________________
આપ્તવાણી-૨
૧૦૯
૧૧૦
આપ્તવાણી-૨
છે. જેમ આપણે ખોરાકમાં હિતવાળો ખોરાક ખાઇએ છીએ અને અહિતવાળો ખોરાક ખસેડીએ છીએ, તેમ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ખસેડવાનાં છે અને ધર્મધ્યાન કરવાનું છે.
આર્તધ્યાત - રૌદ્રધ્યાત
પ્રશ્નકર્તા : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કોને કહેવાય ?
દાદાશ્રી : કોઇનાં સુખને કિંચિત્ માત્ર પડાવી લેવાનું ધ્યાન કરવું તે રૌદ્રધ્યાન છે. પછી ભલેને એણે ખરેખર પડાવી ના લીધું હોય, પણ તે ધ્યાન તો રૌદ્રધ્યાન જ ગણાશે. અને તેનું ફળ નર્કગતિ છે. અને આર્તધ્યાન એટલે જે પણ કંઈ ચિંતા-ઉપાધિ આવી પડે તે પોતે એકલો પોતાની મહીં જ સહન કર્યા કરે ને કયારેય પણ મોઢેથી બોલે નહીં, ક્રોધ કરે નહીં, તો એ આર્તધ્યાનમાં ગણાય. આજે તો આર્તધ્યાન એકલું જડવું મુશ્કેલ છે. જયાં ને ત્યાં રૌદ્રધ્યાન જ છે. ધર્મસ્થાનોમાં ય આ કાળમાં તો આર્તધ્યાન ને રૌદ્રધ્યાન પેસી ગયાં છે ! તે સાધુઓને નિરંતર આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થયાં કરે છે. શિષ્યો પર ચિઢાય તે રૌદ્રધ્યાન છે અને મહીં ધૂંધવાયા કરે તે આર્તધ્યાન છે. ફલાણા મહારાજને ૨૫ શિષ્યો છે ને મારે તો આટલા જ છે, એ ભયંકર આર્તધ્યાન છે. અને પછી એ શિષ્યો વધારવામાં પડી જાય છે ને ભયંકર રૌદ્રધ્યાન કરે છે. મહાવીર ભગવાનની પાટ ઉપર આ કેમ શોભે ? આ તો રેસ કોર્સમાં પડયા છે ! શિષ્યો વધારવામાં પડ્યા છે ! અલ્યા, ઘેર એક બાયડી ને બે છોકરાં એમ ત્રણ ઘંટ હતા તે છોડીને અહીં ૧૦૮ ઘંટ ગળે વળગાડયા ? આને વીતરાગ માર્ગ કેમ કરીને કહેવાય ? !
પ્રશ્નકર્તા : આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ફેરવવાં શી રીતે ?
દાદાશ્રી : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય એ આ કાળનાં કર્મોની વિચિત્રતા છે. પણ એ જે અતિક્રમણ થયું તેની પાછળ પ્રતિક્રમણ રોકડું રાખ. વખતે અતિક્રમણ થઇ જાય પણ પ્રતિક્રમણ આપણે કરવું પડે. રૌદ્રધ્યાનમાં પશ્ચાત્તાપ થાય તો તે આર્તધ્યાનમાં જાય અને જો રૌદ્રધ્યાનમાં યથાર્થ પ્રતિક્રમણ થાય તો ધર્મધ્યાન થાય. આલોચના,
પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન સાથે હોય. ભલેને ભગવાનની મૂર્તિ હોય, પણ તેની સાક્ષીએ આલોચના કરીએ અને ફરી ફરી તેવું ધ્યાન નહીં થાય એવો દ્રઢ નિશ્ચય કરવો પડે.
પ્રશ્નકર્તા : આપણું કોઇ અપમાન કરે તો શી રીતે મનમાં લેવું ?
દાદાશ્રી : આત્મજ્ઞાન હોય તો અપમાનનો વાંધો ના આવે. પણ જ્ઞાન ના હોય તો મહીંથી કહેવું કે પોતાની પહેલાંની ભૂલ હશે. આપણી પોતાની જ ભૂલ હશે તેથી સામો અપમાન કરે છે. મારો કંઇ પહેલાંનો હિસાબ હશે તેથી પાછો વાળે છે, એટલે આપણે જમા કરી લો. આ અપમાન કરવાવાળાને કહીએ કે, “ ભાઇ, તું ફરી અપમાન કર તો?” ત્યારે એ કહેશે, “હું કંઇ નવરો છું ?’’ આ તો જે ઉધાર્યું છે એ જ જમા કરાવી જાય છે. જન્મ્યો ત્યારથી તે મર્યો ત્યાં સુધી બધું ફરજિયાત જ છે. આ કેટલા ય પાસ થઇ જાય છે, કેટલાક નાપાસ થાય છે અને કેટલાક ભણતા ય નથી. આ બધું પહેલાંના હિસાબે રહેલું છે. આ બધો હિસાબ કોણ રાખે છે ? આ તો મહીં ગજબનું એડજસ્ટમેન્ટ છે, મહીં અનંત શક્તિઓ છે. આ હિસાબ ચાર ધ્યાનના આધારે છે. જેવું ધ્યાન વર્ત તેવું ફળ આવે.
અનંત કાળથી ભટક ભટક કરીએ છીએ, છતાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અટક્યાં નથી. તેથી તેમને સમજવા જોઇએ. ઘરમાં ઝઘડા થાય તો ખમાવવું જોઇએ. સામો વેર ના બાંધે તેમ ખમાવવું જોઇએ. ભગવાનની આજ્ઞામાં રહેવું એ ઊંચામાં ઊંચું ધર્મધ્યાન છે. આ ખમાવવું કેમ ? મફતમાં કેમ ખમાવાય ? ના, જેટલું તમે આપો છો તેટલું જ પાછું આવે છે.
- રૌદ્રધ્યાન અને આર્તધ્યાન બે જ કેડે છે, બીજું બહારનું કૈડતું નથી ! ક્રોધ, માન, માયા, લોભ ખસેડ્યા ખસેડાય તેમ નથી. ડૉક્ટરે ખાંડ ખાવાની ના કહી હોય, તો કેવું જાગ્રત રહેવાય છે ? જો ડૉક્ટરે કહ્યું હોય કે, ‘તમને હાર્ટ એટેક આવ્યો છે ને મીઠું બિલકુલ ખાવાનું નહીં, ખાશો તો બીજો એટેક આવશે ને તમે મરી જશો.’ ત્યારે તમે કેવા એલર્ટ રહો છો ! ત્યાં કેમ ચેતતા રહો છો ? આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ તો