________________
આપ્તવાણી-૨
ગુસ્સો કરે. આ તો પ્રકૃતિ પરાણે કરાવે છે ત્યારે ‘હું કરું છું એમ કેમ કહેવાય ? છતાં એમ જ લોકો કહે છે. એ ય આશ્ચર્ય છે ને?
પ્રાકૃત અવસ્થા એ ટેમ્પરરી છે. આ પંચેન્દ્રિયોથી દેખાય છે. એ અવસ્થાઓ પ્રાકૃત છે. આ જગતમાં તત્ત્વો છે, એ બધાં તત્વો પોતાના ગુણધર્મ સાથે છે અને અવસ્થા સાથે પણ છે. તત્વો એ પરમેનન્ટ છે. માત્ર પ્રાકૃત અવસ્થા ટેમ્પરરી છે.
પ્રકૃતિ એક આત્મામાં અનંત શક્તિ છે ! અનંત આત્મા છે અને અનંત પ્રકૃતિ છે !
દરેકમાં અંદર બે વસ્તુ છે; વસ્તુ ‘પુરુષ’ છે અને અવસ્તુ ‘પ્રકૃતિ’ છે. પ્રકૃતિમાં રહે છે માટે ‘તે’ અબળા છે અને જો પોતે પુરુષ થાય તો પોતે જ “પરમાત્મા” છે. પૂર્ણ પુરુષને ઓળખતો નથી તેથી ક્રોધ, માન, માયા, લોભ એ બધી નિર્બળતા ફરી વળે છે !
આપણે બધાં આત્માએ કરીને એક સ્વભાવનાં છીએ, પણ પ્રકૃતિએ કરીને જુદાં જુદાં છીએ. ખારી, તીખી, ખાટી, મોળી પ્રકૃતિ, એ બધા પ્રાકૃતિક દોષો છે. આ પ્રકૃતિ ત્યાગ કરાવે ત્યારે ત્યાગ થાય અને આ પ્રકૃતિ ગ્રહણ કરાવે ત્યારે ગ્રહણ થાય. આ તો પ્રકૃતિનો નચાવ્યો નાચે, પણ ત્યારે કહે, ‘હું નાચ્યો.” આનું જ નામ ભ્રાંતિને? આ અજાયબી છે ને ! ઉદય કર્મના આધારે થયું તો એમ કહે છે કે, “મેં કર્યું. આ મેં ક્યું, કહે છે. એનું જ નામ ભ્રાંતિ. ‘પોતે પુરુષ ના થયો ત્યાં સુધી ભમરડો કહેવાય. ‘પોતાનું ભાન થયું નથી ત્યાં સુધી ‘મેં કર્યું !” એમ શી રીતે કહેવાય ? કરનારો કોણ ? તું કોણ ? એ તો જાણતો નથી. પછી શી રીતે કહેવાય કે “મેં કર્યું ?” આ તો પ્રકૃતિ રડાવે ત્યારે કહે, ‘હું રડું છું.” પ્રકૃતિ હસાવે ત્યારે કહે, ‘હું હસું છું !” પ્રકૃતિ ગુસ્સો કરાવે ત્યારે
પ્રકૃતિ પ્રણવધર્મી સ્વભાવી છે, તેથી અનંતગણું ઊભું થાય છે ! પ્રશ્નકર્તા : પ્રકૃતિ પ્રણવધર્મી છે એટલે શું ?
દાદાશ્રી : હું સમજ પાડું તમને. આ અહીં આજુબાજુ કાચ જડયા હોય તો દોઢસો માણસ દેખાય. તે શું કોઇ દોઢસો માણસ બનાવવા ગયું હતું ? આ તો એકમાંથી અનંત ઊભા થઇ જાય તેવું છે ! એનાં પછી માર ખાય છે. આ તો બધું સ્પંદન સ્વરૂપ છે. એક અંદન ઉછાળે તો પછી નવાં સ્પંદન ઊભાં થાય. પણ જો તું સ્પંદન બંધ કરે તો તારી પર પછી કેટલાં સ્પંદનો આવે ? એ તો પછી બંધ થઈ જાય !
પ્રકૃતિના ગુણો એ “પર” ગુણો છે, આત્માના નથી. જગત ‘પરના ગુણોને “સ્વ” ગુણો કહે છે. લોક કહે, “ભાઇ, બહુ સારા છે.’ પણ તાવ ચઢે ને સનેપાત થાય ત્યારે બધા ય કહેશે કે, ‘નથી સારા ભાઇ.” અલ્યા, પ્રાકૃત ગુણો તો કલાકમાં લુપ્ત થઈ જશે. ભગવાને શું કહેલું કે ‘ગમે તેવા સંસારમાં ઊંચા ગુણો પ્રાપ્ત કર્યા હશે, ક્ષમા રાખતો હોય, ગુસ્સો કરતો હોય છતાં એ બધા પ્રકૃતિ ગુણો છે. એ ક્યારે ફ્રેકચર થઇ જશે એ ખબર નહીં પડે.' પ્રકૃતિ પોતે કફ, પિત્ત, વાયુની બનેલી છે. એ ત્રણે ય બગડે તો સનેપાત થઈ જશે ને શું બોલીશ. એ ય ભાન નહીં રહે. એથી ભગવાને કહ્યું કે, “તમે તમારા પોતાના ગુણધર્મમાં રહેજો.” આ તો કઢી જરા વધારે ખાધી હોય તો પિત્ત વધી જાય. તે પરાયા ગુણો કયારે ફ્રેકચર થઇ જાય એ કહેવાય નહીં. જયારે ‘પોતાના’ ગુણો તો કયારે ય બદલાય નહીં.
આ પ્રકૃતિનું સાયન્સ ગજબનું છે ! એ સમજવા જેવું છે. એક વૈદ્ય