________________
આપ્તવાણી-૨
૧૦૫
૧૦૬
આપ્તવાણી-૨
અમારે અહીં કાયદા નથી, પણ પાછું જોડે જોડે સામાના કાયદા અમારાથી ના તોડાય. કોઇનો કાયદો તોડવો એનાથી તો સામા માણસને અવળી અનુમોદના મળે, તેનું આપણે નિમિત્ત બનીએ. આપણાથી આવું ના હોવું ઘટે. ‘આપણું' તો કોઇ નામ જ દેનારું નથી. પણ આ નિમિત્ત બનીએ તો સામાવાળાને ટેવ પડે કે આપણે ય આવી રીતે કાયદો તોડીએ. માટે આપણે સામાના સંપૂર્ણ કાયદામાં રહેવું પડે.
અમારે કાયદો ના હોય, આજ્ઞા જ હોય. રીલેટિવ બધામાં કાયદા હોય, અહીં કાયદા ના હોય.
રહેવા માટે એકસ્ટેન્શન માગ્યું. તે સંઘપતિએ કહ્યું કે, “વધારેમાં વધારે જેટલું અપાય તેટલું આપ્યું છે, હવે આગળ એકસ્ટેન્શન નહીં મળે.” હવે મહારાજને તો ફરજિયાત જવું પડે તેમ જ થયું. તે મહારાજે કહ્યું, “ભલે ત્યારે હું જઇશ. અહીંથી ચાર માઈલ છાણી ગામ છે, ત્યાં વિહાર કરી જઇશ. પણ ચાર માઇલ મારાથી ચલાય તેમ નથી, તો ડોલીની વ્યવસ્થા કરી આપો.” એટલે સંઘપતિએ કહ્યું કે, “આજ સુધી આવી ડોલી તો અમે કોઇને કરી આપી હોય તેવું યાદમાં નથી.” તે તેમણે પછી પાછલા બધા ચોપડા જોયા, ખાતાવહી જોઇ, તેમના કાયદાના ચોપડા ઉથામ્યા પણ કયાં ય તેમને એવું જડયું જ નહીં કે કોઇ મહારાજને પગે લંઘાવાથી ડોલીની વ્યવસ્થા કરવી પડી હોય ! એટલે એમણે તો મહારાજને કહ્યું કે, “એવો કોઇ કાયદો કરવામાં આવ્યો નથી. તો અમે શું કરીએ ? કાયદો કેમ તોડીએ ?” અલ્યા, શું બધાંને પગે લંઘાતું હોય છે તે એવો કાયદો કરવો પડે ? કંઇક વ્યવહારિક સમજ તો જોઇએ ને કે જડની જેમ જ કાયદાને પકડીને બેસવાનું ?
તે મહારાજ બિચારા મારી પાસે આવ્યા ને કહેવા લાગ્યા. મને કહે કે, “ભાઇ, જુઓને મારી આ અવદશા આ સંઘે કરી છે ! પચાસ રૂપિયા કોઇ કાઢતું નથી ને ડોલીની વ્યવસ્થા કરતું નથી, ને બીજી બાજુ વિહાર કરી જાઓ, વિહાર કરી જાઓ એમ કહ્યા કરે છે. શું કરું હવે હું ? તમે જ કંઇ રસ્તો કરો.” પછી અમે તેમને પૈસાની વ્યવસ્થા કરી આપી. ત્યાર પછી ડોલીની વ્યવસ્થા થઇ ને મહારાજને વાજતે-ગાજતે બેંડવાજાં વગાડીને વિદાયગીરી આપાવામાં આવી ! મોટો વરઘોડો કાઢયો ને સંઘપતિ પણ માથે પાઘડી-બાઘડી મૂકીને ધામધૂમથી મહારાજના વરઘોડામાં ચાલ્યા !
અલ્યા, આ વાજાં વગાડયાં ને વરઘોડાનો જલસો કર્યો તેમાં પ00 રૂપિયા ખર્ચા ને મહારાજ માટે ડોલી કરવા પચાસ રૂપિયા ના ખર્ચાયા ? કારણ શું ? તો કે વરઘોડાનો કાયદો તો અમારી પાસે છે પણ આ ડોલીનો કાયદો તો અમારા પાછલા ઇતિહાસમાં પણ નથી, એટલે અમે કેવી રીતે એમ કરીએ ?
હવે આને મારે ‘અવ્યવહારુ” ના કહેવું તો શું કહેવું?