને જેવી મેં તમને સમજણ પાડી એવી રીતે તમે પેલાને સમજણ પાડો ત્યારે તમારું