________________
બાકી બધું પ્રાકૃત શક્તિ. પ્રકૃતિમાં તન્મયાકાર રહે તેથી. જ્ઞાની પણ પ્રકૃતિમાં રહે પણ તેમાં તન્મયાકાર ના રહે. જ્ઞાની સત્ની જોડે બેઠેલા હોય ને તેની પાસે આપણે બેસીએ એટલે આપણે પણ સની ખૂબ જ નજદીક થઈએ.
પુરુષ અને પ્રકૃતિને કઈ રીતે જુદા પડાય ? પુરુષ અર્તા છે કે પ્રકૃતિ કર્તા છે. જ્યાં જ્યાં ક્રિયા ત્યાં પ્રકૃતિ.
ભેદવિજ્ઞાન પામ્યા પછી પુરુષ અને પ્રકૃતિ જુદાં પડે છે. પછી જ્ઞાનીની આજ્ઞા પાળે એટલે પુરુષોત્તમ થઇને ઊભો રહે. જેને પોતાપણું નથીને તે પુરાણ પુરુષ પુરુષોત્તમ ભગવાન કહેવાય ! (‘હું કહું છું તે મારું કેમ સાંભળતા નથી ?” એ પોતાપણું.)
પુરુષ આત્મસ્વભાવનો ભોક્તા છે ને વિશેષભાવનો (સુખ-દુ:ખનો) ભોક્તા અહંકાર છે. જીવાત્મામાંથી અંતરાત્મા ને અંતે પરમાત્મા. પુરુષ એ અંતરાત્મા ને પુરુષોત્તમ એ પરમાત્મા. પુરુષ થયા પછી પુરુષોત્તમ એની મેળે જ થયા કરે.
[૧.૧૦] પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા !
પ્રકૃતિને નિર્દોષ જુએ એ પરમાત્મા. તે વખતે આનંદ, મુક્તાનંદ મળે !
બે પ્રકારનાં પરિણામીક જ્ઞાન. એક આત્માનું ને બીજું પ્રકૃતિનું. પ્રકૃતિના પરિણામીક જ્ઞાનને નિર્દોષ જોયું તો છૂટ્યા. નહીં તો ગુંચવાડામાં પડ્યા !
નિર્દોષ કયો ભાગ દેખાડે છે ? કેવળજ્ઞાનના અંશો.
કોઈ ગાળો આપે તો જ્ઞાનીને કેવું રહે ? આ મારો ઉદય સ્વરૂપ છે અને એનોય ઉદય સ્વરૂપ છે. એને એ નિહાળે. જીવમાત્રને જ્ઞાની શુદ્ધ સ્વરૂપે જુએ અને પ્રકૃતિને ઉદય સ્વરૂપે નિહાળે ! એટલે આત્માથી આત્માને જુએ અને દેહદ્રષ્ટિથી ઉદય સ્વરૂપને નિહાળે !
પ્રકૃતિને નિરંતર જોવામાં રૂકાવટ કોની ? આવરણની. એ આવરણ
તૂટે કઈ રીતે ? જ્ઞાનીના ચરણે પ્રત્યક્ષ વિધિઓ કરવાથી આવરણો તૂટતા જાય.
જ્ઞાનીને વિધિ વખતે થતી સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભૂલો દેખાય. જે કોઈને ય હરકતકર્તા ના હોય. તેને તરત જ તે ધોઈ નાખે.
પ્રકૃતિને જાણે ત્યાંથી ભગવાન થવાની શરૂઆત થઈ અને જાણ્યા પછી પ્રકૃતિને પૂર્ણ ખપાવી દે સમભાવે નિકાલ કરીને, તે ભગવાન થાય ! પ્રકૃતિને ખપાવવાની એટલે શું ? એને સમભાવથી ખપાવવી. મનને ઊંચું નીચું થવા દેવું નહીં, કષાયોને મંદ કરીને ખપાવવા. ભગવાન મહાવીર એક પુદ્ગલને જ જોતા હતા. એટલે પ્રકૃતિને માત્ર નિહાળો, નિહાળો, નિહાળો ! એ જ ખરી સ્વરૂપ ભક્તિ !
વિધિઓ બોલે એ ફાઈલ નંબર વન અને શુદ્ધાત્મા તેને જાણે કે શું બોલાયું ! ક્યાં કાચું પડ્યું ? બેઉનું કાર્ય જુદું જ. પ્રકૃતિને નિહાળે એ સ્વરમણતા. દાદાનું નિદિધ્યાસન, સ્મરણ એ આત્મરમણતા જ કહેવાય. કારણ જ્ઞાની પુરુષ એ જ પોતાનો આત્મા છે ! મૂળ આત્મા જ્યાં સુધી ના પકડાય ત્યાં સુધી ‘પ્રત્યક્ષ જ્ઞાની એ જ મારો આત્મા છે' એમ કરીને ચાલ !
પ્રકૃતિને નિહાળે તે પુરુષ અને પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા !
મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર શું કરે છે એને જુએ. એને નિહાળવાના છે આખો દહાડો.
પુરુષ અને પરમાત્મામાં શું ફેર ? પુરુષ પરમાત્મા થઈ રહ્યો છે. હજી ફાઈલો ખરીને ! પરમાત્માને કશું કરવાનું જ ના રહ્યું, કેવળ જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી. કોઈ ફાઈલ રહી જ નહીં એને !
પુરુષ પ્રેક્ટિસ કરે છે જુદાપણાની. ગાળો આપે ત્યારે જ્ઞાન હાજર રાખે કે હું કોણ ને ગાળ આપનારો કોણ ? બન્ને અકર્તા.
પ્રકૃતિને ભૂલવાળી કહેવી એ ભયંકર ગુનો છે.
પ્રકૃતિ ગુણોથી પોતાપણું ઊભું થયું છે. પોતાપણાને નિહાળે ત્યારે એ ધીમે ધીમે ઓછું થાય. પોતાપણામાં આખી પ્રકૃતિને નિહાળવાની.
2