________________
આપ્તવાણી-૨
૧૪૩
દેખાય તો જ કમાણી કરી કહેવાય. આ બધો જ સત્સંગ ‘પોતાને’ પોતાના બધા જ દોષો દેખાય એ માટે છે. અને પોતાના દોષ દેખાય ત્યારે જ એ દોષો જશે. દોષો કયારે દેખાશે ? જયારે પોતે ‘સ્વયં’ થશે, ‘સ્વસ્વરૂપ' થશે ત્યારે. જેને પોતાના દોષ વધારે દેખાય એ ઊંચો. જયારે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું આવે, આ દેહને માટે, વાણીને માટે, વર્તનને માટે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય ત્યારે જ પોતે પોતાના બધા જ દોષો જોઇ શકે.
ક્રમિક માર્ગમાં તો ક્યારે ય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી'-એવું જો કહે તો હું માનું કે તું મોક્ષનો અધિકારી છે. પણ જે કહે કે, ‘મારામાં બે-ચાર જ દેખાય છે’, તે અનંત દોષથી ભરેલો છે. ને કહે છે કે બે-ચાર જ છે ! તે તને બે-ચાર દોષ જ દેખાય છે, તેથી એટલા જ તારામાં દોષ છે એમ તું માને છે ?
મહાવીર ભગવાનના માર્ગને કયારે પામ્યો કહેવાય ? જયારે રોજ પોતાના સો સો દોષો દેખાય, રોજ સો સો પ્રતિક્રમણ થાય ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય. ‘સ્વરૂપનું જ્ઞાન' તો હજી એની પછી ક્યાં ય દૂર છે. પણ આ તો ચાર પુસ્તકો વાંચીને સ્વરૂપ પામ્યાનો કેફ લઇને કરે છે. આ ‘સ્વરૂપ’નો એક છાંટો પણ પામ્યો ન કહેવાય. જયાં ‘જ્ઞાન’ અટકયું છે ત્યાં કેફ જ વધે. કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટકયું છે. મોક્ષે જવા માટે માત્ર તારી આડાઇ જ નડે છે. બીજી એકે ય વસ્તુ નડતી નથી. મોટામાં મોટાં ભયસ્થાનો એ સ્વચ્છંદ અને કેફ છે !
સાધુ મહારાજોની એક ભૂલ, કે જે ઉદયકર્મનો ગર્વ લે છે, એ જો થતી હોય અને તેટલી એક ભૂલ જ જો ભાંગે તો તો કામ જ થઇ જાય. ઉદયકર્મનો ગર્વ મહારાજને છે કે નહીં એટલું જ જોવાનું હોય, બીજું બહારનું કશું જ જોવાનું ના હોય. કષાયો હશે તો ચાલશે પણ ઉદયકર્મનો ગર્વ ના હોવો જોઇએ. બસ, આટલું જ જોવાનું હોય.
પોતાની એક ભૂલ ભાંગે એને ભગવાન કહેવાય. પોતાની ભૂલ
આપ્તવાણી-૨
બતાવનારા બહુ હોય, પણ કોઇ ભાંગી ના શકે. ભૂલ દેખાડતાં પણ આવડવી જોઇએ. જો ભૂલ દેખાડતાં ના આવડે તો આપણી ભૂલ છે એમ કબૂલ કરી નાખવું. આ કોઇને ભૂલ દેખાડવી એ તો ભારી કામ છે અને એ ભૂલ ભાંગી આપે એ તો ભગવાન જ કહેવાય. એ તો ‘જ્ઞાની પુરુષ’નું જ કામ. અમને આ જગતમાં કોઇ દોષિત દેખાતું જ નથી. ગજવું કાપનારો હોય કે ચારિત્ર્યહીન હોય, તેને ય અમે નિર્દોષ જ જોઇએ ! અમે સત્ વસ્તુ'ને જ જોઇએ. એ તાત્વિક દ્રષ્ટિ છે. પેકિંગને અમે જોતાં નથી. વેરાઇટીઝ ઑફ પેકિંગ છે, તેમાં અમે તત્વદ્રષ્ટિથી જોઇએ. ‘અમે’ સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ કરી અને આખા જગતને નિર્દોષ જોયું ! માટે જ ‘જ્ઞાની પુરુષ’ તમારી ‘ભૂલ’ને ભાંગી શકે ! બીજાનું ગજું નહીં. ભગવાને સંસારી દોષને દોષ ગણ્યો નથી. ‘તારા સ્વરૂપનું અજ્ઞાન’ એ જ મોટામાં મોટો દોષ છે. આ તો ‘હું ચંદુલાલ છું' ત્યાં સુધી બીજા દોષો ય ઊભા છે અને એક વખત ‘પોતાના સ્વરૂપ'નું ભાન થાય તો પછી બીજા દોષો હેંડતા થાય !
૧૪૪
નિષ્પક્ષપાતી દ્રષ્ટિ !
‘સ્વરૂપના જ્ઞાન’ વગર તો ભૂલ દેખાય નહીં. કારણ કે, ‘હું જ ચંદુલાલ ને મારામાં તો કશો વાંધો નથી, હું તો ડાહ્યો ડમરો છું' એમ રહે. અને ‘સ્વરૂપના જ્ઞાન'ની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયા; મન, વચન, કાયા પર તમને પક્ષપાત ના રહ્યો. તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય. જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જયાં જયાં થાય ત્યાં દેખાય, ના થાય ત્યાં ના દેખાય-તે પોતે ‘પરમાત્મા સ્વરૂપ’ થઇ ગયો ! વીર ભગવાન થઇ ગયો !!! અમારું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે નિષ્પક્ષપાતી થયો. કારણ કે ‘હું ચંદુલાલ નથી, હું શુદ્ધાત્મા છું' - એ સમજાય પછી નિષ્પક્ષપાતી થવાય. કોઇનો સહેજે ય દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષ દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય. પહેલાં તો ‘હું જ છું’ એમ રહેતું, તેથી નિષ્પક્ષપાતી
નહોતા થયા. હવે નિષ્પક્ષપાતી થયા એટલે પોતાના બધા જ દોષો દેખાવાનું શરૂ થાય, અને ઉપયોગ અંદર તરફ જ હોય, એટલે બીજાના