________________
આપ્તવાણી-૨
આપ્તવાણી-૨
છે. આ તો મનને ખુલ્લું મૂક્યું ! મનની ઉપર છાવરવું એ આના જેવી વાત છે. મનની ઉપરનો ‘આપણો’ પ્રભાવ તૂટી ના જવો જોઇએ. તેટલા માટે પટાવવું. પણ આવી રીતે આમ ના કરવું જોઇએ; તેમ સામે ય ના થવું જોઇએ. જેમ ઘરની સ્ત્રીઓને તમે આવું કરો તો શું થાય ? તેમના ઉપરનો તમારો પ્રભાવ તુટી જાય. | ‘ભાભો ભારમાં તો વહુ લાજમાં’ ગુજરાતીમાં આવી કહેવત છે, એના જેવું છે. એટલે આ મન જોડે બહુ પદ્ધતિસરનું કામ લેવું જોઇએ. આ “મને' તો બધાંને ઊથલાવી પાડેલા છે. તેથી તો બધા સાધુ, આચાર્યો માથાકૂટમાં પડેલા છે ને ! ગુરુ થયેલા ત્યાંથી ઊથલી પડેલા, તે શિષ્યના શિષ્ય ને તેના શિષ્યના શિષ્યના આ શિષ્ય થઇને બેઠેલા છે ! કારણ કે મન ઊથલાવી પાડે. ગજબની શક્તિઓ છે એમાં ! કોઇ પણ વસ્તુનો કંટ્રોલ થાય ત્યારે મન શું કરે છે ?
પ્રશ્નકર્તા : કંટ્રોલની બહાર આવે છે, પછી નિરંકુશ, બેકાબૂ થઇ જાય છે.
મન ઉપર તો પ્રભાવ પડવો જોઇએ. એ કોના જેવું છે તે તમને સમજાવું. આ ભાઇને કોઇ માણસ અહીં મારવા આવ્યો હોય પણ તે મને દેખીને તેની બોલતી બંધ થઈ જાય, ચૂપ થઇ જાય, એનું શું કારણ ? તો કે પ્રભાવ. મારે કશું બોલવું ના પડે. એ તો પ્રભાવ કામ કરે. તેવી રીતે ‘આપણો” મન ઉપર પ્રભાવ પડવો જોઇએ. જે મનની પાસે આપણે ખોટું કામ કરવું હોય ત્યારે હેલ્પ લઇએ તો પછી એ મન ઉપર આપણો પ્રભાવ શી રીતે પડે ? બને ત્યાં સુધી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ઉપર આપણો પ્રભાવ પડવો જોઇએ કે આ ચોર નથી. પણ આપણે કોઇ ખોટું કામ કરવું હોય ત્યારે મનની હેલ્પ લઇએ તો એ આપણને ચોર જાણે. આપણો જો પ્રભાવ હોય તો ઘરવાળાં સામાં થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા : ના થાય.
દાદાશ્રી : તેમ મનની ઉપર આપણો પ્રભાવ પડવો જોઇએ. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર બધાં ઉપર આપણો પ્રભાવ પડવો જોઇએ. આપણા બોલતાં પહેલાં મન, બુદ્ધિ, ચિત્તને અહંકાર, નાગની જેમ મોરલી વાગતાં જ ફેણ માંડી ઊભાં રહે તેમ હોવું જોઇએ. એવો પ્રભાવ પડવો જોઇએ. એ બધા પરમાણુનાં બનેલાં છે. એમને ય બિચારાંને કંઇ શાતા જોઇએ છે. પ્રભાવથી શાતા ઉત્પન્ન થાય. પણ આપણે જ કોઈ ખોટું કામ એમની પાસે કરાવીએ તો આપણો પ્રભાવ તૂટી જાય.
આ બધું તમે ખાવ છો, પીઓ છો એ બધું પ્રકૃતિ છે. આત્મા છે અને અનાત્મા છે. એ બંનેની વચ્ચે પ્રકૃતિ છે. દેખાય ચેતન પણ મૂળ સ્વભાવે જડ છે, મિશ્ર ચેતન છે, “સાચું ચેતન’ નથી. આ સાધુસન્યાસીઓ આ ચેતન જેવું દેખાયું એને રીયલ ચેતન માન્યું. પણ એ આત્મા નથી. એ જે માને છે, એની પાર રીયલ ચેતન છે, ‘જ્ઞાની પુરુષ’ મળે, ‘સર્વજ્ઞ’ મળે, તે આપે ત્યારે સાચો આત્મા પ્રાપ્ત થાય. બાકી માનેલા આત્માથી ક્રોધ, માન, માયા, લોભ ખસે નહીં.
આ સૂત્ર ઝીણવટથી પૂરેપૂરું સમજવા જેવું છે.
“પ્રકૃતિનો એક પણ ગુણ “શુદ્ધ ચેતન'માં નથી અને ‘શુદ્ધ ચેતન’ નો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી.”
દાદાશ્રી : કારણ કે એના સ્વભાવની એ વિરુદ્ધ છે. મન શું કહે છે કે મને આંતરશો નહીં.
પ્રશ્નકર્તા : એ જ વખતે ગુરુની જરુર છે.
દાદાશ્રી : હા, ગુરુ વગર તો કામ જ શી રીતે થાય ? એ પોતે કરે જ શી રીતે ?
પ્રશ્નકર્તા : મનની વૃત્તિ બહુ જોરથી ચાલે ત્યારે ગુરુની જરુર છે.
દાદાશ્રી : ગુરુ વગર કોઇ મોક્ષે ગયેલો નહીં. એક એકલા તીર્થકર કે જે સ્વયંભુદ્ધ થયેલા તે ગયેલા. પણ તેમને આગલા કોઇ અવતારમાં ગુરુ મળેલા. તેમનાથી તેમને જ્ઞાનાંજન અંજઇ ગયેલા, તેથી તેમને વાંધો નહીં. પણ બીજો તો ગુરુ વગર માર ખાઇ જાય. માથે કોઇ હોય નહીં તો સ્વરચ્છેદ ઊભા થાય. હવે એ મનને મારવું એ ય સ્વછંદ છે અને મનને પંપાળ પંપાળ કરવું તે ય સ્વછંદ છે !