________________
આપ્તવાણી-૨
૧૩૯
૧૪૦
આપ્તવાણી-૨
દેખાય. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો મનુષ્યોને ના દેખાય. દેવોને અવધિજ્ઞાનથી જુએ તો જ દેખાય. છતાં, એ દોષો કોઇને નુકસાન કરતા નથી, એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો અમારે રહેલા છે અને તે ય આ કળિકાળની વિચિત્રતાને લીધે !
ભૂલો સમજાય તો તો અજાયબ શક્તિ ઉત્પન્ન થાય. આ ભૂલ શું તે સમજાય એ માટે આપણે કહ્યું છે ને, કે ‘ભોગવે એની જ ભૂલ.” ભોગવ્યું તો ભૂલ તારીઆ તારું ખિસું કપાય ને તું બીજાને ગાળો આપે તેથી ભૂલને એકસ્ટેન્શન મળે. ભૂગ્લ જાણે કે આ તો મને જમાડવાની જ વાત કરે છે. પછી તે જાય નહીં. આ કોઇ ઘર બાળી મુકે તો બાળનારને ગાળો આપે. પણ બાળનાર તો ઘેર આરામ કરતો હોય. આ તો પોતાની જ ભૂલ. અત્યારે કોણ ભોગવે છે ? એની ભૂલ.
‘દાદા’ ચોર છે એમ પાછળ લખ્યું હોય તો એ ભૂલ અમારી ! કારણ કે એવું કોણ નવરું હોય આ લખવા ? ને અમારી જ પાછળ કેમ લખ્યું ? એટલે અમે તરત જ ભૂલ એકસેપ્ટ કરી નિકાલ કરી નાખીએ. આ કેવું છે કે પહેલાં ભૂલો કરેલી તેનો નિકાલ ના કર્યો તેથી એ જ ભૂલો ફરી આવે છે. ભૂલોનો નિકાલ કરતાં ના આવડ્યો તેથી એક ભૂલ કાઢવાને બદલે બીજી પાંચ ભૂલ કરી !
સંસાર નડતો નથી, ખાવાપીવાનું નડતું નથી, નથી તપે બાંધ્યા કે નથી ત્યાગે બાંધ્યા. પોતાની ભૂલે જ લોકને બાંધ્યા છે ! મહીં તો પાર વગરની ભૂલો છે, પણ માત્ર મોટી મોટી પચ્ચીસેક જેટલી જ ભૂલો ભાંગે તો છવ્વીસમી એની મેળે ચાલવા લાગે.
લંડર્સ અને મિસ્ટેક્સ ! ભૂલ એક નથી, અનંત છે. ‘પોતે’ બંધાયો છે બ્લેડર્સ અને મિસ્ટેક્સથી. જયાં સુધી બ્લેડર્સ ભાગે નહીં ત્યાં સુધી મિસ્ટેક્સ જાય નહીં.
પ્રશ્નકર્તા : બ્લેડર્સ કોને કહેવાય ?
દાદાશ્રી : “હું ચંદુલાલ છું’ એ જ બ્લેડર્સ છે. અમે “ સ્વરૂપ જ્ઞાન’ આપીએ પછી બ્લેડર્સ જાય અને મિસ્ટેક્સ રહે. એ ભૂલો પછી જોય સ્વરૂપે દેખાય. જેટલા જોય દેખાય એટલાથી મુક્ત થવાય. આ ડુંગળીનાં પડો હોય છે ને ? તેમ દોષો પણ પડાવાળા હોય છે. તે જેમ જેમ દોષ દેખાય તેમ તેમ તેના પડ ઊખડતાં જાય અને જયારે તેનાં બધાં જ પડો ઊખડી જાય ત્યારે એ દોષ જડમૂળથી કાયમને માટે વિદાય લઇ લે. કેટલાક દોષો એક પડવાળા હોય છે. બીજું પડે જ તેમને હોતું નથી. તેથી તેમને એક જ વખત જોવાથી ચાલ્યો જાય. વધારે પડવાળા દોષોને ફરી ફરી જોવા પડે અને પ્રતિક્રમણ કરીએ તો જાય અને કેટલાક દોષ તો એવા ચીકણા હોય છે કે ફરી ફરી પ્રતિક્રમણ કર્યા કરવું પડે. અને લોકો કહેશે કે એનો એ જ દોષ થાય છે ? તો કહે કે ભાઇ, હા. પણ તેનું કારણ એમને આ ના સમજાય. દોષ તો પડની પેઠે છે, અનંત છે. એટલે જે બધા દેખાય અને એના પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખા થતા જાય. કૃપાળુ દેવે કહ્યું છે કે :
‘હું તો દોષ અનંતનું ભાજન છું કરૂણાળ દીઠા નહીં નિજ દોષ તો કરીએ કોણ ઉપાય’
દોષ અનંત છે અને તે દેખાયા નહીં, એટલે એ દોષ જાય જ નહીં. જો ‘તારામાં’ દોષ ના હોય તો હું દોષનું ભાજન છું એમ બોલીશ નહીં,
કેટલાક તો ભૂલને જાણે છતાં પોતાના અહંકારને લઇને તેને ભૂલ ના કહે, આ કેવું છે ? એક જ ભૂલ અનંત અવતાર બગાડી નાખે, એ તો પોષાય જ નહીં !
‘જ્ઞાની પુરુષ’માં, દેખાય એવી સ્થળ ભૂલો ના હોય અને સૂક્ષ્મ ભૂલો પણ ના હોય. એમને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો હોય પણ તેના ‘અમે’ ‘જ્ઞાતા દ્રષ્ટા’ રહીએ. આ દોષની તમને વ્યાખ્યા આપું : શૂળ ભૂલ એટલે શું ? મારી કંઇક ભૂલ થાય તો જે જાગ્રત માણસ હોય તે સમજી જાય કે આપણે કંઇક ભૂલ ખાધી. સૂક્ષ્મ ભૂલ એટલે કે અહીં પચીસ હજાર માણસો બેઠા હોય તો હું સમજી જાઉં કે દોષ થયો. પણ પેલા પચીસ હજારમાંથી માંડ પાંચેક જ સૂક્ષ્મ ભૂલને સમજી શકે. સૂક્ષ્મ દોષ તો બુદ્ધિથી પણ દેખાય, જયારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જ્ઞાન કરીને જ