________________
આપ્તવાણી-૨
આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના હોય. એના મોઢા પર દિવેલ ચોપડેલું ના હોય. મુખ ઉપર નૂર દેખાય. આખા ગામની વઢવાડોનો એ નિકાલ કરી આપે. એને કોઇની પ્રત્યે પક્ષપાત ના હોય. જૈન તો કેવો હોવો જોઇએ? જૈન તો શ્રેષ્ઠી પુરુષ ગણાય, શ્રેષ્ઠ પુરુષ કહેવાય. પચાસ-પચાસ માઇલની રેડિયસમાં એની સુગંધ આવે !
૧૨૩
અત્યારે તો શ્રેષ્ઠીના શેઠ થઇ ગયા અને તેમના ડ્રાઇવરને પૂછીએ તો કહે કે જવા દોને એની વાત. શેઠનો તો માત્રા કાઢી નાખવા જેવો છે ! શેઠનો માત્રા કાઢી નાખીએ તો શું બાકી રહે ?
પ્રશ્નકર્તા : શઠ !
દાદાશ્રી : અત્યારે તો શ્રેષ્ઠી કેવા થઇ ગયા છે ? બે વર્ષ પહેલાં
નવા સોફા લાવ્યો હોય તો ય પાડોશીનું જોઇને બીજા નવા લાવે. આ
તો હરીફાઇમાં પડયા છે. એક ગાદી ને કિયો હોય તો ય ચાલે. પણ આ તો દેખાદેખી ને હરીફાઇ ચાલી છે. તેને શેઠ કેમ કહેવાય ? આ ગાદી-તકિયાની ભારતીય બેઠક તો બહુ ઉંચી છે. પણ લોકો તેને સમજતા નથી ને સોફાસેટની પાછળ પડયા છે. ફલાણાએ આવો આણ્યો તો મારે ય એવો જોઇએ. ને તે પછી જે કજિયા થાય ! ડ્રાઇવરને ઘેરે ય સોફા ને શેઠને ઘેરે ય સોફા ! આ તો બધું નકલી પેસી ગયું છે. કો’કે આવાં કપડાં પહેર્યાં તે તેવાં કપડાં પહેરવાની વૃત્તિ થાય ! આ તો કો'કે ગૅસ પર રોટલી કરતાં જોયાં તે પોતે ગૅસ લાવ્યો. અલ્યા, કોલસાની અને ગૅસ પરની રોટલીમાં ય ફેર સમજતો નથી ? ગમે તે વસાવો તેનો વાંધો નથી પણ હરીફાઈ શેને માટે? આ હરીફાઈથી તો માણસાઇ પણ ગુમાવી બેઠા છે. આ પાશવતા તારામાં દેખા દેશે તો તું પશુમાં જઇશ ! બાકી શ્રેષ્ઠી તો પોતે પૂરો સુખી હોય ને પોળમાં બધાંને સુખી કરવાની ભાવનામાં હોય. પોતે સુખી હોય તો જ બીજાને સુખ આપી શકે. પોતે જ જો દુ:ખીઓ હોય તો તે બીજાને શું સુખ આપે ? દુઃખીઓ તો ભક્તિ કરે અને સુખી થવાના પ્રયત્નમાં જ રહે !
ભલે, મોક્ષની વાત બાજુએ રહી, પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઉપર તો અંકુશ હોવો જોઇએ ને ? એની છૂટ શી રીતે અપાય ? છૂટ
આપ્તવાણી-૨
શેની હોય ? ધર્મધ્યાનની હોય. આ તો છુટ્ટે હાથે દુર્વ્યાનો વાપરે છે ! કેટલું શોભે ને કેટલું ના શોભે એટલું તો હોવું જ જોઇએ ને ?
૧૨૪
પ્રશ્નકર્તા : અપધ્યાન એટલે શું ?
દાદાશ્રી : અપધ્યાન તો આ કાળમાં ઊભું થયું છે. અપધ્યાન એટલે જે ચારે ધ્યાનમાં ના સમાય તે. ભગવાનના વખતમાં ચાર પ્રકારનાં ધ્યાન હતા. તે વખતમાં અપધ્યાન લખાયું નહોતું. જે વખતે જે અનુભવમાં ના આવે ને તે લખાય તો શું કામ આપે ? એટલે અપધ્યાન ત્યારે નહોતું લખાયું. આ કાળમાં એવાં અપધ્યાન ઊભાં છે. અપધ્યાનનો અર્થ હું તમને સમજાવું. આ સામાયિક કરતી વખતે શીશીમાં જો જો કરે કે, ‘હજી કેટલી બાકી રહી, હજી કેટલી બાકી રહી, કયારે પૂરી થશે, કયારે પૂરી થશે', એમ ધ્યાન સામાયિકમાં ના હોય પણ શીશીમાં હોય! આને અપધ્યાન કહેવાય. દુર્ધ્યાન હોય તો ચલાવી લેવાય. દુર્ધ્યાન એટલે વિરોધી ધ્યાન અને સર્ધ્યાન મોક્ષે લઇ જાય. અને આ શીશી જો જો કરે એ તો અપધ્યાન કહેવાય. છતું નહીં, ઊંધું નહીં, પણ તીસરી જ પ્રકારનું! શીશી જો જો કરે છે. એમાં એની દાનત શી છે ? એક માણસ ચિઢાયો અને એ પોતાના અહંકારને પોષવા ગામ બાળી મેળે ! પણ એ ય એક ધ્યાન કહેવાય. આ અપધ્યાનવાળાને તો પોતાના અહંકારની પડી ના હોય, પણ ધ્યાન કરે તે અપધ્યાન કરે-એટલે કે સંપૂર્ણ અનર્થકારક. નહીં પોતાના માટે કે નહીં માન માટે, બિલકુલ મીનિંગલેસ ! અર્થ વગર, હેતુ વગર જે ક્રિયા કરવામાં આવે છે તે અપધ્યાન.
હાર્ડ રૌદ્રધ્યાન
બીજું, આ કાળમાં હાર્ડ રૌદ્રધ્યાન વધ્યાં. હાર્ડ રૌદ્રધ્યાન એટલે પોતાની વધારે બુદ્ધિથી સામાની ઓછી બુદ્ધિનો લાભ લઇ સામાનું પડાવી લેવું તે હાર્ડ રૌદ્રધ્યાન. આ તો પોતાની બુદ્ધિથી સામાને મારે, સામાનું આખું લોહી ચૂસી જાય ને સામાનાં હાડકાં ને ચામડી જ બાકી રાખે, તે ઉપરથી કહે, “મેં કયાં માર્યો ? અમારે તો અહિંસા પરમો ધર્મ !' આ શેઠિયાઓએ એવાં એવાં કનેકશન ગોઠવી દીધાં હોય કે શેઠ ગાદી-તકિયે