________________
૨૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આયુષ્યકર્મ
૨૩૯ બધાં કર્મ ભોગવે જ છૂટકો થાય. એ આયુષ્યકર્મ. આમ ને આમ દેહમાં અમુક વર્ષ સુધી બાંધી રાખે. તે છૂટવું હોય તો ય ના છૂટવા દે. એક જાતની જેલ છે. એ ય આપણને બાંધી રાખે, આમાંથી છૂટવાનું નહીં. ટાઈમ થશે એટલે છૂટીશ, એનું નામ આયુષ્યકર્મ. કેવળજ્ઞાન થયું હોય તો ય છોડે નહીં.
પ્રશ્નકર્તા: કેવળજ્ઞાન થાય, ત્યારે અમુક વખત પછી દેહ રહી શકે ખરો ?
દાદાશ્રી : સારી રીતે રહે. ક્યાં જાય ? આયુષ્યકર્મ પૂરું થાય ત્યારે છૂટે. ભગવાન મહાવીરને લગભગ બેંતાલીસ વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન થયું હતું. બોંતેર વર્ષ સુધી જીવ્યા. એટલે એ ત્રીસ વર્ષ પોતાનું આયુષ્યકર્મ પૂરું કરવા માટે. છૂટકો જ નહીંને ! એ છોડે જ નહીં ને ! એ બંધન છે એક જાતનું. આ તો આપણે આયુષ્ય શાને માટે વધારેની ભાવના રાખીએ ? લોકોનાં, જગત કલ્યાણનાં માટે, તમારે બધાને સંસારી સુખના માટે નથી, લોકોનું કલ્યાણ થાય, આપણું કલ્યાણ થાય એવું !
દેહ મરે, “પોતે' નહિ આયુષ્યકર્મ શું કામ કરતું હશે ? “આપણે” “આત્મા’ તરીકે અમર છીએ. છતાં ય પણ આ ‘હું ચંદુભાઈ છું' એવું ભાન છે, મૂચ્છિતભાવ છે, એટલે ‘હું મરી જઈશ’ એવો ભાવ લાગે છે. પોતાનું સ્વરૂપ મરે એવું નથી, અમર છે પણ એ ભાન નથી, એટલે આ મરે એવાં સ્વરૂપમાં ‘હું છું' એવું માને છે. જગત આખુંય એમ માને છે ને એ પોતે ય માને છે અને બાવા-બાવલીય માને છે ને એમનાં આચાર્યોય માને છે એવું કે હું મરી જઈશ, હું મરી જઈશ. અલ્યા મૂઆ, તું શી રીતે મરીશ, ચક્કર ? દેહ મરશે, મુ. જેની નનામી કાઢશે એ મરશે, તું શી રીતે મરે ? ત્યારે કહે, “ના, હું મરી જવાનો. ડૉક્ટર સાહેબ, મને બચાવજો.’ મૂઆ, ડૉક્ટરની બેન મરી ગઈ ને ડૉક્ટરના બાપા હઉ મરી ગયા છે. ડૉક્ટર સાહેબ શી રીતે બચાવવાના છે ? ડૉકટરની બેન નહીં મરી ગયેલાં ? એટલે એ છે તે આયુષ્યકર્મ.
પુણ્યતા આધારે લાંબું-ટૂંકું આયુષ્ય ! કોઈ પચાસ વર્ષે મરી જાય, કોઈ ત્રીસ વર્ષે મરી જાય ને કોઈ નેવું વર્ષનો ય થાય. એ આયુષ્યના આધારે. આયુષ્ય ટૂંકું હોય, લાંબું હોય એ દ્રવ્યકર્મ બધાં.
એ કેટલી પ્રકારના પુણ્ય હોય ત્યારે આયુષ્યકર્મ વધારે હોય એને, નહીં તો આયુષ્યકર્મ ટૂંકું હોય. તે આપણા લોક શું કહે ? અહીં જેમની જરૂર છે તેની ત્યાં ય જરૂર, આવું બધું બોલે મૂઆ.
એ આયુષ્ય સ્થિતિ. તે આયુષ્ય પુણ્યશાળીનું લાંબુ હોય. જરા ઓછું પુણ્ય હોય તો આયુષ્ય તૂટી જાય વચ્ચે રસ્તામાં. હવે કો'ક માણસ પાપી બહુ હોય અને લાંબું હોય તો આપણે જાણીએ કે ઓહોહો ! પાપી માણસ ને પાછું લાંબું આયુષ્ય !! આપણે પૂછીએ ભગવાનને કે પાપીનું આયુષ્ય કેટલું સારું ગણાય ? ત્યારે કહે, જેટલો ઓછો જીવે એટલું સારું. કારણ કે એવાં સંજોગોમાં છે પાપના, એ સંજોગો બદલાય એના ઓછો જીવે તો. એ ઓછો જીવે નહીંને ! આ તો લેવલ કાઢવા માટે આપણને કહે છે. સો વર્ષે ય પૂરાં કરે અને એટલા બધાં પાપના દડિયા ભેગા કરે, કેટલે ઊંડે જાય, એ તો એ જ જાણે. અને પુણ્યશાળી માણસ છે તે વધુ જીવે એ ઘણું સારું.
કર્મના તાબામાં વીલ પાવર ! પ્રશ્નકર્તા : તે દાદા, વીલપાવર કામ કરે આ આયુષ્યમાં ?
દાદાશ્રી : ના, વલપાવર એ કર્મને એડજસ્ટિંગ હોય. વલપાવરનાં તાબામાં નથી આ કર્મ, કર્મનાં તાબામાં વીલપાવર છે. એટલે બધાં લોકો કહે છે, મારો વીલપાવર છે. અરે, પણ કર્મનાં તાબામાં છે તારો વીલપાવર. એટલે આપણાં હાથમાં સત્તા નહીં. એક અવતારની સત્તા ગઈ, બીજા અવતારમાં ફેરવી શકે.
મૃત્યુ એ કર્મોનું સતૈયું ! પ્રશ્નકર્તા : મૃત્યુનું સ્થળ અને સમય એ બધું નિશ્ચિત હોય ?