________________
આપ્તવાણી-૨
૧૦૦
આપ્તવાણી-૨
રહેશે તે કાદવને ધોઇ ને કાઢતાં કાઢતાં તો તારો દમ નીકળી જશે. આ કાળું નાણું રેલના પાણી જેવું છે, તે રોમે રોમે કૈડીને જશે. માટે મારે શેઠિયાઓને કહેવું પડયું કે, “ચેતીને ચાલજો.”
લક્ષ્મીજી તો દેવી છે. વ્યવહારમાં ભગવાનનાં પત્ની કહેવાય છે. આ બધું તો પદ્ધતિસર ‘વ્યવસ્થિત’ છે પણ મહીં ચળવિચળ થવાથી ડખો ઊભો થાય છે. મહીં ચળવિચળ ના થાય ત્યારે લક્ષ્મીજી વધે. આ મહીં ચળવિચળ ના હોય તો એમ ના થાય કે શું થશે ! ‘શું થશે ?” એવું થયું કે લક્ષ્મીજી ચાલવા માંડે.
ભગવાન શું કહે છે કે, તારું ધન હશેને તો તું ઝાડ રોપવા જઇશ અને તને જડી આવશે. તેના માટે જમીન ખોદવાની જરુર નથી. આ ધન માટે બહુ માથાકૂટ કરવાની જરુર નથી. બહુ મજૂરીથી તો માત્ર મજૂરીનું ધન મળે. બાકી લક્ષ્મી માટે બહુ મહેનતની જરુર નથી. આ મોક્ષે ય મહેનતથી ના મળે. છતાં, લક્ષ્મી માટે ઓફિસ બેસવા જવું પડે એટલી મહેનત. ઘઉં પાકયા હોય કે ના પાડ્યા હોય છતાં તારી થાળીમાં રોટલી આવે છે કે નહીં ? ‘વ્યવસ્થિત’નો નિયમ જ એવો છે !
જેને આપણે સંભારીએ એ છેટું જતું જાય. માટે લક્ષ્મીજીને સંભારવાની ના હોય. જેને સંભારીએ એ કળિયુગના પ્રતાપે રિસાયા કરે, ને સંયુગમાં તે સંભારતાની સાથે આવે. લક્ષ્મીજી જાય ત્યારે “આવજો” અને આવે ત્યારે ‘પધારજો' કહેવાનું હોય. એ કંઈ ઓછું ભજન કરવાથી આવે ? લક્ષ્મીજીને મનાવવાનાં ના હોય. એક સ્ત્રીને જ મનાવવાની હોય.
ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી અને સત્ય કયારે ય અસત્ય થતું નથી. પણ શ્રદ્ધા ડગી ગઇ છે અને કાળ પણ એવો છે. રાત્રે કોની સત્તા હોય? ચોરોનું જ સામ્રાજ્ય હોય ત્યારે જો આપણી દુકાન ખોલીને બેસીએ તો તો બધું ઉઠાવી જાય. આ તો કાળ ચોરોનો છે. તેથી શું આપણે આપણી પદ્ધતિ બદલાવાય ? સવાર સુધી દુકાન બંધ રાખો, પણ આપણી પદ્ધતિ તો ના જ બદલાવાય. આ રેશનના કાયદા હોય તેમાં કોઇ ‘પોલ’ મારીને ચાલતો થાય, તો એ લાભ માને, અને બીજા કેમ નથી માનતા? આ તો ઘરમાં બધા જ અસત્ય બોલે તો કોની પર વિશ્વાસ મુકાશે ? અને
જો એક પર વિશ્વાસ મૂકીએ તો તો બધે જ વિશ્વાસ મૂકવો જોઇએ ને! પણ આ તો ઘરમાં વિશ્વાસ એ ય આંધળો વિશ્વાસ મૂકે છે. કોઇની સત્તા નથી, કોઇ કશું કહી શકે તેમ નથી. જો પોતાની સત્તા હોત તો તો કોઇ સ્ટીમર ડૂબે નહીં. પણ આ તો ભમરડા છે. પ્રકૃતિ નચાવે તેમ નાચે છે. પર-સત્તા કેમ કહી ? આપણને ગમતું હોય ત્યાં પણ લઇ જાય ને ના ગમતું હોય ત્યાં ય લઇ જાય. ના ગમતું હોય ત્યાં એ તો અનિચ્છાએ પણ જાય છે, માટે એ પર-સત્તા જ ને !
‘ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી’ રાખવાની. પણ આ વાક્ય હવે અસર વગરનું થઇ ગયું છે. માટે હવેથી અમારું નવું વાક્ય મુકજો, ‘ડિસઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેસ.” પેલું પોઝિટિવ વાક્ય લખીને તો લોકો ચક્રમ થઇ ગયા છે. બીવર ઓફ થીઝ નું બોર્ડ લખ્યું છે છતાં લોકો લૂંટાયા તો પછી બોર્ડ શા કામનું ? તેમ છતાં આ “ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી'નું લોકો બોર્ડ મારે છે, છતાં ય ઓનેસ્ટી હોતી નથી. તો પછી એ બોર્ડ શા કામનું ? હવે તો નવાં શાસ્ત્રોની ને નવાં સુત્રોની જરુર છે. માટે અમે કહીએ છીએ કે “ડીસઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેસ’નું બોર્ડ મૂકજો.